________________
૧૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગામ બહાર... આહાહા...! એમ આ તો શહેરદીઠ, ગામદીઠ દારૂ પીધેલા છે, કહે છે. અને એ મિથ્યાત્વના દારૂ પીધેલા મદમાં આવેલા, અમે લક્ષ્મીવાળા છીએ, અમે શેઠ છીએ, અમે રાજા છીએ. આહાહા...! સ્ત્રી કહે, અમે રાણી છીએ, પટરાણી છીએ. આહા..! શેઠાણી છું. અરે.! પ્રભુ! શું કરે છે તું આ? આહાહા. એ ક્યાં તારી ચીજ છે કે તને અભિમાન થયા? આહાહા...!
મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય....' મલિન સ્થાન હોય ત્યાં સૂતો હોય). તેને કોઈ આવીને જગાડે–સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી;.” સોને કા સ્થાન એટલે સોનાનું નહિ. સોને કા એટલે સૂવાનું સ્થાન. તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણ. લ્યો, ઠીક ! “તારી ગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે...... આહાહા...! સોનાના મકાન છે. બૌદ્ધમાં અત્યારે છે. બૌદ્ધમાં સોનાના મંદિર
છે). અબજોપતિ વસ્તી મોટી છે અને પૈસાવાળા ઘણા છે. સોનાના મંદિર. અત્યારે હજી કળિકાળમાં. આહાહા...!
મુમુક્ષુ :- દિવાલો પણ....
ઉત્તર :- હા. એમાં શું પણ છે? સોનાના શું રતનના આવી જાય. એવા કોઈ પુણ્યનો યોગ હોય તો અબજો રતન જમીનમાંથી નીકળે. એમાં શું? એ ચીજ શું છે? આહા...! આ રતન ચૈતન્ય અંદરમાં ભર્યા છે. આહાહા...! એકવાર રાગથી ભેદજ્ઞાન કરી રતનને સંભાળ. આહાહા...! પરથી તો ઠીક પણ રાગથી ભિન્ન કર, પ્રભુ આહાહા... પહેલી સમ્યગ્દર્શનની વાત છે. પછી ચારિત્ર તો ક્યાં હતું? એ તો કોઈક બીજી વાત છે. આહાહા...!
અહીંયાં તો આત્મા આનંદસ્વરૂપ પ્રભુ, ચૈતન્ય (ધાતુથી બનેલો છે. “શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે...” આ બહારનો દાખલો. “અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે;” આહા...! ક્યાં? ઓલો મદ્ય પીને વિષ્ટામાં સૂતો છે ને એને કંઈ ભાનેય નથી કે આ વિઝામાં સૂતો છું). પ્રભુ! તું અહીંયાં ક્યાં સૂતો છો? તારા બંગલામાં મજબૂત સ્થાન પડ્યું છે ને સોનાનું સિંહાસન છે ને ત્યાં આવી જા. એ લૌકિક વાત, દૃષ્ટાંત (કલ્પો). આહા...! “અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંતિ થા.... ત્યાં શયન કરો.
‘તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને...” રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, તેના ફળ લક્ષ્મી, આબરુ, કીર્તિ ધૂળ. આહા! તેને “ભલા જાણી,... આહા.! અમે લક્ષ્મીવાન છીએ, આબરુવાન છીએ, અમારી મોટી આબરુ છે. આહા.! અમારા છોકરાને મોટા મોટા કરોડપતિઓની આવે છે. પણ શું છે પ્રભુ આ તને? આ પાગલપણું શું થયું તને? શું થયું? આહાહા.! એ નાશવાન સળગશે તે દિ બાપુ ચાલ્યો જાઈશ, બાપા! આહાહા...! એ નાશવાનનો કાળ આવશે. નાશવાન તો અત્યારે પણ છે પણ છૂટું પડવાનું ટાણું આવશે તો, આહાહા.!