________________
શ્લોક-૧૩૮
૧૩૯ કરોડ. “બલુભાઈ! દશાશ્રીમાળી વાણિયા હતા, તમારી નાતના. આહાહા.! એ અહીં...
મુમુક્ષુ :- સાચવીને રાખતા નહિ આવડ્યું હોય.
ઉત્તર :- અરે...! શું રાખે ભાઈ! મને દુઃખે છે, એમ રાત્રે દોઢ વાગે કહ્યું. મને દુઃખે છે. ઘરે ચાલીસ લાખના બંગલા, દસ-દસ લાખના બંગલા, સાંઈઠ લાખના ત્રણ બંગલા. અને આહાહા...! અત્યારે આ તો વર્તમાન. એનો છોકરો છે. છોકરો “મુંબઈ દર્શન કરવા આવ્યા હતા. એ કહે, “મારા પિતાજીને આપના દર્શન કરવાનો ભાવ હતો.” એમ કાંઈક બોલે ને! અહીંયાં આવે એટલે એવું બોલે). હશે કાંઈક, એકવાર કહેતા હતા ખરા, નહિ? પોપટભાઈ ! સોનગઢ' જાવું છે એકવાર, કહ્યું હશે. પણ અઢી અબજ રૂપિયા! ફાટી ગયેલા પ્યાલા. આહાહા.! ‘દ્વારિકા સળગે એમાં એ વખતે સળગી ગયું.
મુમુક્ષુ :- “અંબાજીની મહેરબાની .
ઉત્તર :- ધૂળ, પાછો “અંબાજીને માનતો. સ્થાનકવાસી હતો અને અંબાજીને માનતો. આહાહા.! એ ભાઈ પાંચ મિનિટમાં દેહ છૂટી ગયો. બાપુ! એ અપદ અને અનિત્ય છે. ભાઈ! પ્રભુ! આ તો નાશવાન ચીજ છે, તારું અવિનાશી પદ તો પ્રભુ! અંદર છે. આહાહા.! અરે...! અવિનાશી ભગવાન અંદર (બિરાજે છે), એ તરફ તારું લક્ષેય નહિ, તે પદ તરફ તારું ધ્યાનેય નહિ અને આ અપદમાં તારી પ્રીતિ અને પ્રેમમાં ઘૂસી ગયો. આહા...! (એ) તારું સ્થાન નહિ, એમ કહ્યું. આહાહા.! શરીર, વાણી, કર્મ આદિ. આહાહા...!
એ મા-બાપ સળગતા હશે ત્યારે કૃષ્ણ ને બળદેવ' કોણ કહેવાય? આહાહા...! અર્ધ – ત્રણ ખંડના ધણી. મા-બાપ બળે તોય છોડાવી શક્યા નહિ, ભાઈ! આહાહા... “કૃષ્ણ” “બળદેવને પોકાર કરે છે, મોટાભાઈ છે ને? પોતે તો મોટા, પદવી તરીકે વાસુદેવ’ મોટા છે. ભાઈ! હવે આપણે ક્યાં જશું? આહાહા.! ભાઈ! આ દ્વારિકા સળગી. આપણે પાંડવોને તો દેશબહાર કર્યા. ભાઈ! આપણે જાણું ક્યાં? આહાહા. એ સમય તો જુઓ! હેં? “બળભદ્ર કહે છે, ભાઈ! આપણે પાંડવને દેશબહાર કર્યા છે પણ એ સજ્જન છે, ભાઈ! સજ્જન છે. આપણે ત્યાં જાશું, બીજું કોઈ સાધન નથી. અર.૨.૨...! જેની હજારો દેવ સેવા કરે ઈ પોકાર કરે છે. ભાઈ! ક્યાં જાશું હવે? દ્વારિકા સળગી. આહાહા...! રાજાની ઉપર તો અમે ધણી હતા તે રાજાઓ પણ આપણને કંઈ શરણ આપે નહિ. એને અમારું દબાણ હતું. જાવું ક્યાં? ભાઈ! “બળદેવ” કહે, બાપા! ભાઈ! આપણે ત્યાં પાંડવ પાસે જાશું, એ સજ્જન છે. આરે...! આહાહા...! એ “કૌસંબી’ વનમાં ગયા. ત્યારે કૃષ્ણ” કહે છે, ભાઈ! મારામાં પગ ઉપાડવાની શક્તિ નથી. મને એટલી તૃષા લાગી છે. “કૃષ્ણ” પોકારે છે, મને એટલી તૃષા લાગી છે કે, પગ નહિ ભરી શકું, બાપા! ભાઈ! તમે અહીં રહો. બળદેવ કહે, હું પાણી લેવા જાઉં. આહાહા. ત્યાં પાણીના લોટા-બોટા ક્યાં હતા? પાંદડા મોટા હતા તો પાંદડાને સળીયું નાખીને લોટા જેવું બનાવીને પાણી લેવા ગયા. ભગવાને કહેલું કે, આના હાથે આ મરશે. શું નામ