________________
ગાથા– ૨૩૬,
પપ૯ શુભભાવ. પહેલા જે આઠ નિશ્ચય છે એ શુદ્ધભાવ છે. આહાહા...! એ સમકિતના અવયવો છે. શું કહ્યું છે? પ્રભુ! પહેલો (ગુણ) જે સમ્યગ્દર્શન છે, સ્વરૂપની અનુભવ દૃષ્ટિ થઈ, આનંદનો સ્વાદ આવ્યો એ સમકિત નિશ્ચય છે, એ સમકિતના નિઃશંક આદિ આઠ અવયવ છે. સમકિત તે અવયવી છે, છે તો પર્યાય, આહાહા.! સમ્યગ્દર્શન છે તો નિર્મળ વીતરાગી પર્યાય પણ એના આઠ જે ગુણો છે એ એના અવયવ છે, ભાગ છે, અવયવી સમ્યક છે તેના ભાગ છે, તે બધા વીતરાગી પર્યાય છે. આહાહા...! અને જે આ વ્યવહાર છે એ પરદ્રવ્ય આશ્રય ભાવ છે તેમાં તે વિકલ્પ છે તે) શુભરાગ છે. આહાહા! સમજાણું કાંઈ?
ચોથો. “દેવ, ગુરુ, શાસ્ત્ર” જોયું? ઓલામાં સ્વરૂપમાં મૂઢતા નહિ. પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યમૂર્તિનો અનુભવ થયો તેમાં એને—ધર્મીને મૂઢતા નથી. એ નિશ્ચય છે. હવે અહીં વ્યવહાર મૂઢતા નથી એટલે ‘દેવ, ગુરુ, શાસ્ત્ર” એ પર છે ને? આહાહા...! દેવ, ગુરુ ને શાસ્ત્રમાં મૂઢતા નહિ. એ એક શુભભાવ છે. આહાહા.! પરદ્રવ્ય પ્રત્યે મૂઢતા નહિ. દેવમાં, ગુરુમાં ને શાસ્ત્રમાં મૂઢતા નહિ એ કંઈ ધર્મ નથી. સ્વરૂપમાં મૂઢતા નહિ તે ધર્મ છે. આહાહા...! પરદ્રવ્યમાં મૂઢતા નહિ એ ધર્મ નથી, એ શુભભાવ છે. આહાહા.! અરે..! આવી વાતું હવે. અહીં તો નિશ્ચય સ્વઆશ્રય અને વ્યવહાર પરઆશ્રય. એટલે લક્ષમાં આવ્યું ને આ એનું સ્પષ્ટીકરણ છે). આહાહા...!
જેને એ નિશ્ચય સ્વઆશ્રય સમ્યગ્દર્શન અને તેના આઠ અવયવો નિશ્ચય હોય એને પૂર્ણ વીતરાગ ન થાય તેને આવો વ્યવહાર હોય. આહાહા.! દેવ, ગુરુ ને શાસ્ત્રમાં મૂઢતા નહિ, એ હજી શુભભાવ. આહાહા...! સમજાણું કાંઈ? દેવ, ગુરુ ને શાસ્ત્ર તો પરવસ્તુ છે. પરવસ્તુમાં મૂઢતા નહિ એ શુભભાવ છે.
મુમુક્ષુ :- ભગવાન મારું ભલું કરે એ શુભભાવ?
ઉત્તર :- ભગવાન ભલું કરે એ તો વળી દૃષ્ટિ મિથ્યાત્વ છે. ભગવાન ભલું કરે. આત્મા ભલું કરે. આહાહા...!
દેવ સર્વજ્ઞ પરમાત્મા, ગુરુ નિગ્રંથ મુનિ દિગંબર ભાવલિંગી સંત, શાસ્ત્ર સર્વશે કહેલા, ભગવાને કહેલા શાસ્ત્ર, એ ત્રણમાં મૂઢતા નહિ એ હજી શુભ રાગ છે. નિશ્ચય મૂઢતા નહિ એ નિશ્ચય શુદ્ધ છે. વ્યવહાર મૂઢતા નહિ એ શુભ રાગ છે. આહાહા...! અરે.! પ્રભુ! તારો માર્ગ કોઈ જુદો છે, ભાઈ! આહા! અરે.રે.! સાંભળવા મળે નહિ, એના ભેદજ્ઞાનના પ્રકાર શું છે? પ્રભુ! તારું હિત કેમ થાય? આહાહા...! આ તો હિતના પંથને માટે વાત કરે છે. આહા! કહે છે કે, સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ભગવાન, એમાં મૂઢતા નહિ એ તો સમકિતનો નિશ્ચયનો એક શુદ્ધ અવયવ છે. આહાહા...! અને દેવ, ગુરુ, શાસ્ત્રમાં મૂઢતા નહિ એ વ્યવહાર વિકલ્પ છે. આહાહા...! નવમી રૈવેયક દિગંબર સાધુ થઈને ગયો એને દેવ, ગુરુ, શાસ્ત્રમાં મૂઢતા નહોતી. એમાં મુંઝાણો નથી એવો એકલો શુભ રાગ હતો. આહાહા! દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા પણ બરાબર હતી પણ એને આત્માના આશ્રયની શ્રદ્ધા નહોતી. આહાહા...!