________________
૪૫૭
શ્લોક-૧૫૭
(શાર્દૂનવિક્રીડિત) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति
निं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शक सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५७।। આહાહા..! “યત્ સ’ ‘ય’ જે સત્ છે તે ‘ત નાશ ન પૈતિ ભગવાનઆત્મા ત્રિકાળી સત્ છે. આહા.! છે, સત્ છે તે નાશ થતું નથી. છે તેનો નાશ નથી. સત્ છે પ્રભુ. આહાહા.! અનંત ગુણથી બિરાજમાન પ્રભુ જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે...” નિશ્ચયપણે પ્રગટ છે. આહાહા...! બહારથી રક્ષા કરું તો મારો આત્મા રહે, સાધનો એવા બધા રાખું, આહાહા.! એમ ધર્મીને હોતું નથી. મારો ભગવાન તો સત્તાથી આરક્ષિત જ છે. પરથી રક્ષા કરે એવો છે જ નહિ. પરના મહેલ, મકાન, નોકરચાકર, પોલીસ, બંદુક એવા સાધનો હોય તો મારી રક્ષા થાય (એમ માનનાર) મૂઢ છે. આહા...! ભારે આકરું, દુનિયાથી (જુદી જાત છે).
એવી વસ્તુસ્થિતિ નિયતપણે...” નિશ્ચયપણે પ્રગટ છે. સત્ પ્રભુ શાશ્વત નિત્યાનંદ પ્રભુ સદા પ્રગટ છે. વસ્તુ છે ઈ વસ્તુ પ્રગટ જ છે. અનાદિ છે, અનંતકાળથી છે, એમ ને એમ છે. આહા.! [ તત્ જ્ઞાન વિન સ્વયમેવ સત્ ] “આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સત્વરૂપ વસ્તુ) છે.” જેમ કોઈપણ સત્ હોય એનો નાશ ન થાય એમ આત્મા પણ સત્ છે, કહે છે. આહાહા...! ભારે કામ, ભાઈ! વીતરાગ માર્ગ બહુ અલૌકિક છે, બાપુ! વીતરાગભાવથી તે વીતરાગપણું પ્રગટ થાય છે. આહાહા...! રાગની ક્રિયાથી તે વીતરાગપણું પ્રગટ થતું નથી, એમ કહે છે. આહાહા..! જ્ઞાન પણ સ્વયમેવ સસ્વરૂપ વસ્તુ છે. ચીજ નાશ પામતી નથી.
તિતઃ પરે: સચ ત્રાત વિ તેથી વળી પર વડે તેનું રક્ષણ શું ?” “ત્રાત' એટલે રક્ષણ. પોતે સત્ અવિનાશી ભગવાન છે તેને પર વડે રક્ષા છે શું? આહાહા! આવી વાતું. આઠ વર્ષની બાળિકા પણ સમ્યક્ પામે તો આ હોય છે, એમ કહે છે. સતુ ભગવાન વસ્તુ છે. આહાહા...! મારો આનંદ તો મારામાં છે. એ આનંદ સત્ છે છે કે દિ નાશ થાય? આહાહા.! “પરે: ત્રાત ”િ પર વડે તેનું રક્ષણ શું?’ આહાહા.! હું આત્મા દુર્ગ કિલ્લો છું. એને રક્ષણ શું? એમાં કોઈને પ્રવેશ નથી. આહાહા! જેમાં વિકલ્પનો પ્રવેશ નથી એવો ભગવાન દુર્ગ કિલ્લો, એની હું રક્ષા કરું તો રહે એવું નથી. આરે...! આવી વાતું. પજોસણમાં તો અપવાસ કરવા ને આ કરવા ને તે કરવા એવું હોય તો સમજાય તો ખરું. એ તો વિકલ્પ છે, બાપા! રાગ છે. એ અપવાસ-બપવાસ તપસ્યા નથી. તપસ્યા તો ચૈતન્યમૂર્તિને તપાવવો, અંદર પ્રગટ કરવો. જેમ સોનાને ગેરુ લાગવાથી સોનું ઓપે છે, એમ ભગવાન