________________
૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રભુ! તું પૂરો છો. આહાહા.! શું આવ્યું નહિ ઓલું? પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા આવ્યું નહોતું? પંડિતજીએ ગાયું. પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પર કી આશ કહાં કરે પ્રીતમ' વ્હાલા પ્રભુ! તું પરનો પ્રેમ ક્યાં કરે છો? કેમકે કઈ વાતે અધૂરા? પ્રીતમનો પ્રશ્ન કર્યો હતો ને? પુનમચંદે, વ્હાલા, વ્હાલા. આહાહા.! પર કી આશ કહાં કરે પ્રીતમ? તુમ કહાં અધૂરા?” કઈ વાતે પ્રભુ! તું અધૂરો છો? આહાહા.! એમાં વળી શરીર કાંઈક રૂપાળા મળે, આ પૈસા કાંઈક પાંચ-પચીસ લાખ થાય, છોકરા સારા થાય, સારા એટલે આ કર્મી, છોકરાની વહુ કાંઈક સારી આવે... થઈ રહ્યું, મરી ગયા. મરીને નિગોદમાં જાય, નરકે જાય. અર.૨.૨...! પ્રભુ! તારી પીડા તેં સાંભળી નથી, પ્રભુ! આહા! અને તારો આનંદ પણ તેં સાંભળ્યો નથી. તારામાં આનંદ ભર્યો છે. આહાહા...! ઠસોઠસ સુખના સાગરના પાણીથી ભરેલો ઠસોઠસ છો. આહા...! તારા આનંદને માટે અપૂર્ણતા, વિપરીતતા તો નથી પણ અપૂર્ણતા નથી, પ્રભુ આહાહા...! કઈ વાતે અધૂરો? શું પુરુષાર્થથી અધૂરો છો? પુરુષાર્થથી પૂરો છો. જ્ઞાનથી અધૂરો છો? આહાહા...! આનંદથી અધૂરો છો? શાંતિથી અધૂરો છો? સ્વચ્છતાથી અધૂરો છો? પ્રભુતાથી અધૂરો છો? આહાહા...! કઈ વાતે અધૂરા? પ્રભુ! તુમ સબ વાતે પૂરો. આહાહા...! એ રીતે જ્ઞાનીને જ્યાં જરી રાગ આવે. છે? ત્યાં સુખ-દુઃખ થાય.
નિયમથી જ ઉદય થાય...” જરી સુખ-દુઃખનું વેદન આવે. આહાહા...! કારણ કે વેદન શાતા અને અશાતા–એ બે પ્રકારોને અતિક્રમતું નથી...” અંદરમાં એ શાતા (એટલે) સુખની કલ્પના, દુઃખ શાતા-અશાતા તો સંયોગ આપે છે પણ સંયોગમાં અહીં સુખ-દુઃખની કલ્પના લેવી. આહાહા...! શાતા-અશાતા કંઈ સુખદુઃખ ઊપજાવતી નથી. એ તો સંયોગ છે. સંયોગમાં એનું લક્ષ જાય છે એટલે જરીક શાતા-અશાતા, સુખ-દુઃખની કલ્પના જ્ઞાનીને પણ થાય છે. થાય છે છતાં એ થઈ ભેગી ખરી જાય છે. આહા.! ભાવનિર્જરા થઈ જાય છે. આહા.! છે? કારણ કે વેદન શાતા અને અશાતા–એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છે–શાતારૂપ અને અશાતારૂપ)... આહાહા...! હવે એ કયારે વેદન થાય, એ (વિશેષ કહેશે)
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૨૭૧ ગાથા–૧૯૪, શ્લોક-૧૩૪ બુધવાર, અષાઢ વદ ૨, તા. ૧૧-૦૭-૧૯૭૯
‘સમયસાર ૧૯૪ ગાથા છે ને? એની ટીકા. પરદ્રવ્ય ભોગવવામાં આવતાં...” એક બાજુ એમ કહે કે પરદ્રવ્યને તો અડી શકાય નહિ, ભોગવાય નહિ અને અહીંયાં એમ કહે, પરદ્રવ્યને (ભોગવવામાં આવતાં). કારણ કે પહેલી ગાથામાં આવ્યું હતું કે, ઇન્દ્રિયથી