________________
શ્લોક-૧૩૮
૧૪૩ સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત સ્થિર છે. ભગવાન અંદર સ્થાયીભાવ, સ્થાયી અવિનાશી ધ્રુવ. ધ્રુવધામ પ્રભુ તારું પદ છે. આહાહા.! એ પદમાં આવી જા. અપદથી છૂટી જા. આહાહા.! જન્મ-મરણ રહિત થવું હોય તો અપદથી છૂટીને પદમાં આવી જા. આહાહા...! ભગવાન તારી ચૈતન્યધાતુ નિજરસથી અંદર ભરી પડી છે. આનંદનો રસ! આહાહા...! જેમ પૂરણપોળી હોય છે ને? પૂરણપોળી નહિ? આમ ઘીમાં નાખે. રસબોળ, રબોળ (ઘી) ટપકે. એમ ભગવાન આનંદના રસથી અંદર ભર્યો પડ્યો છે. અંદર રસ ટપકે છે. જો તારી નજર કર તો એમાં રસ ટપકે છે. આહાહા.! અરે.રે..! આવું તારું તત્ત્વ, પ્રભુ એ ભૂલીને ક્યાં તું પડ્યા છો? ક્યાં તારી દૃષ્ટિ પડી છે? આહાહા! સ્થાયીભાવને પ્રાપ્ત નામ સ્થિર, અવિનાશી છે. આહાહા...! | ‘અહીં “શુદ્ધ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે) દ્રવ્ય શુદ્ધ છે અને ભાવ પણ શુદ્ધ છે. આહાહા.! ભાવવાન દ્રવ્ય તો શુદ્ધ છે પણ ભાવવાનનો
ભાવેય શુદ્ધ છે. આહાહા...! આ ભાવ પુણ્ય-પાપના ભાવ નહિ. એ તો અશુદ્ધ, મેલ ને દુઃખ છે. આહાહા.! ભાવવાન ભગવાન, તેનો ભાવ શુદ્ધ આનંદાદિ ભાવ એ તારો છે. એ સ્થાયીભાવને પ્રાપ્ત છે, સ્થિરભાવ છે. અનાદિ અનંત અનંત એ તો સ્થિરરૂપ છે. જેમાં હલચલ છે નહિ. આહાહા...! પ્રભુ! એવું તારું ધ્રુવધામ પડ્યું છે ને! આહાહા...! એ તારી નગરીમાં આવ. આ પરની નગરીને છોડ, પ્રભુ આહાહા.! અમારું નગર છે, અમારું ગામ છે. આહા...!
“સમસ્ત અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે ” દ્રવ્ય અને ભાવનો ખુલાસો કરે છે. સમસ્ત અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી) પોતાના ભાવોથી. જુઓ! પુણ્ય-પાપના ભાવ પર્યાયમાં થાય છે, પોતાના ભાવથી પણ ભિન્ન છે, એમ કહે છે. આહાહા...! અરે! કોઈ વાંચન નહિ, શ્રવણ નહિ, મનન નહિ અને એમ ને એમ ધંધામાં ને બાયડી, છોકરા, કુટુંબમાં મશગુલ, મશગુલ મસ્ત, પાગલ જેવા દેખે. આહાહા...! પ્રભુ! તું ક્યાં છો? ક્યાં જા છો તું? તને ખબર નથી. આહાહા...! એ વેશ્યાને ઘરે જા તો વ્યભિચારી થાય છે. એમ રાગ ને પરને પોતાના) માને છે તો તું વ્યભિચારી થાય છે, પ્રભુ! આહાહા.! જે ચીજ તારી નહિ તેને પોતાની માનવી એ વ્યભિચાર છે. આહાહા.! જેઠાલાલભાઈ ! આવી વાત છે, પ્રભુ આહાહા.! આહા!! “ભાવે શુદ્ધ છે).'
ભાવાર્થ – દૃષ્ટાંત આપે છે. જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને..” જોયું? દારૂ પીને. આહા. અમે તો જોયું છે, “રાજકોટમાં જંગલ બહાર જતા હતા તો એક (માણસ) દારૂ પીને નીકળતો. રાજકોટની બહાર મોટું દારૂનું પીઠું છે. એ બાજુ અમે જંગલ, દિશાએ જતા. એક દારૂ પીને નીકળ્યો હતો. આમ ગાંડા જેવો, પાગલ. અરે...! કીધું. આહાહા.! માણસ ઠીક હતો આમ પણ દારૂ પીધેલો એટલે કાંઈ ભાન ન મળે. આહાહા...! “રાજકોટમાં