________________
શ્લોક-૧૩૮
૧૪૧ એ. આવ, આવ. આવો.. આવો. આહાહા.! છે? (અહીં નિવાસ કરો.” અહીંયાં નિવાસ કરો. વાસ ઉપરાંત નિવાસ. આહાહા...! નિવાસ કરો. ત્યાં રહો કે જેમાંથી નીકળવું ન પડે એ રીતે નિવાસ કરો, એમ કહે છે. વાસ, નિવાસ. વસવું અને આ તો નિવાસ. વિશેષ અંદર ભગવાન ચૈતન્યમૂર્તિ પ્રભુ છે ને ત્યાં આવને, ત્યાં આવને અંદર. આહાહા...! સંતો દિગંબર મુનિ, ‘અમૃતચંદ્રાચાર્ય. આહાહા...! એ વખતે ચાલતા સિદ્ધ! હજાર વર્ષ પહેલાં દિગંબર સંત એવા “અમૃતચંદ્રાચાર્ય. એની આ ટીકા. અત્યારે ભરતક્ષેત્રમાં બીજે ક્યાંય નથી. આહાહા. આવી ટીકા! એક એક શબ્દમાં કેટલું ભર્યું છે. આહાહા.! સમજાણું? આ તો ટીકા ઉપરાંત કળશ બનાવ્યો છે.
અહીંયાં આવો, (નિવાસ કરો).” આહા.! “પમ્ તમ્ રૂદ્ર “તમારું પદ આ છે– આ છે.” આહાહા...! ત્રણ વાત કહી. એક તો “અપદ, અપદ બે વાર કહ્યું. અહીં આવો, આવો, બે વાર (કહ્યું, અને તમારું પદ આ છે, આ છે. એ બે વાર (કહ્યું. છે? “પૂતમ્ રૂમ્ રૂદ્ર' “પરમ્ રૂમ્ રૂર'. આહાહા.! બહુ સરસ કળશ આવ્યો છે. ભગવાન અંદર છે ને, બાપુ! આહા! ચૈતન્ય ચમત્કારિક ચીજ અંદર પ્રભુ ભગવત્ સ્વરૂપ છે ત્યાં આવો, ત્યાં આવો. આહાહા.! એ (બાહ્ય ચીજો) અપદ છે, અપદ છે. શરીર, વાણી, લક્ષ્મી, આબરુ, કીર્તિ એ બધું અપદ છે, અપદ છે. બે વાર. અહીં આવો, આવો. બે વાર. તમારું પદ આ છે, આ છે. બે વાર. પ્રભુ! તારું પદ તો અંદર આનંદ અવિનાશી પદ છે ને! આહાહા...!
જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ...” એ બે વાર, શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ. શુદ્ધ દ્રવ્ય અને પર્યાયે શુદ્ધ છે. આહાહા...! દ્રવ્ય અને ગુણે એ શુદ્ધ છે. આહાહા...! શુદ્ધ શુદ્ધ. પર્યાય લઈએ તો કારણ શુદ્ધપર્યાય. બાકી ગુણ અને દ્રવ્ય. દ્રવ્ય શુદ્ધ અને ગુણે શુદ્ધ છે. એ ચૈતન્યધાતુ છે ને, પ્રભુ! જેણે ચૈતન્યપણું ધારી રાખ્યું છે ને! એણે રાગ અને પુણ્ય ધારી નથી રાખ્યા. ભગવાન અંદર ચૈતન્યધાતુ, એણે ચૈતન્યપણે ધારી રાખ્યું છે. આહાહા.! એણે અતીન્દ્રિય આનંદને ધારી રાખ્યો છે, પ્રભુ! આહાહા.! એ શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ.
વ-૨૨-મરતઃ “નિજ રસની.” “મરતઃ' નામ “અતિશયતાને લીધે.’ આહાહા.! જેના રસમાં એટલો રસ છે, અતિશય, આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, સ્વચ્છતારસ, પ્રભુતારસ એવા અનંત ગુણના રસ. આહાહા.! નિજરસની અતિશયતા. “મરત:' છે ને? વિશેષતા. એવો નિજરસ ભર્યો છે કે એના જેવો ક્યાંય નથી. આનંદરસ જેમાં પ્રભુ આત્મામાં છે. આહાહા...! અતીન્દ્રિય ચૈતન્યધાતુ જેની છે. ધાતુ નામ ધારણ કર્યું છે. એણે તો ચૈતન્યપણું જ ધારણ કર્યું છે. રાગ અને પુણ્ય એણે ધારણ નથી કર્યા. આહાહા...! (અહીં સુધી) જાવું. કહો, પંકજભાઈ'! આ ઝવેરાતના ધંધામાંથી નીકળવું અને આ બધું. આહાહા...! બહુ પેદા થાય પછી આપણે લાખ-બે લાખ દાનમાં આપશું. પણ એમાં... એ પણ શુભભાવ છે. એ પણ અપદ છે. આહાહા...! એવી વાત છે, પ્રભુ! આહાહા.!