________________
૧૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કીધું? “જરતકુમાર... જરતકુમાર'! ભગવાને કહેલું કે આને હાથે મરશે, એટલે બિચારો બાર વર્ષથી જંગલમાં રહેતો હતો). આહાહા.! “શ્રીકૃષ્ણ' તો ... પ્રાણી, પગમાં મણિ, રતન ભરેલાં. આમ છેટેથી દેવું. પગ ઉપર ચડાવીને સૂતા. કોઈ હરણ છે એમ ધારીને તીર માર્યું. આહાહા...! તીર માર્યું ને ત્યાં લોહી જામ થઈને હજારો કીડીઓ ભેગી થઈ), આહા...! દેહ છૂટી ગયો. હજી દેહ છૂટ્યા પહેલા કરતકુમાર આવ્યા કે, અરે..! કોણ છે આ તે? આહાહા...! ભાઈ! તમે બાર વર્ષથી જંગલમાં રહો છો). મારે હાથે આ સ્થિતિ! પ્રભુ! મેં ગજબ કર્યો, કાળ કર્યો. આહાહા...! મારે હવે ક્યાં જાવું? શ્રીકૃષ્ણ” કહે છે, ભાઈ! એ કૌસ્તુભમણિ અબજો રૂપિયાની કિંમતનું વાસુદેવની આંગળીમાં હોય છે. કૌસ્તુભમણિ. આ લઈ જા, પાંડવ પાસે જા ને તને રાખશે કે, આ મારું ચિહ્ન છે. ત્રણ ખંડમાં કોસ્તુભમણિ કોઈ પાસે નથી એટલે આ એંધાણ લઈને જા. ભાઈ! તને રાખશે. આહાહા...! એ જ્યાં ત્યાંથી છૂટે છે ત્યાં દેહ છૂટી જવાનો. કૌસંબી વનમાં “કૃષ્ણ' એકલા. આહાહા...! કોઈ ત્યાં શરણ નહિ. આહા.! એ અપદમાં શરણ ક્યાં છે? પ્રભુ! આહાહા.! એની સંભાળ કરવા તું જા છો. દેહની ને વાણીની. બાહ્ય પદાર્થની. આહા...! એ અપદ છે ને, પ્રભુ! એ તારું રહેવાનું સ્થાન નહિ. આહાહા...! તારું બેસવાનું એ સ્થાન નથી, પ્રભુ! આહાહા...! તારું બેસવાનું સ્થાન અંદર અવિનાશી ભગવાન છે. આહાહા..!
વિવુધ્ધધ્વમ્ “એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાસ્વભાવ સૂચિત થાય છે). કરુણા... કરુણા. કરુણા. સંતોની પણ કરુણા! અરે..રે...! પ્રભુ! હું મનુષ્ય છું ને હું દેવ છું ને હું પૈસાવાળો છું ને હું રાજા છું ને હું જમીનદાર છું ને હું શેઠ છું. અરે...! પ્રભુ! આ શું કરે છે? આહાહા...! પ્રભુ એ ચીજ તો નાશવાન છે. એ તારું અપદ છે,
ત્યાં તારું રહેવાનું સ્થાન નથી, એ બેઠકનું સ્થાન નહિ, પ્રભુ! આહાહા.! દારૂ પીને જેમ કોઈ માણસોએ વિષ્ટા કરી હોય અને ત્યાં જાય, આહાહા.! બીજો માણસ આવ્યો ને કહ્યું, અરે..! રાજા તમે? દારૂ પીધેલો. માણસની વિષ્ટા હતી ત્યાં સૂતો. આહાહા.! ભાઈ! આ શું? તમારું સ્થાન તો રાજમાં સોનાના સિંહાસન છે અને આ શું? પણ દારૂના પીધેલા. એમ મોહના પીધેલા અજ્ઞાની. આહાહા.! પોતાનો આનંદકંદ પ્રભુ, સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ, તેમાં નહિ જઈને આ અપદમાં તારું સ્થાન (માનીને) સંતોષાઈને પડ્યો છો, પ્રભુ! આહાહા.!
“ત: ત ત’ “આ તરફ આવો–આ તરફ આવો...... આહાહા.! છે? એ બે વાર કહ્યું. અપદ, અપદ બે વાર કહ્યું. આહાહા.! અહીંયાં આવો, અહીંયાં આવો. પ્રભુ અહીંયાં અંદર આત્મા આનંદનો નાથ, પ્રભુ! આહાહા.! શુદ્ધ પરમાત્મસ્વરૂપ, એ રાગથી રહિત પ્રભુ તારું સ્થાન અહીંયાં છે ત્યાં આવો, ત્યાં આવો. આહાહા...! છે? “આ તરફ આવો– આ તરફ આવો, જ્યાં પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યપણે બિરાજમાન છે. આહાહા...! અતીન્દ્રિય ચૈતન્ય ચમત્કારિક શક્તિઓનો સાગર પડ્યો છે. પ્રભુ! ત્યાં આવને, આવને. બે વાર કહ્યું.