________________
૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ખરી ગયું છતાં તે અજ્ઞાનીને ખરી નથી ગયું. આહાહા...! આવી વાતું છે. એને નિર્જરવા છતાં, એમ શબ્દ છે ને? કારણ કે એ તો પર્યાય ગમે તેને હોય તો એક સમય આવીને નાશ જ થઈ જાય. ચાહે તો અભવી હોય કે ભવી હોય, ગમે તે હો. આહા...! પર્યાય એક સમયની વિકૃત આવી એ બીજે સમયે ક્યાંથી રહે? આહાહા...! શું શૈલી ! સંતોની શૈલી... આહાહા...!
એ નિર્જર્યો છતાં ખરેખર (નહિ) નિર્જ થકો, બંધ જ થાય છે; કેમ? રાગાદિ ભાવોના સદ્ભાવને કારણે. આહા.! એને ભગવાન આત્માનો પ્રેમ નથી. અનાકુળ આનંદનો સુખસાગરનું પાણી – જળ, સુખના સાગરનું જળ ભરેલો પ્રભુ ! આહાહા...! તેની નજરે નહિ હોવાથી વેદનમાં રાગ અને દ્વેષ કર્યા વિના રહેતો નથી. તેથી તે વેદન ખરી જવા છતાં નવો બંધ કરીને જાય છે માટે કહે છે કે, તે ખર્યો નથી. આહાહા...! આહાહા.! આવો માર્ગ છે.
પરંતુ...” હવે સમ્યગ્દષ્ટિ લ્ય છે. વેદન તો બેયને છે, કહે (છે). આહા...! પર્યાયમાં શાતા, અશાતાનું નિમિત્ત છે પણ એ તરફ લક્ષ ગયું એટલે શાતા-અશાતા કીધી. નહિ તો શાતા-અશાતા કંઈ સુખદુઃખ આપે)? શાતાઅશાતા તો સંયોગમાં નિમિત્ત છે પણ સ્વભાવિક દૃષ્ટિ નથી તેથી સંયોગ ઉપર એનું લક્ષ જાય છે. તેથી શાતા-અશાતા વેદનીયથી સુખદુઃખ થયું એમ કહીને એ સુખ-દુઃખને નિર્જર્યા છતાં અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં છે એથી નવો બંધ કરીને જાય છે એટલે નિર્જર્યો નથી. જ્ઞાનીને... આહાહા.પર્યાયમાં સુખ-દુઃખની આસક્તિની અપેક્ષાએ, હજી વીતરાગતા થઈ નથી... આહાહા...! એથી કહે છે, પર્યાયમાં આવે એટલું અસ્તિત્વ સિદ્ધ કર્યું. આહાહા...! છતાં તે પર્યાયમાં એવું આવવા છતાં સમ્યગ્દષ્ટિને રાગાદિભાવોના અભાવથી...” એને એ સુખદુઃખ પ્રત્યેનો પ્રેમ નથી. આનંદનો પ્રેમ છે અને આનંદની રુચિમાં એ વેદન ઉપરની બુદ્ધિ જ ઉઠી ગઈ છે. પરમાં સુખબુદ્ધિ છે એ બુદ્ધિ નાશ થઈ ગઈ છે અને સ્વમાં સુખ છે તે બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. આહા. આટલી બધી શરતું છે. તેથી સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી. એને રાગ છે જ નહિ. વેદન થયું છે પણ એના પ્રત્યે રાગ જ છે નહિ. આહાહા...!
દૃષ્ટિમાં ભગવાન વર્તે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ, જયવંત ચીજ. જયવંત ચીજ ત્રણે કાળે જયવંત વર્તે છે. આહાહા! એનો તો ત્રણે કાળે જય જ છે, કહે છે. આહાહા...! દૃષ્ટિ કરે એને. આહાહા...! “સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી તેનું વેદન આવવા છતાં તેના પ્રત્યેનો આદર નથી. આહાહા...! આદર તો અહીં ભગવાન ઉપર છે. સ્વીકાર નથી. આહાહા...! પ્રભુને જેણે સ્વીકાર્યો છે અને સુખ-દુઃખના વેદનનો સ્વીકાર જ નથી, કહે છે. આહાહા.! એથી એને “રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના” નવો બંધ થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી...” “કેવળ’ અને ‘જ છે. એમ કે થોડુંક પણ