________________
શ્લોક-૧૫૬
૪૫૧
અને જેણે એનો સંગ છોડ્યો, મોહને ઉપશાંત ક૨ના૨ મોક્ષના અભિલાષી નિર્મળ બુદ્ધિવાળા મુનિ સદા બેન, દીકરી અને માતા સમાન જુઓ. એ જ ઉત્તમ બ્રહ્મચર્ય છે. આહા..!
બ્રહ્મ નામ આત્મા, આનંદ સ્વરૂપ પ્રભુ, એમાં ઠરવું, રમવું એનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળે એ તો એક એકલો શુભભાવ છે. પાંચે ઇન્દ્રિયના વિષયો તરફથી ખસી જઈ અને અનીન્દ્રિય એવો જે ભગવાનઆત્મા, આહાહા..! બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, શાંત સ્વરૂપ, વીતરાગમૂર્તિ પ્રભુ, એમાં ચરવું.. આહા..! એનું નામ બ્રહ્મચર્ય દસમો ધર્મ છે.
લોકમાં પુણ્યવાન પુરુષો રાગ ઉત્પન્ન કરીને નિરંતર સ્ત્રીઓના હ્રદયમાં નિવાસ કરે છે. શું કહે છે? પુણ્યવંત પ્રાણી છે એ સ્ત્રીઓના હ્રદયમાં નિવાસ કરે છે. એને (એના પ્રત્યે) પ્રેમ હોય છે. પુણ્યવાન પુરુષો પણ જે મુનિઓના હૃદયમાં તે સ્ત્રીઓ કદી અને કોઈ પ્રકારે પણ રહેતી નથી. આહાહા..! પુણ્યવંત પ્રાણીઓના શરીર આદિને લઈને અનુકૂળતા સ્ત્રીઓના હૃદયમાં હોય છે. પણ જેના હૃદયમાં સ્ત્રી નથી, આહા..! પાંચ ઇન્દ્રિયના વિષયો જેના હૃદયમાં નથી, આહાહા..! છે? તે પુણ્યવાન પુરુષો મુનિઓના ચરણોની પ્રતિદિન અતિ નમ્ર બનીને સ્તુતિ કરે છે. આહાહા..!
હવે આ દસ ધર્મ છે ને, એ બધા ચારિત્રના ભેદ છે. તેથી કહે છે કે, વૈરાગ્ય અને ત્યાગરૂપ બે લાકડાથી બનાવેલી સુંદર નિસરણી. આહા..! માથે જવું હોય તો સારી લાકડાની નિસરણી હોય ને? એમ મોક્ષ જવા માટે આ સુંદર નિસરણી છે. આહાહા..! જ્ઞાન અને વૈરાગ્ય. એટલે ભગવાનઆત્માનું જે જ્ઞાન, બ્રહ્મ આનંદ સ્વરૂપ હું છું એવું જે જ્ઞાન અને પુણ્ય-પાપના વિકલ્પનો વૈરાગ્ય, રક્તથી વિરક્ત, એ બે પ્રકારના લાકડાથી બંધાયેલી મોક્ષ માટે ચડવાની નિસરણી છે. આહાહા..! સમજાણું કાંઈ?
જે મહાન સ્થિર પગથિયાંવાળી હોઈને, એ દસ પ્રકા૨નો ધર્મ જ્ઞાન અને વૈરાગ્યવાળો, એ મહા દૃઢ પગથિયાંવાળી નિસરણી છે. આહા..! મોક્ષમહેલમાં જવા માટે ચડવાની અભિલાષા રાખનાર મુનિઓને માટે યોગ્ય છે. આહા..! ત્રણ લોકના અધિપતિઓ દ્વારા સ્તુયમાન–સ્તવનને લાયક દસ ધર્મોના વિષયમાં ક્યા પુરુષોને હર્ષ ન થાય? આહાહા..!
આ દસ પ્રકારનો જે ધર્મ, ઉત્તમ ક્ષમાથી માંડી બ્રહ્મચર્ય, એ કહે છે કે ત્રણ લોકના અધિપતિઓથી વંદ્ય છે. એ દસ પ્રકારનો ધર્મ ત્રણ લોકના અધિપતિઓથી સ્તુતિ કરવા લાયક છે. એ દસ ધર્મના વિષયમાં કચા પુરુષોને હર્ષ ન થાય? આહા..! અંતરમાં આનંદની ધારામાં કોને હરખ ન થાય? એમ કહે છે. દસ પ્રકારનો ધર્મ એટલે ચારિત્ર. સ્વરૂપનું ચારિત્ર, રમણતા, એ દસ પ્રકારનો ધર્મ છે. આહાહા..! આકરી વાતું, ભાઈ! દુનિયાને અત્યારે (આકરું લાગે).
એકલું શરીરથી બ્રહ્મચર્ય પાળે) એ કોઈ બ્રહ્મચર્ય નથી. પાંચે ઇન્દ્રિયોના વિષયોને.