________________
૪૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કામભોગ કાલે કહ્યા હતા ને? કામ એટલે સ્પર્શ અને રસેન્દ્રિય. અને ઘાણ, આંખ ને કાન એ ભોગ. એ પાંચ ઇન્દ્રિયોના વિષય તરફના વલણને છોડી અનીન્દ્રિય એવો જે ભગવાન આત્મા... આહાહા...! એની સન્મુખ થઈને એમાં રમણતા કરવી એનું નામ બ્રહ્મચર્ય છે. આહા...! આ તો શરીરથી બ્રહ્મચર્ય પાળે તો (માને કે, અમે બાળ બ્રહ્મચારી થઈ ગયા. એમ નથી અહીં તો કહે છે. બાળ બ્રહ્મ તો એ છે કે જેને આનંદની રમણતા બાળકમાંથી જેને પ્રગટ થઈ. આહાહા..! નાની ઉંમરમાંથી, દેહની નાની ઉંમર, આત્મા તો અનાદિઅનંત છે, એ આત્મા અનાકુળ આનંદનો નાથ, એની મીઠાશના વેદનમાં બાળપણથી જેને અંતરમાં રમણતા જાગી છે, એને અહીંયાં બાળ બ્રહ્મચારી કહે છે. સમજાય છે કાંઈ? આહાહા..!
કહે છે કે, એવો જે ધર્મ, આનંદ સ્વરૂપ ભગવાન દસ પ્રકારનો ધર્મ, એ આનંદની રમણતા (થવા) એ દસ પ્રકારનો ધર્મ છે. એને ત્રણ લોકના અધિપતિઓ જેને સ્તવે છે. એવા દસ પ્રકારના ધર્મમાં કોને હરખ ન થાય? આહાહા.! કોને એના આત્માના સ્વભાવમાં વલણ ન થાય. પરના વલણમાંથી કોણ ખસે નહિ? આવો જે ધર્મ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, આ દસ પ્રકારનો ધર્મ એ મુનિના ધર્મની વ્યાખ્યા છે પણ અંશે ચોથે અને પાંચમે પણ હોય છે. આ મુખ્ય દસ ધર્મ ચારિત્રના છે, એના આ ભેદ છે. નિર્વિકલ્પ શાંતિ. આહા...! વિકલ્પ વિનાનો ભગવાન નિર્વિકલ્પ ચીજ છે આત્મા, એની અંદરમાં નિર્વિકલ્પતાની રમણતા થવી, જેવું એ નિર્વિકલ્પ સ્વરૂપ છે એવી જ રમણતા–નિર્વિકલ્પતા પર્યાયમાં થવી. આહાહા...! આવી વાતું છે. એનું નામ ચારિત્રના દસ ધર્મ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એ બ્રહ્મચર્ય (થયું).
આપણે અહીં વેદનાનું આવ્યું છે ને? પૂરું થઈ ગયું છે? (શ્રોતા :- શરૂઆત જ થઈ છે). ઠીક! વેદનાનો ભય. આહાહા...! જેને આ શારીરીક સુખ-દુઃખની કલ્પના, એનું વેદન એ તો ઝેરનું વેદન છે. આહા. દુઃખનું વેદન છે. એ ધર્મીને કહે છે કે, જેને આત્મા શુદ્ધ ચૈતન્યઘન, એનો જેને આનંદનો સાગર-સત્તા, એવી જેની સત્તાનો સ્વીકાર દૃષ્ટિમાં થયો એને આ શારીરીક વેદનાનો ભય હોતો નથી કે આ રોગ થાશે તો શું થશે? ક્ષય થશે તો શું થશે? સમજાણું કાંઈ? કેમકે જ્ઞાનીને અંતરમાં આનંદ સ્વરૂપ પ્રભુ, એ જેને વેદવા લાયક અને વેદનારો હું, અને આનંદ વેચવા લાયક એ મારી વેદના છે. આરે...! આવી વાતું છે. આહા.! એ કહ્યું. | ‘અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી... અભેદ એટલે? આત્મા જ આનંદનો વેદનારો અને આનંદનું વેદન એનું. આહાહા.! અભેદ કીધું ને? ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ, એ પોતે અતીન્દ્રિય આનંદની પર્યાયને વેદે અને વેદવા લાયક એ અતીન્દ્રિય આનંદની પર્યાય. વેદનાર પણ આત્મા અને વેદવા લાયક એની આત્માની પર્યાય. આહા...! એવી વસ્તુસ્થિતિના બળથી). આહાહા.! શું કહે છે ઈ? આવી જે વસ્તુ જે ચૈતન્ય ભગવાન,