________________
૪૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭
( શ્લોક-૧૫૭)
(શાર્દૂલવિક્રીડિત) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिनिं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्क सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५७।। હવે અરક્ષાભયનું કાવ્ય કહે છે -
શ્લોકાર્ધ - ચિત્ સત્ તત્ નાશ ન પૈતિ તિ વરસ્તુરિથતિઃ નિયત ચવત્તા ] જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. [ તત્ જ્ઞાન વિન સ્વયમેવ સત્ ] આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સસ્વરૂપ વસ્તુ) છે માટે નાશ પામતું નથી), [ તતઃ પરે: મરચ ત્રાત વિ૬ ] તેથી વળી પર વડે તેનું રક્ષણ શું ? [ અત: ઝચ વિખ્ય માત્રામાં ર મ ] આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી [ જ્ઞાનિન: તમી વુડ: ] માટે આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય ? [ સ: સ્વયં સતત નિરર્શાવ: જ્ઞાન સવા વિન્દતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થ- સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ૧૫૭.
શ્લોક-૧૫૭ ઉપર પ્રવચન
૧૫૭ આવ્યો ને? અરક્ષાભય. મારું કોઈ રક્ષણ હોય તો હું રહી શકું, એમ માનનારા (અજ્ઞાની છે). ગઢ, કિલ્લો હોય, પૈસો હોય, નોકર સારા હોય, મને રક્ષે તો હું રહી શકું, એવી પીડા, એવા ભાવ જ્ઞાનીને હોતા નથી. ત્રિકાળ રક્ષાસ્વરૂપ જ ભગવાન છે. એને હું રાખું તો રક્ષા થાય એવી એ ચીજ નથી. આહા...!