________________
૧૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ બતાવીએ, જો ભાઈ! આ છે ચોખા. થોડી કણકી છે. અને ઓલા દગા કરનારા, એ લોઢાની બંબી હોય, આમ પોલી પોલી હોય. આમ રાખે એટલે ચોખા આવે ને કણકી ન આવે. અરે! પ્રભુ! તું શું કરે છે આ? આ તારો ધંધો કઈ જાતનો આહાહા...! પંકજભાઈ ! બધાને જોયા છે, હોં! એક વકીલાત કરી નથી, ભાઈ કહે છે ઇ. પણ વકીલાતને જોઈ છે પુરી.
અમે એક વકીલ કર્યો હતો. (સંવત) ૧૯૬૩ની સાલમાં અફીણનો ખોટો કેસ આવ્યો હતો. વડોદરામાં એક મોટો વકીલ રાખ્યો હતો. એ વકીલ પાસે જાતા ત્યાં ઈ કહે, ત્યાં શું કહેશે, ફલાણું કહેશે. ઇ બધું કહે ‘વડોદરા. વડોદરા છે ને? દરવાજો છે ને? દરવાજાની પછી આ બાજુના મકાનમાં વકીલ રહેતો. આ ફેરી બીજો હશે, તે દિનો વકીલ. વકીલ પાસે જાતા. અમે અમારા માટે વકીલ રાખ્યો હતો. આ સત્તર વર્ષની ઉંમરની વાત છે. દસ અને સાત. ૧૯૬૩ ની સાલ. આહાહા..! પણ એ બધા, વકીલોય બધા. એ જે મકાનમાં અમારો કેસ ચાલ્યો હતો, ૧૯૬૩ માં, એ મકાનમાં મેં હમણા વ્યાખ્યાન આપ્યું હતું. વડોદરાનું તળાવ છે ને? એની પાસે મોટું છે. શું કહેવાય છે? કોર્ટ, મોટી કોર્ટ, ‘વડોદરા” દરવાજા બહાર અને તળાવ છે ત્યાં અમારો ૧૯૬૩ માં કેસ ચાલ્યો હતો. ત્યાં હમણાં વ્યાખ્યાન આપ્યું હતું. બધા માણસો આવે, અમલદાર, અધિકારી. આપણે કેશવલાલ એક પ્રોફેસર હતા ને? ગુજરી ગયા. “કેશવલાલ ભટ્ટ'. એ આવ્યા હતા. બધા હતા, વકીલો બધા હતા. ઉપર કોર્ટ ચાલતી હતી, નીચે વ્યાખ્યાન ચાલતું હતું. એ લોકોને રજા આપી. ભઈ! મહારાજ આવ્યા છે અને માણસ જાજું ભરાય છે, બીજે ક્યાંય મળે નહિ, ત્યાં વાંચો. આહા...! પણ એ કોર્ટવાળા પણ સાંભળીને બિચારાને કાંઈ ખબર ન મળે. શું કહે છે આ શું કહે છે? એ ભગવાન રાગ વિનાની ચીજ છે. તો એ કહે, આ શું કહે છે પણ?
અમે તો ક્યારેય રાગ વિનાની ચીજ જોઈ નથી ને આ શું કહે છે? પણ તે નજર જ ક્યાં કરી છે? જ્યાં નિધાન છે ત્યાં નજર કરી નથી અને રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ને (તેના) ફળ ઉપર) તારી નજર છે). નજરબંધી થઈ ગઈ, નજરબંધી થઈ ગઈ, તને નજરબંધી થઈ ગઈ. નજરબંધી નથી કહેતા? તેને પરમાં નજરબંધી થઈ ગઈ. પોતાની નજર કરવાનો ટાઈમ રહ્યો નહિ. આહાહા...!
અન્ય દ્રવ્યોના ભેળ.” ભેળ જોયું ને? આહાહા.! “તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું...” આહાહા.! ખાંડની આવે ને? આખી ચાર-ચાર મણની બોરી. એકવાર અમારી ખાંડની બોરીમાંથી માંસના લોચા નીકળ્યા. બોરીમાંથી. લોકો દગા કરે, ભેળસેળ કરે). બીજી ભેળસેળ કરતાં. આમ ખોલ્યું અને લોકોને અમે ખાંડ કાઢીને દેતા હતા ત્યાં અંદરથી માંસ નીકળ્યું. ઓહોહો...! આણે દગો કર્યો છે. દુકાન ઉપર બધું જોયું છે. આહાહા! આ બધી ભેળસેળ છે. ભગવાનઆત્મામાં રાગ એ માંસ સમાન છે તેની ભેળસેળ કરે છે. ખાંડની સાથે માંસ, એમ