________________
શ્લોક-૧૩૮
એ બધા બંગલા ને બાયડી, છોકરા રોતા રહેશે (અને તું) ચાલ્યો જઈશ. આહાહા..!
બાળક જન્મે ત્યારે પહેલી આંખ ન ઉઘાડે. જોયું છે? સવા નવ મહિના પેટમાં રહ્યો. આમ આંખ બંધ હોય. બહાર જન્મે ત્યારે પહેલું મોઢું ઉઘાડે. મોઢું ઉઘાડીને પહેલું ઉં... કરે. આંખ્યું બંધ રાખે. સમજાણું? એમ કહે છે કે, અહીંયાં સ્વને જોવાની આંખ્યું બંધ કરીને રોવે છે, બસ! આ મારું છે, આ મારું છે, આ મારું છે. બાળપણથી રોતો આવ્યો પછી પણ તું તો રોવે છે. આહાહા..! એકવાર છાપામાં એવું આવ્યું હતું કે, જન્મે ત્યારે એને એની મા હજી જોવે કે આ દીકરી છે કે દીકરો, ત્યાં મોઢું ફાડીને ઉં... કરે. આંખ ન ઉઘાડે. આ બધાને થયેલું છે, હોં! એ વખતે. એમ આ અનાદિથી અજ્ઞાની, પ્રભુને જોવાની આંખ્યું બંધ કરીને આ માા, આ મારા એમ રોયા કરે છે, રૂદન કરે છે. આહાહા..!
અહીંયાં આવી જા, પ્રભુ! આહાહા..! ‘રાગાદિને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી...' ચાહે તો શુભ રાગ હો. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ અસ્થાન છે. આહાહા..! તેમાં જ નિશ્ચિંત સૂતા છે.' તેમને જ પોતાનો સ્વભાવ માની નિશ્ચિંત થઈને સૂતા છે. સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે—જગાડે છે–સાવધાન કરે છે...’ ત્રણ અર્થ લીધા. સંબોધિત કરે છે, જગાડે છે, સાવધાન કરે છે. હે અંધ પ્રાણીઓ!’ આહાહા..! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી;..' આહાહા..! રાગ, દયા, દાનના રાગથી માંડી બધી ચીજ અપદ છે, નાશવાન છે, તારી ચીજ નહિ. આહાહા..!
તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે...’ આહાહા..! તારું સ્થાન, સ્વભાવ અંદર શુદ્ધ ચૈતન્યધાતુ, શુદ્ધ ચૈતન્યધાતુ. શુદ્ધ ચૈતન્ય જેમાં ધારી રાખ્યો છે એ તારું પદ અંદર છે. આહાહા..! બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું.’ આ ભેળસેળ કરે છે ને? આહાહા..! મરી, મરી તીખા મરી હોય છે ને? મરીમાં પોપૈયાના બી, પોપૈયાના બી મરી જેવા હોય ઇ અંદર નાખે. ભેળસેળ, ભેળસેળ કરે. આ તો મેં દૃષ્ટાંત આપ્યું. એવું બધામાં (થાય છે). મરચાની ઉપર ઓલું ભરે અને અંદર બીયા ભરે. ચોખામાં કણકી ભરે. ચોખામાં બહુ કણકી હોય, કણકી સમજાણું! ઝીણો ભૂકો. બીજાને આપવું હોય તો શેઠ એવો હોય. દુકાનો ભરી હોય, બંબી હોય બંબી, બંબી સમજાણું? ચોખા કાઢવાનું. આમ ન મારે. આમ મારે તો ચોખા અને કણકી બે નીકળે. આમ મારે. આ બધું (જોયું છે ને). એટલે આખા આખા ચોખા નીકળે. અંદર કણકીનો પાર નહિ પણ દગો. આ વાણિયા આવું કરે છે, બધું જોયું છે, હોં! આખી દુનિયા જોઈ છે.
૧૪૫
અમારે તો છેલ્લું, કહ્યું હતું ને? (સંવત) ૧૯૬૮માં છેલ્લો માલ લેવા અમે મુંબઈ’ ગયા હતા તો ચારસો મણ ચોખા લીધા હતા. ચારસો મણ. છેલ્લો વેપાર. પછી દુકાન છોડી દીધી. ચારસો મણ ચોખા અને ખજૂરના વાડિયા, ઇ શું કહેવાય? ખજૂરના ઇ ઘણા લીધેલા, ‘મુંબઈ’થી. પણ સીધી વાત અહીંયાં, હોં! આડીઅવળી (વાત) નિહ. અહીં તો સીધું