________________
પપ૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ત્યાં હોય. એ નિઃકાંક્ષિત છે. વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર, વ્યવહાર હોં! નિશ્ચય જે સ્વરૂપને આશ્રયે જ્ઞાન, દર્શન, ચારિત્ર (પ્રગટ્યા) એ તો નિશ્ચય છે. આહાહા..! ઝીણી વાતું, ભાઈ! એવો જેને નિશ્ચય છે એને આવો વ્યવહાર અંદર આવે છે, એ શુભરાગ છે, શુભ વિકલ્પ છે. સ્વઆશ્રય છે તે નિર્વિકલ્પ નિઃશંક, નિઃકાંક્ષ આદિ છે. પરઆશ્રય છે એ રાગ, વિકલ્પ છે. એને અહીંયાં વ્યવહાર મોક્ષમાર્ગમાં નિકાંક્ષ કહેવામાં આવે છે). આહા.!
ત્રીજું. “અપવિત્ર, દુર્ગધવાળી–એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી...... ઓલામાં સ્વરૂપ પ્રત્યે ગ્લાનિ ન કરવી. પોતાનો સ્વભાવ આનંદ સ્વરૂપ છે તેમાં ગ્લાનિ ન કરવી. એવા નિશ્ચયમાં આવો વ્યવહાર હોય છે. આહાહા...! શરીર, સંસાર, દેહ ભોગ, એની વાંછા એટલે પરદ્રવ્ય આવ્યા ને? એનાથી પરમતની વાંછા, એ સિવાય પરમતની વાંછા, વ્યવહાર, વ્યવહાર મોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે.” આહાહા...! એકલું વ્યવહાર નિઃકાંક્ષિતપણું હોઈ શકે નહિ. જેને આત્માના સ્વરૂપની અંતર દૃષ્ટિ અને અનુભવ થયો છે, આહા.! એ પરના, કર્મના ફળને વાંછતો નથી એવા નિશ્ચયની સાથે વ્યવહારમાં દેહ, શરીર, ભોગ સંબંધી વાંછા તેને નથી. આહાહા.! શૈલી છે, અલૌકિક વાતું છે, ભાઈ! આહાહા...! પ્રભુ! તારા હિતનો પંથ કોઈ અલૌકિક છે. આહાહા....! તારા સ્વરૂપની અંતર દૃષ્ટિ, અનુભવ થવો અને અંતર.. આહાહા.! અતીન્દ્રિય આનંદના સ્વાદમાં આવવું એને સ્વમાં શંકા ન થાય એ નિઃશંક નિશ્ચય છે અને પર આદિમાં શંકા ન થાય એ વ્યવહાર (છે). જિનવચનમાં શંકા ન થાય એ વ્યવહાર. જિનવચનમાં શંકા ન થાય માટે તે નિશ્ચય સમકિત છે એમ નથી. આહાહા...! સમજાણું કાંઈ?
સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એમાં જેને કાંક્ષા જ નથી, એને મૂકીને પરની ઇચ્છા જ નથી. સ્વરૂપને છોડીને પરની ઇચ્છા નથી અને અહીંયાં તો દેહ, શરીર ને ભોગની ઇચ્છા નથી. આહા...! અથવા પરમત ને વ્યવહારમોક્ષમાર્ગથી ડગવું નહિ. એ નિઃકાંક્ષિત છે. આહાહા...! એકલું આ વ્યવહાર નિકાંક્ષપણું હોય) અને વ્યવહાર કહેતા નથી. સમજાય છે કાંઈ? - ત્રીજું. ત્રીજામાં એ છે કે, સ્વરૂપ પ્રત્યે ગ્લાનિ ન કરે. પોતાનું સ્વરૂપ આનંદનો નાથ પ્રભુ, એના પ્રત્યે દ્વેષ ન કરે. આહાહા.! એ તો વસ્તુ આનંદકંદ પ્રભુ, આહાહા.! એના પ્રત્યે નિર્વિચિકિત્સા એ તો નિશ્ચય છે. વ્યવહાર... આહાહા...! “અપવિત્ર, દુર્ગધવાળી–એવી
એવી વસ્તુઓ પર. આ પર છે અને ઓલું નિજ સ્વરૂ૫) સ્વ છે. આહાહા...! પંડિતજીએ પણ કેટલું સ્પષ્ટ કર્યું છે, જુઓ! “હેમરાજજી) પંડિત છે ને? હૈ? જયચંદ્રજી. જયચંદ્રજી'. હેમરાજજી' તો ઓલા પ્રવચનસાર(નું સ્પષ્ટીકરણ કર્યું).
જેને આત્માના સ્વરૂપમાં પૂર્ણાનંદનો નાથ આવો કેમ હોય? એવી ગ્લાનિ જ નથી જેને. એટલે કે અરુચિ ભાવ નથી. આહાહા! સ્વરૂપ અરુચિ તે ગ્લાનિ છે. અહીંયાં તો કહે છે, પર વસ્તુની જુગુપ્સા, નિંદા, દુગંછા ન કરવી એ નિર્વિચિકિત્સા ત્રીજો ગુણ છે. છે આ