________________
૪૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આનંદના નાથમાં એકાગ્ર થઈને આનંદની શોભા અંદર પ્રગટ થાય તેને અપવાસ ને તપ કહે છે. બાકી તો લાંઘણું છે. આહાહા...!
“પ: અચ ત્રાત વિ ભગવાનના રક્ષણ માટે બીજાના શરણની શું જરૂર? આહાહા..! આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી)...” જ્ઞાન એટલે આત્મા. “આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી.' આહાહા...! કિંચિત્ પણ તેની રક્ષા કરવી એવું છે નહિ. એ તો ત્રિકાળ રક્ષિત છે. જેની દૃષ્ટિમાં નિત્યાનંદ પ્રભુ આવ્યો અને હવે રક્ષા કોની કરું? કોની રક્ષાથી હું રહું? એ છે નહિ. આહાહા.! જરા પણ અરક્ષણ થઈ શકતું નથી... [ જ્ઞાનિનઃ તમી ગુરુતઃ ] “માટે (આવું જાણતા) જ્ઞાનીને..” જ્ઞાની એટલે ધર્મી, સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાનથી. એ આવી ગયું છે, નહિ? જ્ઞાની કોને કહેવા? અવિરતીથી બધાને જ્ઞાની કહેવા. ઓલા વળી એમ કહે કે, જ્ઞાની ન કહેવાય. નિર્વિકલ્પ ધ્યાન થાય એને જ્ઞાની કહેવાય. એટલે આ બહારની ક્રિયા કરે અને નિર્વિકલ્પ થાય. ધૂળેય નથી. આહાહા.! શું થાય? જ્ઞાની એટલે ધર્મીને આવું જાણતા એટલે અરક્ષણ થઈ શકતું નથી એવો હું છું. જરા પણ અરક્ષણ નથી. રક્ષણ હોય તો હું રહું એમ નથી. એનું અરક્ષણ થઈ શકતું નથી. આહા...!
તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો...” જે વસ્તુ અખંડ આનંદસ્વરૂપ ધ્રુવ (છે) એને જેણે પકડી છે અને અનુભવી છે તે) પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો...” પોતાપણામાં નિરંતર નિઃશંક વર્તતો થકો. સહજ આત્માને સદા વેદે છે. આહા.! સદા આત્માને અનુભવે છે, સદા અનુભવે છે. ગમે તેવા પ્રસંગમાં હોય તો એને તો આત્માનું જ વેદન મુખ્ય છે. રાગાદિ હો તેનું વેદન નથી પરમાત્માને. દષ્ટિની પ્રધાનતાથી કથન છે ને. વેદન છે પણ એ ભિન્ન છે. આનંદનું વેદન છે એ આત્માનું છે. જ્ઞાનીને રાગ આવે, એનું વેદન છે પણ
વેદન દુઃખરૂપ છે. જેટલો આત્માની સન્મુખ થઈને આનંદ પ્રગટ્યો એ સુખરૂપ છે અને જેટલો પરના લક્ષથી રાગ થાય તે દુઃખ છે. બેયનું વેદન છે. પણ અહીં તો એ વેદનને ગૌણ કરીને એ આત્માના આનંદ સ્વરૂપનું જ વેદન છે. આહાહા...! બહુ કામ આકરું.
તે તો નિરંતર નિઃશંક વર્તતો થકો... નિર્ભય વર્તતો થકો, સ્વાભાવિક આત્માને સદા અનુભવે છે. આહાહા...! “સદા' શબ્દ પડ્યો છે ને. દરેકમાં સદા છે, દરેકમાં. “સ્વયં સતત નિરર્શાવ: રહનું જ્ઞાનં સવા વિન્દતિ આહાહા..! કેમકે આત્મા જે સમ્યક દર્શન પામ્યો ત્યારે તેની પર્યાયમાં આનંદનું વેદના (આવ્યું). “નવા વિન્દતિ એને જ એ વેદે ને અનુભવે છે, એમ કહે છે. જેને ધ્રુવ ઉપર દૃષ્ટિ જાય એને પર્યાયમાં આનંદનું વેદન આવે. ત્યારે એની દૃષ્ટિ ધ્રુવ ઉપર છે એમ નિર્ણય થાય. આહાહા.! વસ્તુ છે, ભગવાન પૂર્ણાનંદનો નાથ, એના ઉપર દૃષ્ટિ ગઈ, પર્યાયે તેને સ્વીકાર્યો કે હું તો અખંડ આનંદસ્વરૂપ છું. એમ સ્વીકાર્યો એની પર્યાયમાં આનંદ આવે, એનો નમૂનો આવે. એ આનંદ આવે એ એનું ફળ છે. આનંદ