________________
શ્લોક-૧૫૬
એની જ્યાં દૃષ્ટિ પડી ત્યાં અને એનો જે અનુભવ થયો એના બળથી. આહાહા..! યદ્ અવતં જ્ઞાનં સ્વયં અનાî: સવા વેદ્યતે] ‘એક અચળ જ્ઞાન જ...’ આહાહા..! જ્ઞાન એટલે આત્મા. શુદ્ધ આત્મા, અચળ જ્ઞાન, કદી ચળે નહિ એવી ધ્રુવ ચીજ ભગવાન, નિત્યાનંદ પ્રભુ, આહાહા..! એવો અચળ આત્મા જ ‘સ્વયં નિરાકુળ...’ પ્રભુ પોતે તો નિરાકુળ આત્મા છે. આહાહા..! એમાં આકુળતાના વિકલ્પનો પ્રવેશ નથી. વસ્તુમાં આકુળતા છે જ નહિ. આહાહા..! આવી વાતું હવે. નિરાકુળ ભગવાનઆત્મા એનું જેને નિરાકુળપણાનું વેદન છે એ સ્વયં નિરાકુળ પુરુષો વડે...' આહાહા..! નિરાકુળ એવો ભગવાનઆત્મા અને જે પર્યાયમાં નિરાકુળવાળો પુરુષ-આત્મા છે એનાથી તે વેદાય છે. અરે..! આવું કામ છે, હોં! ભાઈ! આહાહા..!
૪૫૩
પાંચ ઇન્દ્રિયો અને તેના તરફનો વિકલ્પ, એનાથી ખસી, હટી અને અસ્તિ તત્ત્વ જે ભગવાન પૂર્ણાનંદની અસ્તિ–સત્તા, તેના અવલંબનમાં જે ગયો, આહાહા..! તેને એક જ જ્ઞાન જ સ્વયં નિરાકુળ છે તેને એ વેઠે છે. આવી વાત છે. આનું નામ ધર્મ છે. રાગાદિ અને પુણ્યાદિના પરિણામ એ કોઈ ધર્મ નથી, એ તો આકુળતા છે અને ભગવાનઆત્મા નિરાકુળ છે. એ નિરાકુળ સ્વરૂપ ભગવાન.. આહા..! આઠ વર્ષની બાળિકા પણ જો સમ્યગ્દર્શન પામે છે, આહા..! અરે..! તિર્યંચ, અઢી દ્વીપ બહાર અસંખ્ય તિર્યંચ ભગવાને કહ્યા છે. સિંહ ને વાઘ ને નાગ ને વાંદરા ને હાથી ને ઘોડા અસંખ્ય સમકિતી બહાર છે. આહાહા..! આવે છે પડિકમણામાં, સ્થાનકવાસીના ખામણામાં. અઢી દ્વિપ બહાર અસંખ્યાતા છે. આહા..! એ તિર્યંચના શરીર હોવા છતાં ભગવાન અંદર આત્માના આનંદને જાણ્યો છે અને અનુભવ્યો છે તેથી તે એને નિરાકુળતાનું નિરાકુળ પુરુષો દ્વારા નિરાકુળતાનું વેદન છે. જેને આકુળતાવિકલ્પની જાળુ વર્યાં કરે છે, આહા..! એ નિરાકુળ પુરુષ નહિ, નિરાકુળ પુરુષ નહિ એટલે પરિણતિમાં નિરાકુળ પુરુષ નહિ, એમ. વસ્તુ તો નિરાકુળ છે જ, પણ પર્યાયમાં જેને નિરાકુળતા પ્રગટી છે તે એને અનુભવે છે. પણ જેને બહારના ખદબદાટ, પુણ્ય અને પાપના વિકલ્પની જાળમાં ગુંચાઈ ગયો છે, આહા..! એ તો દુઃખને વેદે છે. એ દુઃખનું વેદન એ આત્માનું સ્વરૂપ નથી. આહાહા...!
શરીર અને સંયોગો લાખ, કરોડ પ્રતિકૂળ હો, રોગ હો, ક્ષય રોગ હો, આહા..! સોળ રોગ હો, સાતમી નરકના નારકીને તો સોળ રોગ પહેલેથી છે. આહા..! પણ જ્યારે એ અંતરમાં ગયા હોય ત્યારે, મિથ્યાદૃષ્ટિ જાય સાતમી (નકે), સમિતી ન જાય અને ત્યાં પછી સકિત પામે છે. સાતમી નરકનો નાકી. આહા..! એ નિરાકુળ આત્મા, એ નિરાકુળ પર્યાયથી વેદે છે. આહાહા..! સાતમી નક કોને કહેવી, બાપા! આહાહા..! જેની શીતની વેદના, એક શીતનું આટલું જરી પૂમડું અહીંયાં લાવે (તો) દસ હજાર જોજનના માણસો ઠંડીમાં મરી જાય. એવી ઠંડી છે ત્યાં. એવી ઠંડીમાં ઉત્પન્ન થયેલો પણ જ્યારે ભગવાન