________________
શ્લોક-૧૩૮
૧૪૭ ભગવાન અમૃતના રસનો સાગર નાથ, એને રાગની ભેળસેળ, માંસની ભેળસેળ કરે છે. આહાહા.! આવી વાત છે, પ્રભુ! આહા!! તારી ચીજ ભેળસેળ વિનાની છે.
અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે;” સ્થિર ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ સ્થિર છે. તે પદને પ્રાપ્ત થાઓ...” પ્રભુ! એ પદને પ્રાપ્ત કર. આહાહા...! “શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.” શુદ્ધ ચૈતન્યરૂપ અને ભાવ, જોયું? ભાવવાન આત્મા, ચૈતન્યભાવ. આહાહા...! એ ભાવનો આશ્રય કરો. અંતર જ્ઞાયકભાવથી ભરેલો પ્રભુ, એનો આશ્રય કરો. ત્યારે તારા કલ્યાણનો પંથ ખુલશે, ત્યારે ધર્મ થશે. આહાહા! અહીં તો હજી બહારની ક્રિયાકાંડમાં, બસ! મહાવ્રત ને વ્રત ને આ લીધા ને આ કર્યું ને આ છોડ્યું ને આ મૂક્યું. આહાહા..!
જ્ઞાનના નિર્મળ કિરણ વિના મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે, અરે! આજીવન સ્ત્રીનો સંગ ન કરે તો પણ તેનાથી આત્મા પ્રાપ્ત નથી થતો. તેથી જો તું દુઃખથી છૂટવા માગતો હો તો પુણ્ય-પાપની રુચિ છોડીને આત્મજ્ઞાન કર. આત્મા આનંદનો નાથ છે તેનું જ્ઞાન કરા એના વિના અરેરે! કીડા-કાગડા-કૂતરાના ભવ કરી કરીને મરી ગયો! અનંતકાળ એમ ને એમ દુઃખમાં જ વીતી ગયો. પ્રભુ તે એટલા દુઃખ ભોગવ્યા છે કે તેનું કોઈ માપ-મર્યાદા નથી. પણ તું બધું ભૂલી ગયો છો. ભાઈ ડુંગળીને તેલમાં તળી ત્યારે સડસડાટ તું તળાઈ ગયો હતો તું ડુંગળીમાં બેઠો હતો. એવા એવા તો પારાવાર દુઃખો તે ભોગવ્યાં છે. ૮૪ લાખ અવતારની યોનિના દુઃખોમાં પીલાતો રહ્યો છો. આનંદના નાથને પુણ્ય-પાપની ઘાણીમાં કચરી નાખ્યો છે. જો હવે તું દુઃખથી છૂટવા માગતો હો, સિદ્ધસુખના હિલોળે હિંચકવા માગતા હો તો આત્મજ્ઞાન કરીને નિજપદને પ્રાપ્ત કર.
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮