________________
૪૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ શાંત આનંદમૂર્તિ પ્રભુ, એવી ઠંડકના ગર્ભમાં અંદર જાય છે. આહાહા...! બરફની પાટ જેમ શીતળ હોય છે એમ ભગવાન શીતળ, આનંદસ્વરૂપ શીતળ, ઠંડો, ઠંડો આત્મા નિરાકુળ (છે). એ નિરાકુળને નિરાકુળ પુરુષો વડે વેદન થઈ શકે. આહાહા...! વિકલ્પની જાળમાં ગુંચાયેલા, એનું આ કામ નથી, કહે છે. ઝીણી વાત, ભાઈ! આહાહા...!
કહે છે કે, સદા “સ્વયં નિરાકુળ પુરુષો વડે (જ્ઞાનીઓ વડે) સદા વેદાય છે.” આહાહા...! એનો અર્થ એ થયો કે, પ્રથમ તારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું પડશે. “લાખ વાતની વાત નિશ્ચય ઉર આણો’ આવે છે ને “છ ઢાળામાં? “છોડી જગત કંદ ફંદ નિજ આતમ ઉર ધ્યાવો’ એ આત્માનું ધ્યાન કરતા અને આનંદ આવે. કેમકે આત્મા આનંદસ્વરૂપ છે. તેથી નિરાકુળ પુરુષો વડે તે આનંદ વેદાય છે. આકુળતાવાળા જીવોને તે આનંદ હોતો નથી. એ વિકલ્પના ખદબદાટ, આ કર્યું ને આ કર્યું ને આ કર્યું માંગ કરી), આહાહા.... દુનિયાને અનુકૂળ રહેવા માટે માખણ ચોપડે ને આમ કરે ને તેમ કરે, વિકલ્પની જાળમાં ગુંચાઈ ગયેલા છે). આહાહા...! એ મિથ્યાદૃષ્ટિ છે, કહે છે. આહાહા.!
જેણે વિકલ્પની જાળ તોડી છે અને નિરાકુળ પુરુષ છે તેના વડે નિરાકુળ આનંદ વેદાય છે. એને એ વેદના છે. આહા...! જ્ઞાનીઓને જ્ઞાન વેદાવા યોગ્ય છે. છે? તે આ એક જ વેદના (જ્ઞાનવેદન) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે.” || જ્ઞાનિનઃ કન્યા માત-વેના પર્વ દિ ન વ મ ] “જ્ઞાનીને બીજી કોઈ આવેલી - પુદ્ગલથી થયેલી) વેદના...” ખાર છાંટે અને પછી અગ્નિ નાખે, (એની) વેદના ધર્મીને નથી. આહા.! કેમકે તેના તરફનું તેનું લક્ષ જ છૂટી ગયું છે. આહાહા.. અને જ્યાં લક્ષ ગયું છે એ તો નિરાકુળ આનંદનો નાથ છે. આહાહા.! ઝીણી વાત, બાપુ! ભગવંત તારું સ્વરૂપ કોઈ જુદી જાત છે, ભાઈ! આહા! લાગે નિશ્ચય, પરમ સત્ય આકરું લાગે પણ વસ્તુ તો આવી છે. આહાહા.!
ધર્મીને બીજી કોઈ આવેલી વેદના હોતી નથી. આહાહા.! નિર્ધનતા આવી પડી, ક્ષયનો રોગ આદિ આવી પડ્યો, આહા.! એ વેદના ધર્મીને નથી. એનો તે જ્ઞાતા છે અને જ્ઞાન ને આનંદનું વેદન કરનાર છે. આરે. આવી વાતું છે. આ દસ ધર્મ પૂરા થાય છે. કહે છે કે, એ દસ ધર્મના આનંદનું વેદન, આહાહા! એમાં) કોને હરખ ન આવે? એમ કહે છે. જે દસ ધર્મ, ત્રિલોકના મોટા ત્રણલોકના અધિપતિઓ પણ જેની–દસ ધર્મની સ્તુતિ કરે છે, આહાહા...! એ ધર્મ કોને હરખ ન આપે? એ ધર્મમાં કોને હરખ ન આવે? કહે છે. આહાહા. આવી વાતું હવે. આ તો ક્રિયા કરો ને વ્રત કરો ને અપવાસ કરો. એ તો આકુળતા છે. આહા.! એ આકુળતા રહિત નિરાકુળ પુરુષો વડે નિરાકુળતા વેદાય છે. આહાહા...! આવી વાતું અગમગમની વાતું, સાધારણ માણસને તો બિચારા બહારની વિકલ્પ જાળમાં ગુંચાઈ ગયા. આ કર્યું ને આને અનુકૂળ કર્યું ને આને માખણ ચોપડ્યું ને આને