________________
શ્લોક–૧૫૦
૩૭૩ જો શંકા કરીશ, આહાહા...! ચક્રવર્તીને તો એક એક મિનિટની અબજોની પેદાશ, મોટા નવ નિધાન, છતાં સમકિતીને એને લઈને કંઈ પણ શંકા થાય કે, મને બંધ થશે, એમ નથી). આહાહા...! ઇન્દ્રને ક્રોડો અપ્સરાઓ સુધર્મને, પણ એ કરોડો અપ્સરાની સંખ્યા ઘણી (છે) માટે મને નુકસાન થશે, એમ શંકા ટાળ. એ શંકા ધર્મીને હોય નહિ. આહાહા...! બહારના સંયોગોના ઘણા સંયોગમાં દીઠો માટે તે કંઈ અપરાધી છે, એમ તું માપ ન કર. અને સંયોગો ઘટી ગયા, નગ્ન થયો માટે ત્યાં ધર્મી થયો એમ માપ ન કર, એમ કહે છે. સમજાણું કાંઈ આહાહા...! નગ્ન મુનિ થયો, હજારો રાણી છોડી, રાજપાટ છોડ્યા, અરે.! પ્રભુ એમ રહેવા દે. સંયોગ ઘટાડ્યા અને ઘટ્યા એ તો એને કારણે થયા. એથી ત્યાં ધર્મ છે, એમ નથી. એને સ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન ઉપર નિર્લેપ ભગવાન ઉપર જેની દૃષ્ટિ નથી, એણે સંયોગ ઘટાડ્યા છતાં તે મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! આવી વાતું. હૈ? બહુ વાત (સરસ છે).
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વહેંચણી. આહાહા.! પરદ્રવ્યનો ગમે તેટલો સંયોગ હો તને, કહે છે. સંયોગ હો. ભોગવનો અર્થ છે, હોં! સમજાણું? પૂર્વના પુણ્યને લઈને કોઈ સંયોગ ઘણો હોય. સંયોગ હો, ઉપભોગ ભોગવ, એમ નહિ. સંયોગ હો, એથી તને નુકસાન છે, (એમ નથી). આહાહા...! આવો માર્ગ સમજવો પણ હજી (કઠણ પડે). આહાહા...! બહારથી માપ ટાંકવા. હૈ? કે, એણે આ છોડ્યું ને એણે આ છોડ્યું ને આણે આ છોડ્યું. પણ ખરેખર તો ગ્રહણત્યાગ વસ્તુમાં છે જ નહિ. પરનો ત્યાગ કરવો અને પરનું ગ્રહણ કરવું એ વસ્તુમાં છે નહિ. એને ઠેકાણે પરનો ત્યાગ થયો ત્યાં એ ત્યાગી થયો એમ નથી). આહાહા.! શું કહ્યું છે? - ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ. પ્રભુ આત્મામાં એવો એક ગુણ છે. અનાદિ નું સત્ત્વપણું, સનું સત્ત્વપણું એવું છે કે પર પરમાણુ કે સ્ત્રી આદિ પરપદાર્થને ગ્રહ્યા નથી તેમ એ છોડતો નથી. ગ્રહણ અને ત્યાગ રહિત જ એનું સ્વરૂપ છે. જે ત્યાગ અને ગ્રહણ રહિત છે એ એમ કહે કે, મેં આને ત્યાગું માટે ધર્મ થયો હતો એમ નથી). આહાહા...! ત્યાં તો નિશ્ચયમાં તો ત્યાં સુધી લઈ ગયા છે કે રાગનો ત્યાગ કર્તા પણ હું નથી. એ નામમાત્ર છે. આહાહા.! ભગવાન વીતરાગ સ્વરૂપ પોતે. આહાહા.! એવી જેને દૃષ્ટિ થઈ, એને રાગનો ત્યાગ છે એ પણ નામમાત્ર છે. કારણ કે પોતે રાગરૂપે થયો નથી, વસ્તુ તો રાગરૂપે છે નહિ. એટલે રાગને ત્યાગ્યું એ કયાંથી આવ્યું? કહે છે. સમયસાર ૩૪ (ગાથામાં) છે. પચ્ચખાણના અધિકારમાં (છે). ધર્માત્માએ રાગનો ત્યાગ કર્યો એ પણ કથનમાત્ર છે. આહાહા...! એને ઠેકાણે પરનો ત્યાગ કર્યો માટે ધર્મી થઈ ગયો એમ કેમ હોય?) આવી વાતું છે. અને પરના ઘણા સંયોગોમાં છે માટે તે અજ્ઞાની છે, એમ માપ રહેવા દે, પ્રભુ! એમ વસ્તુનું સ્વરૂપ નથી. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાતું અટપટી. આ શ્લોક એવો આકરો કીધો. સ્વચ્છંદી થઈ જાય એને માટે નથી આ. હું ગમે તેટલા પરદ્રવ્યને ભોગવું