________________
ગાથા ૧૪
૨૭
સચેત, અચેત દ્રવ્યોને ભોગવતાં જ્ઞાનીને દ્રવ્યકર્મની જડની નિર્જરા થાય છે, જડ દ્રવ્યની નિર્જરા), આ ભાવની (
નિર્જરા કહે છે). એ નિમિત્તથી કથન (છે). લોકો ભાળે એ અપેક્ષાએ. સવમો મિંઢિયેષ્ટિ સચેત, અચેતનો ભોગ એમ કીધું. અહીં એમ કહ્યું. આમ એક બાજુ કહે કે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે). એની પર્યાય અને પર્યાય વચ્ચે પણ અત્યંત અભાવ છે). કોઈની પર્યાય કોઈને અડે નહિ. એ તો ત્રીજી ગાથામાં આવી ગયું, ત્રીજી ગાથા. દરેક દ્રવ્ય પોતાના ગુણો અને પર્યાયના, પોતાના ધર્મ, તેને ચૂંબે, તેને સ્પર્શે, અડે પણ અન્ય દ્રવ્યના કોઈપણ પર્યાય, ગુણને બીજું દ્રવ્ય ચૂંબે નહિ, અડે નહિ, સ્પર્શે નહિ. અહીંયાં નિમિત્તથી કથન છે. લોકો જોવે છે ને એ અપેક્ષાએ.
પદ્રવ્ય ભોગવવામાં આવતાં...” એટલે કે પરદ્રવ્ય તરફ જરી લક્ષ જતાં તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ.” સમ્યગ્દષ્ટિને પણ, ધર્મીને પણ ચૈતન્યગૌળો ભિન્ન છે, રાગથી પણ ભિન્ન છે એવું ભાન હોવા છતાં ભાવરૂપી જરી વેદના નિયમથી થાય છે. આહાહા.! કર્મના ઉદય તરફના જરી વલણમાં સહેજ સુખ, દુઃખની કલ્પના, આસક્તિની અસ્થિરતાની થાય છે, નિયમથી થાય છે એમ કહે છે. આહાહા...! “ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા–એ બે પ્રકારને અતિક્રમતું નથી...” સુખ કાં દુઃખની કલ્પના બેમાંથી એક કલ્પના તો હોય છે, કહે છે. જ્ઞાનીને પણ. આહા...! “અર્થાતુ વેદન બે પ્રકારનું જ છે – શાતારૂપ અને અશાતારૂપ).” શાતા-અશાતા છે એ તો સંયોગનું નિમિત્ત છે. કંઈ સુખ, દુઃખની કલ્પનામાં એ નથી. એટલે એમાં મોહ નિમિત્ત છે. પણ અહીંયાં શાતા, અશાતા તરફનું લક્ષ છે એથી શાતા, અશાતાથી સુખ-દુઃખ વેદાય છે એમ કહેવામાં આવે છે. આહાહા.! સમજાણું? નહિતર શાતા, અશાતાનો ઉદય તો સંયોગ (છે), બસ ! સંયોગી ઉપાદાન સ્વતંત્ર છે પણ એમાં નિમિત્ત શાતા, અશાતાનું છે પણ ભોગવવામાં તો સુખ-દુઃખની કલ્પના એ કંઈ શાતા, અશાતાથી નથી. પણ તેના તરફ લક્ષ જાય છે એટલે એ જાતનું સુખ, દુઃખ-શાતા, અશાતાથી થયું એમ કહેવામાં આવે છે. આહાહા...!
એ આવી ગયું ને? આપણે બપોરે આવી ગયું. કાલે નહિ? પર્યાયદૃષ્ટિને બંધ કરીને પર્યાયને જોવાનું) સર્વથા બંધ કરીને પરને જોવાની વાત તો નહિ પણ પોતામાં જે પાંચ પર્યાય થાય – નારકી, મનુષ્ય, દેવ, તિર્યંચ અને સિદ્ધ, એ પાંચ પર્યાયને પણ જોવાની આંખ્યું બંધ કરીને. બંધ કરીને એટલે? “ઉઘડેલા દ્રવ્યાર્થિકનય વડે એમ ભાષા છે. પાછું જોવાનું તો રહે છે ને? જોવાનું તો પાછુ પર્યાય રહે છે. શું કીધું સમજાણું? પર્યાયને, બધી પર્યાયને જોવાનું બંધ કરી દઈ અને ઉઘડેલું જ્ઞાન એટલે કે જ્યારે પર્યાય તરફનું વલણ ગયું ત્યારે તેને દ્રવ્ય તરફનું ઉઘડેલું જ્ઞાન ઉઘડ્યું. કારણ કે જોવું છે તો જ્ઞાનથી ને? કંઈ દ્રવ્ય, દ્રવ્યથી જોવું છે, એમ તો છે નહિ. એથી ઉઘડેલા જ્ઞાન વડે. છે તો એ પર્યાય પણ પર્યાયની દૃષ્ટિ બંધ કરતાં એને સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ખીલે અને ઉઘડે. આહાહા.! એ ઉઘડેલા જ્ઞાન