________________
૧૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પિતાને રથમાં બેસાડી બહાર કાઢે છે. ઉપરથી હુકમ થાય, આકાશમાંથી અવાજ આવે, છોડી દે, મા-બાપને, ઈ નહિ બચે. આહાહા... જેની હજારો દેવ સેવા કરતા હતા, એ મા-બાપને બચાવવા તૈયાર ન થયા. આહાહા...! મા-બાપને રથમાં બેસાડી બહાર કાઢતા હતા ત્યાં અવાજ આવ્યો, છોડી દ્યો! તમારા બે સિવાય કોઈ નહિ બચે. આહાહા.! એ “કૃષ્ણ ને બળદેવની હજારો દેવ સેવા કરે, એના મા-બાપને) બળતા દેખે, ખડખડ રોવે છે. આહાહા.! એ નાશવાન ચીજને નાશવાન કાળે... આહાહા...! કોણ રાખી શકે પ્રભુ! આહાહા...! સોનાના ગઢ ને રતનના કાંગરા સળગે. આહાહા...! તે દેવે બનાવેલી (નગરી), દેવે તેને બનાવી હતી. એ દેવ પણ બળતા હતા તેમાં રક્ષા કરવા આવ્યા નહિ. આહાહા.! એમ આ શરીરરૂપી નગરી રચી છે. આહાહા. જે સમયે તેનો છૂટવાનો કાળ આવશે ત્યારે તારી રાખવાની કોઈ તાકાત
નથી.
અહીંયાં એ કહે છે, એ અપદ છે. અંદર છે. આહા...! “સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે-ઊંઘે છે તે પદ અર્થાત્ સ્થાન અપદ છે–અપદ છે...” એ શરીરમાં તારી દૃષ્ટિ પડી છે, પ્રભુ! એ તારું અપદ છે, તારું પદ નહિ. આહાહા.! શરીર, વાણી, લક્ષ્મી, પૈસા, આબરુ, કીર્તિ, મકાન પ્રભુ! એ તારું પદ નહિ, એ અપદમાં તું સૂતો છો, નાથ! તારા પદની સંભાળ લે. આહા.! છે? “સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે. શરીરમાં, વાણીમાં, પૈસા, સ્ત્રી, કુટુંબ, મકાન. આહાહા...! કોઈ રાખવા ન આવ્યું. આહાહા...! હડ.હડહડ સળગે. રથમાં બહાર નીકળ્યા અને મા-બાપ બળ્યા. “કૃષ્ણ અને બળદેવ’ દેખે. કોઈ શરણ નહિ. અંદરમાં રાણીઓ પોકાર કરે. જેની અર્ધાગના રાણી. હજારો રાણી પોકાર કરે, અરે... કૃષ્ણ'! અમને કાઢો, અમને કાઢો. કોણ કાઢે ભાઈ! આહાહા...! તારી દૃષ્ટિ જ્યાં પર ઉપર અપદમાં પડી છે, તારા પદમાં શું ચીજ છે તેની તને ખબર નથી. આહાહા...! અપદમાં તારી બુદ્ધિ રોકાઈ ગઈ, પ્રભુ! આહા...! આચાર્ય એકવાર ભગવાન તરીકે સંબોધન કરે અને એકવાર અંધ તરીકે કરે. આહાહા.! પ્રભુ તારો સ્વભાવ તો ભગવાનસ્વરૂપ છે, પ્રભુ! એ તરીકે તો આચાર્ય ભગવાન તરીકે સંબોધન કરે છે. પરંતુ તું પર્યાયમાં, રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપના ફળમાં મત્ત થઈ ગયો, મસ્ત થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે. આહા.! એ ચીજ નાશવાન છે, ભાઈ! આહાહા...! એ રૂપાળા શરીર લાગે એ એકવાર અગ્નિમાં સળગશે. અહીંથી અગ્નિ નીકળશે. આહાહા...! હા..હા. હડ.હડ અગ્નિ સળગશે. આ જ ભવમાં શરીરની સ્થિતિ. આહાહા...! પ્રભુ! એ તારી ચીજ ક્યાં છે? આહા...! અપદમાં તારી ચીજ ક્યાં છે? છે?
બે વાર કહ્યું, “અપદ છે–અપદ છે” પ્રભુ! એ રાગ, પુષ્ય, શરીર, લક્ષ્મી, આબરુ, કીર્તિ, મકાન, એ જમીન, મકાન... આહાહા...! ઓલો બે અબજ ને ચાલીસ કરોડનો ધણી... પોપટભાઈ છે ને? “પોપટભાઈના સાળા, આ પોપટભાઈના સાળા. બે અબજ ચાલીસ