________________
શ્લોક-૧૩૮
૧૩૭
કરે છે કે “હે અંધ પ્રાણીઓ ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો”.૧૩૮.
પ્રવચન નં. ૨૮૦ શ્લોક-૧૩૮, ગાથા-૨૦૩ શુક્રવાર, શ્રાવણ વદ ૩,
તા. ૧૦-૦૮-૧૯૭૯
‘સમયસા૨’, ‘નિર્જરા અધિકાર' ૧૩૮ કળશ.
(મન્વાગન્તા)
आसंसारात्प्रतिपदममी गो नित्यमत्ताः यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः । पदमिदमिदं यत्र चैतन्यधातुः
सुप्ता एतैतेतः
शुद्धः शुद्धः
સ્વસમરત:સ્થાયિમાવત્વમેતિ।।૧રૂ૮।।
‘(શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે :) હે અંધ પ્રાણીઓ!” અંધ નામ હે પ્રાણીઓ! તારી ચીજ આનંદમય છે તેને તું જોતો નથી (માટે તું) આંધળો છો. હે અંધ! અનાદિ સંસા૨થી માંડીને પર્યાય પર્યાય આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા...' હું મનુષ્ય છું ને હું દેવ છું ને હું ક્રોધી છું ને હું નારકી છું ને હું તિર્યંચ છું, શેઠિયો છું ને હું દરિદ્ર છું, હું મૂર્ખ છું ને હું પંડિત છું ને, એમ પર્યાયે પર્યાયે અભિમાન કર્યું છે. આહાહા..! ‘સદાય મત્ત વર્તતા થકા... અંધ. ભગવાન ચૈતન્ય શુદ્ધ આનંદકંદ પ્રભુ, તેને જે જોતા નથી તેને અહીં આંધળા કહેવામાં આવ્યા છે. બીજી ચીજને જોવે છે છતાં આંધળો કહ્યો. આહાહા..!
નિજસ્વરૂપની ચીજ શું છે, તે ત૨ફ તારો ઝુકાવ નથી, એ તરફ તારો પ્રેમ નથી અને જે ચીજ તારામાં નથી, શરી૨, વાણી, મન, લક્ષ્મી-પૈસા, આબરુ એમાં તારું મન મત્ત થઈ ગયું છે, મસ્ત થઈ ગયું છે. તેથી ભગવાન આચાર્ય અંધ કહીને સંબોધન કરે છે. આહાહા..! એક બાજુ ૭૨ ગાથામાં ભગવાન તરીકે કહે, ભગવાનઆત્મા! એ પુણ્ય અને પાપના મલિન ભાવથી પ્રભુ તું જુદો છો. ભિન્ન છો. આહાહા..! અને તેમાં પોતાપણું માને અને તેનું ફળ સંયોગ... આહાહા..!
હમણાં ભાઈએ, ‘રમેશભાઈ’એ ગાયું નહિ? દેવે દ્વારિકા નગરી રચી આપી’ ‘શ્રીકૃષ્ણ’ માટે દેવે દ્વારિકા (રચી). સોનાના ગઢ અને રતનના કાંગરા. આહાહા..! એ જ્યારે હડ.. હડ.. હડ.. અગ્નિથી બળી પ્રજા લાખો, કરોડો બળે, સળગે. ‘શ્રીકૃષ્ણ’ અને ‘બળદેવ’ માતા