________________
૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
વડે જોતાં પાંચે પર્યાયો જોવામાં આવતી નથી. એક જીવ જ, બધું દ્રવ્ય જ દેખાય છે. અહીંયાં કહે છે કે, જ્ઞાનીને એવું દેખાય છે છતાં જરી શાતા, અશાતાના સંયોગના કાળમાં એનું લક્ષ જરી ત્યાં જાય છે એટલે જરી સુખ-દુઃખની કલ્પના વેદન જરી થાય છે, નિયમથી થાય છે એમ કહ્યું. બિલકુલ થતું નથી, એમ નહિ. આહાહા..! જેમ પરદ્રવ્યને તો બિલકુલ અડતું નથી એમ આ સુખ-દુ:ખની કલ્પના જ્ઞાનીને પર્યાયમાં બિલકુલ થતી જ નથી, એમ નહિ. પણ તે થાય છે તે.. આહા..! વેદાય છે. છે?
-
‘ત્યારે મિથ્યાદૃષ્ટિને,..’ રાગ ઉપર પ્રેમ હોવાથી ભગવાન અંદર આનંદનો ગોળો છૂટો છે તેનો તેને પ્રેમનો અભાવ હોવાથી. આહાહા..! રાગાદિભાવોના સદ્ભાવથી....’ અજ્ઞાનીને તો રાગ થયા વિના રહે જ નહિ, કહે છે. સુખ-દુ:ખની જે કલ્પના થઈ તેમાં પ્રેમ થયા વિના રહે જ નહિ. આહાહા..! કલ્પના તો બેયને થઈ, ‘ચંદુભાઈ’ ! બેયને થઈ છે. પણ મિથ્યાદૃષ્ટિ એટલે દ્રવ્ય સ્વભાવને નહિ જોના૨, પર્યાયને જ ભાળનાર, તેને રાગદ્વેષને કારણે તે પર્યાયમાં સુખદુઃખનું વેદન જે થયું તેના બંધનું નિમિત્ત થાય છે. એને રાગદ્વેષને કા૨ણે બંધનું નિમિત્ત થાય છે, એ ચીજ નહિ. વેદનમાં આવ્યું એમાં રાગ-દ્વેષને કા૨ણે એ બંધ(નું નિમિત્ત થયું). કારણ કે એ ચીજ જો બંધનું કારણ થાય તો સમિકતીને પણ થવું જોઈએ. સમજાણું કાંઈ? ‘સુમનભાઈ' આવું ઝીણું છે. સ્વરૂપનું જ્યાં, શુદ્ધ ચૈતન્ય પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એ દૃષ્ટિમાં આવ્યો નથી, છતી જયવંત ચીજ, છતી જયવંત ચીજ દૃષ્ટિમાં આવી નથી અને અછતા રાગાદિ ભાવ, એ દૃષ્ટિમાં આવતા રાગદ્વેષને કારણે બંધનું કારણ થાય છે. સમજાય છે કાંઈ? આહાહા..!
‘રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઈને...’ નિમિત્ત એટલે કારણ. (તે ભાવ) નિર્જરતાં છતાં..’ એટલે? કે, જે કંઈ સુખ-દુઃખની કલ્પના થઈ એ તો નાશ થશે જ. અજ્ઞાનીને પણ નાશ થશે અને જ્ઞાનીને પણ નાશ થશે. આહા..! કારણ કે ક્ષણિક એક સમયની પર્યાય છે એટલે નાશ તો થશે જ. જડને નહિ, હોં ! વેદનની પર્યાયનો. આહા..! બંધનું કારણ થઈ નિર્જરવા છતાં. એટલે કે એ રાગ(નું) જરી વેદન આવ્યું એ ખરી ગયું, ખરી ગયું છતાં ‘નહિ નિર્જ્યો થકો,... કેમકે ત્યાં રાગનો પ્રેમ છે, એણે ભગવાનને ભાળ્યા નથી. એટલે રાગનો પ્રેમ છૂટતો નથી. એ રાગના પ્રેમને લઈને એ વેદન છે એ ખરી ગયું છતાં તેને નિર્યું એમ ન કહેવાય, તેને બંધન થયું, કહે છે. આહાહા..! સમજાણું કાંઈ?
‘(ખરેખર) નહિ નિર્જ્યો થક.... આહાહા..! નિર્જરવા છતાં નહિ નિર્જ્યો થકો. આહાહા..! એ પર્યાયમાં આવે એ પર્યાય તો નાશ થશે જ. જેમ જડનો ઉદય આવે અને ખરી જશે એમ આ પણ ક્ષણિક વેદન આવીને ખરી જશે. છતાં રાગની એકતાબુદ્ધિને લઈને નિર્જર્વે છતાં તેને નિર્યો કહેવામાં આવતો નથી. આહાહા..! આવી વાતું. નિર્જરતાં છતાં ખરેખર નહિ નિર્દો થકો,... આહાહા..! બંધ જ થાય છે;... જ છે. અજ્ઞાનીને એ