________________
૧૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ મુમુક્ષુ :- દુનિયાને, સંસારને સળગાવી દીધો.
ઉત્તર :- સંસાર આખી ચીજ જ દુઃખમયી છે. શરીર, વાણી, કર્મ, પૈસા, આબરુ, કીર્તિ બધા દુઃખના નિમિત્ત છે તો દુઃખમયી કહેવામાં આવે છે. આહાહા...! આમ પાંચ-પચીસ લાખ મહિને મહિને પેદા થાય. આહાહા...! મગજ – પ્યાલા ફાટી જાય. ભાઈ! તું પાગલ થઈ ગયો છો. જે તારી ચીજ નથી ત્યાં દારૂ પીને જેમ વિષ્ટાના સ્થાનમાં બેસે, એમ પ્રભુ તેં મિથ્યાત્વનો મોટો દારૂ પીધો છે. આહાહા...! કે જે સ્થાન તારું પદ નહિ ત્યાં તું સૂતો છો. આહાહા...!
શુદ્ધ ચૈતન્યધાતુ “સ્વ-ર-મરત: સ્વરસથી ભર્યો પડ્યો છે. સ્વરસની વિશેષતાથી, અતિશયતાથી ભર્યો પડ્યો છે. આહાહા.! અરે..રે. એવી વાત સાંભળવા મળે નહિ. હૈ? એણે ક્યાં જાવું? આહા...! અને આ તો આત્માના હિતની વાત છે, પ્રભુ! સમજાણું? એ પંચ મહાવ્રતના પરિણામ ને એમાં રહેવું એ બધા અપદ છે, એમ કહે છે. આહાહા.! તારું પદ તો શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ અંદર બિરાજમાન છે, ભગવાન. આહાહા...! કર્મના નિમિત્તે રાગ થાય તેનાથી પણ તારી ચીજ ભિન્ન છે. આહાહા.! તારી ચીજને રાગની લાળ ચોંટતી નથી, અડતી નથી. દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ પ્રભુ! તારી ચીજને અડતા નથી. એવી તારી ચીજ અંદર નિર્લેપ પડી છે. આહાહા...! આનંદનો સાગર ઉછળે છે, ત્યાં જાને નાથ! ત્યાં આવને પ્રભુ! આહાહા...! આ મુનિઓની કરુણા તો જુઓ! હેં? આહાહા...!
સ્વ-રસ-મરત: નિજ શક્તિના રસના આનંદાદિ અનેક ગુણ. અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, શાંતિનો આનંદ, શાંતિ એટલે ચારિત્રનો (આનંદ), એવા અનંત ગુણનો આનંદ, એવા રસથી ભરેલો પડ્યો છે ને પ્રભુ અંદર. આહાહા..!
સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે.” શું કહે છે? જ્યારે આ વસ્તુ – શરીરરાગ નાશવાન છે ત્યારે આ સ્થાયીભાવ (છે). સ્થિર ભાવ અંદર પડ્યો છે, સ્થાયી રહેનાર છે, કાયમ રહેનાર છે. આહાહા...! ક્યાં કરોડોપતિઓ, શેઠિયાઓ, મા-બાપ એના અરે. મરીને ક્યાં પડ્યા હોય? લીલોતરીમાં, કંદમૂળમાં, લસણકંદમાં પડ્યા હોય, બાપુ! આહાહા.! અહીં બધા કુટુંબ-કબીલા ને પાંચ-પચીસ લાખના મકાન હોય ને મોજ માણતા હોય. જાણે, ઓહોહો...! એમાં દીકરાના લગન હોય ને એમાં બે-પાંચ લાખ ખર્ચવા હોય ને... આહાહા.! ફળ્યાફૂલ્યા જુઓ એ સંસારમાં! એની મા પણ રાગણમાં કરતા કરતા કંઠ બેસી જાય. બીજા કહે કે, બા! પણ થોડું બોલો ને! આહાહા.! રાગના રસિયાના રાગ, કંઠ બેસી જાય તોપણ રાડ્યું પાડ્યા કરે. મૂર્ણ આહાહા.! પ્રભુ! તારો રસ તો અહીંયાં સ્થાયીભાવ આ છે ને! આ તો બધા અસ્થાયી છે. આહાહા.! શ્લોક બહુ સારો આવી ગયો છે. “નિર્જરા અધિકાર’ વાંચતા હતા ને? આહાહા.!