________________
ગાથા-૧૯૪
૨૫ ભાવાર્થ :- પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિજર છે તેથી તેને નિર્જ કહી શકાતો નથી; માટે મિથ્યાષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે. સમ્યગ્દષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જ કહી શકાય છે; માટે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે.
ગાથા–૧૯૪ ઉપર પ્રવચન
૧૯૪.
दब्बे उवभुजुंते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।।१९४।। વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે,
એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ૧૯૪. ટિીકા:- "પદ્રવ્ય ભોગવવામાં આવતાં,... પરદ્રવ્ય ભોગવવામાં આવતાં. પરદ્રવ્ય ભોગવી શકાતા નથી. છતાં લોકોની નજરું છે એ નજરથી વાત કરે છે. આહાહા...! લોકોની નજર એમ છે કે, આ ખાય. લ્યો આ ખાય છે ને? આપણે આ લાડવા ખાય, આ પત્તરવેલિયા ખાય છે. ચૂરમાના લાડવાના બટકા ભરે છે ને પત્તરવેલિયા ખાય છે, આ કેરીનો રસ પીવે છે, પૂરી ને રસ ખાય છે. અજ્ઞાની દુનિયા એ રીતે માને ને એ દૃષ્ટિથી વાત કરી છે. લોકો જોવે એ અપેક્ષાએ. આહાહા...!
“પદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે....” ઓ.હો.હો..! શું કહે છે? ધર્મીને પણ જારી રાગ અને દ્વેષનું વેદન આવી જાય છે. એ આવે છે એવું ખરી જાય છે. આવે, એક સમય થયું ત્યાં) ખરી જાય છે પણ પહેલાંમાં એ જડનિર્જરાની વાત હતી, આ ભાવનિર્જરાની વાત છે. આહાહા.! હવે અહીં બધે જવું ને અહીં પહોંચવું. બાયડી, છોકરાને સાચવવા, ધંધો કરવો કે આ કરવું? આહાહા.! ઈ તો કરી રહ્યો છે, ભાઈ! અનાદિકાળથી ઝેરના પ્યાલા પીધા છે. આહાહા..! અરે.. ભાઈ! આવો અવસર ક્યારે મળે? ભાઈ! એમાં વીતરાગનું સાચું તત્ત્વ, પરમસત્ય કાને પડે. આહાહા...! તું આ છો, તું રાગ નહિ, તું શરીર નહિ, તું કર્મ નહિ, તું અલ્પજ્ઞ નહિ. આહાહા..!