________________
શ્લોક-૧૫૭
૪પપ અનુકૂળ થઈએ તો અમે બહાર આવીએ, પ્રસિદ્ધિ પમાય (એવી) આકુળતાની જાળમાં ગુંચાઈ ગયા. પણ નિરાકુળ ભગવાન આત્મા, તે વેદના એક જ છે. ધર્મીને બીજી વેદના હોતી નથી.
તિ-મી: :] તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય ?’ કેમ? “સ: તે ધર્મી–જ્ઞાની આત્મા “રવયં સતત નિરશ: સદનું જ્ઞાન સવા વિન્દતિ “તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. આહાહા...! જ્ઞાનનું શુદ્ધ પરિણમન થવું એ જ્ઞાનના વેદનમાં આવે છે. આહા.! રાગનું, પુણ્યનું, દયા, દાનનું પરિણમન થવું એ બધું દુઃખનું વેદન છે. આવી વાતું લોકોને આકરી પડે. શું થાય? એણે કરવું પડશે, ભાઈ! જન્મમરણના દુઃખ... આહાહા....! ચારે કોર ભમે છે ચક્કર આખું. ઓલું કુંભારનો ચાકડો ફરે એમ ચાર ગતિમાં ફરે છે. આ એક માણસ થાય ને વળી પાછો ઢોર થાય ને વળી નરકમાં જાય. આહાહા...! ધ તો આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપી તે હું એમ અનુભવ થયો છે. તેથી તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન એટલે આત્મા. આહા..!
ભાવાર્થ – ‘સુખદુ:ખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે.” ભારે આકરું કામ. ધર્મી એને કહીએ કે જેને આત્મા આનંદ સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ થયો. તેને તો એક આનંદનું જ વદન હોય છે, જ્ઞાનનું જ વદન હોય છે). આહાહા.! એક પોતાના જ્ઞાનમાત્ર સ્વરૂપનો-આત્માનો જ અનુભવ (છે). “તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી.” આહાહા! શરીરમાં રોગ, દરિદ્રતા (હોય), ક્ષય રોગ, સોળ રોગ પ્રગટ થાય, એને જ્ઞાની રોગ જાણતો નથી. એ તો જ્ઞાનીના જ્ઞાનમાં શેય તરીકે (જણાય છે). આહા...! આવો માર્ગ. લોકોને તો શું કરે? અત્યારે માણસને સાંભળવા મળે નહિ. બહારનું આ કરો, આ કરો, આ કરો. કરી ને મરો. આહા.... ભાઈએ નથી કહ્યું? “સોગાની'. કરવું ઇ મરવું (છે). રાગને કરવો, આ રાગ કરો, આવો કરો, આ કરો, રાગને કરો એ તો મરવું છે. ઝીણી વાત, ભાઈ! આહાહા...!
એને ઉગારવાનો પ્રભુનો રસ્તો નિરાકુળ આનંદમાં જાવું, જ્યાં નિરાકુળ ભગવાન બિરાજે છે. આહાહા.! તેના સમીપમાં જાવું અને જતાં જે પર્યાયમાં આનંદ આવે, એ એક જ વેદના જ્ઞાનીને છે. બીજી લાખ, કરોડ વેદના, પ્રતિકૂળતા, નિર્ધન હોય, ખાવા મળે નહિ એવી નિર્ધનતા આવી જાય તોય સમકિતી છે). એની વેદના અને નથી. આહા! અને ધર્મીને અબજોના મોટા રાજ મળે એની વેદના જ્ઞાનીને નથી. એ એના તરફના વેદનને તો દુઃખ જાણીને, ઝેર જાણીને છોડી દયે છે. છોડતો જાય છે. અંદર આત્માને આદરતો જાય છે. આહાહા...! માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકી... આહાહા.! આખા સિદ્ધાંતનો સાર છે આ. “જ્ઞાનને અનુભવે છે.”