________________
ગાથા૧૯૪
૨૯
પર્યાયમાં જરી વેદન આવ્યું એ તો ખરી જ જાય છે. એ વિકૃત અવસ્થા એક સમયની કંઈ બીજે સમયે રહેતી નથી. ખરી જવા છતાં અજ્ઞાનીને તે નિર્જોં નથી. કેમકે તેના પ્રત્યે રાગ હતો તે બંધનું કારણ થઈને ખર્યું છે. આહાહા..! આવી ઝીણી વાતું હવે. આજે બપોરનો દિવસ છે ને? સાંભળ્યું છે ને? ૨:૧૯ મિનિટે) પડવાનું છે, કહે છે. લોકો ચારે કોર ગભરાય ગયા. ક્યાં પડશે.. ક્યાં પડશે?
અહીં તો કહે છે કે, જે સમયે, જે ક્ષેત્રે અને તે કાળે અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં રાગ ઉપર છે એથી વેદનમાં સુખદુઃખ આવતાં છતાં ઓલા રાગને લઈને નિર્ધો, એ વેદન હતું એ ખરી ગયું છતાં તેને નિર્યો કહેવાતો નથી. આહા..! કેમકે નવું બંધન કરીને ખર્યું છે. આહાહા..! આવી વાત છે. આજે બે વાગે છે. સમાચાર તો આવશે. એ લોકો પાંચ, દસ મિનિટે કેટલું છેટે છે ને શું છે? જોતા તો હશે. આહા..! એને જોતા હશે ઇ, પણ મારો નાથ ભગવાન અંદર ચૈતન્યગોળો પડ્યો છે (એને) સાંભળ્યો નથી. આહાહા..! છતી જયવંત ચીજ તો એ છે. બપોરે તો કહ્યું હતું ને? આવશે બપોરે.
પર્યાયચક્ષુને બંધ કરીને. પ૨ને જોવાની વાત જ નહિ. આહા..! ૫૨ને જોવાનું બંધ કરીને એ તો પ્રશ્ન જ નહિ. આહાહા..! પ્રવચનસાર’ ૧૧૪ ગાથા. પર્યાયને જોવાનું બંધ કરીને. નાકી, તિર્યંચ, મનુષ્ય, દેવ ને સિદ્ધ. સિદ્ધપર્યાયને જોવાનું પણ બંધ કરી દઈને. આહાહા..! ઉઘડેલા જ્ઞાનથી. કારણે પાછુ જોવું છે તો પર્યાયથી અને પર્યાયની આંખ તો બંધ કરી દીધી, એમ કીધું. એ પર્યાયને જોવાની આંખ બંધ કરી પણ પોતાને જોવાની આંખ ખુલી ગઈ. આહાહા..! ઇ શબ્દ છે ને? કાલે ઘણું કહ્યું હતું. ઉઘડેલા દ્રવ્યને જોનારા ઉઘડેલા જ્ઞાન વડે. આહાહા..! પર્યાયને જોનારી આંખ્યું બંધ (કરી). પરને જોવાની વાતેય ન કરી, અરે.....! આહાહા..! કે, આના આવા શરીર છે ને આનું આવું છે ને આનું આવું આવું છે. આહા..! પોતાને બે પ્રકારે જોવામાં જે હતું એમાં એક પ્રકારનું જોવાનું પર્યાયનું બંધ કરી દઈ... આહાહા..! પર્યાયચક્ષુને બંધ કરી દઈ, ઉઘડેલા દ્રવ્યના જ્ઞાનથી, દ્રવ્યાર્થિંકનયથી જોવું છે એ શાન ઉઘડ્યું છે. અહીં બંધ થયું છે. આહાહા..! આ સિદ્ધાંત તો, જુઓ !
આહા..!
અંત૨માં જોતાં.. છે તો જોવાની પર્યાય, પણ પર્યાય પર્યાયને જોવે એ બંધ કરીને પર્યાય દ્રવ્યને જોવે છે. આહાહા..! એથી એને બધું જીવ ભાસે છે. પાંચ પર્યાયો નહિ, સિદ્ધ પર્યાય નહિ. આહાહા..! ત્યાં તેને બધું જીવ ભાસે છે. એમ અહીંયાં જીવને નહિ ભાસનારો પર્યાયદૃષ્ટિમાં રહેલો.... આહાહા..! એને સુખદુઃખનું, શાતાઅશાતાનું વેદન ઓળંગતુ નથી, એટલે કે થયા વિના રહેતું નથી. છતાં તે નિર્જરવા છતાં, થયા વિના રહેતું નથી એમ નિર્જમાં વિના રહેતું નથી. આહાહા..! તે સમય છે એ આવીને ખરી જાય છે. છતાં એની દૃષ્ટિમાં પ્રેમ, રાગની પર્યાયબુદ્ધિ પડી છે. આહા..! એ રાગની બુદ્ધિને કારણે વેદનમાં આવ્યું,