________________
૪૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ નથી. આવી વાતું હવે. ક્યાં જાવું માણસને આમાં? બિચારા... આહાહા.!
અંદર પ્રભુ તું મહાપ્રભુ મહાત્મા છો, પરમાત્મા છો, વીતરાગ છો. એ તારી ચીજ છે. વીતરાગ સ્વરૂપની મૂર્તિ પ્રભુ ચૈતન્ય પ્રતિમા છે. એ વેદવાવાળો અને એની નિર્મળ જાત તે વેદવા યોગ્ય. પણ આત્મા વેદવાવાળો અને રાગ દવા યોગ્ય, વસ્તુમાં નથી. આત્મા વેદવાવાળો અને રાગ દવા યોગ્ય (એ) વસ્તુમાં નથી. આરે.! આવી વાતું. જે સાંભળેલું હોય એનાથી બીજી જાત. માથાકૂટ બધી. આહાહા..! ભાઈ! તેં સત્યને સાંભળ્યું નથી. આહા...! તત પ્રીતિ વિતેનું વાર્તાડપિ કુતાએ વાર્તા સાંભળી નથી, કહે છે અને જેણે આવી વાત પ્રેમથી, રુચિથી સાંભળી અને અલ્પ કાળમાં મોક્ષ થયા વિના રહેતો નથી. આહાહા...! છે ને, આવે છે ને ? આહાહા...!
દેવેદ્ય અને વેદક અભેદ જ હોય છે....” શું કહ્યું છે? અનુભવ કરનાર અને અનુભવવા યોગ્ય આત્મા જ છે. અનુભવ કરનાર આત્મા અને રાગ અનુભવ કરવા યોગ્ય એમ છે નહિ. એવો ભેદ છે નહિ. આર. આરે.! આવી વાત. હજી એકડાની ખબર ન મળે બિચારાને એમાં આવી વાતું. શું થાય? બાપુ! આ તો હજી ધર્મનો એકડો છે. આહાહા...! વેદ્ય નામ વેદાવા યોગ્ય અને વેદક કરનાર અભેદ જ હોય છે. એનો એ આત્મા વેદવાવાળો અને આત્મા વેદાવા યોગ્ય. આહાહા...! આનંદની દશા વેદવા યોગ્ય અને આત્મા વેદવાવાળો. પણ આત્મા વેદવાવાળો અને રાગ વેદવા યોગ્ય, (એવું) વસ્તુમાં નથી. સમજાણું? ઓહોહો...! સંતોએ ટૂંકા શબ્દોમાં સત્યને પ્રસિદ્ધ કર્યું છે, સત્યના ડંકા વગાડ્યા છે. આહાહા...! દિગંબર સંતો એટલે ચાલતા સિદ્ધ. આહાહા...! હેં? વેદ્ય-વેદક આત્મા છે. આત્મા આનંદનો વેદવાવાળો અને આનંદનું વેદન કરનાર આત્મા જ છે. આત્મા વેદવાવાળો અને રાગ વેદક છે, એમ છે નહિ. વસ્તુનું સ્વરૂપ એમ નથી. વિશેષ કહેશે..
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૩૦૩ શ્લોક-૧૫૬ થી ૧૫૮ બુધવાર, ભાદરવા સુદ ૧૪, તા. ૦૫-૦૯-૧૯૭૯
દસલક્ષણી ધર્મનો દસમો દિવસ છે). બ્રહ્મચર્યનો અધિકાર છે. આહા. જે તીવ્ર દુઃખોનો સમૂહરૂપ ધારાસહિત જેના પ્રવાહથી પ્રાણી માટીના પીંડલાની જેમ ચાર ગતિમાં ઘૂમે છે અને અનેક વિકારરૂપી ધર્મ કરનાર એવું આ સંસારરૂપી ચક્ર સ્ત્રીઓના આધારે શીઘ્રતાથી ફરે છે. આહાહા...! સ્પર્શેન્દ્રિય અખંડ આખા શરીરમાં છે. એના ભોગમાં સ્ત્રી છે તેથી તેને લીધું છે. આ સંસારચક્રના પરિભ્રમણમાં સ્ત્રીનો સંગ જ પરિભ્રમણનું કારણ છે. આહા...!