________________
ગાથા- ૨૩૬
૫૫૭
ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે.' શુભભાવ. દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ–ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી...' દેવમાં મૂઢતા, ગુરુમાં મૂઢતા, શાસ્ત્રમાં મૂતા, લોકની પ્રવૃત્તિમાં મૂઢતા. એ વ્યવહારમૂઢતા છે, એ વિકલ્પ છે. એ વિકલ્પ રાગ છે. નિશ્ચય અમૂઢતા એ જીવના અરાગી પરિણામ છે. સમ્યગ્દર્શન એ અરાગી પરિણામ છે તો એના નિઃશંક આદિ એ પણ નિશ્ચય અરાગી પરિણામ છે અને આ વ્યવહા૨ છે એ તો રાગના પરિણામ છે. નિશ્ચય હોય એને આવો વ્યવહાર આવે, હોય છે. આહાહા..!
ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય...' ધર્માત્મા છે, કોઈ કર્મનો આકરો દોષ આવી જાય તો તેને ગૌણ કરવો...' એને બહાર ન પાડવું. સમ્યગ્દષ્ટિ છે, ધર્માત્મા છે એને કોઈ વખતે એવો રાગાદિ આવી ગયો. સમજાણું? આહાહા..! તો ધર્મીજીને વ્યવહા૨થી તેને ગૌણ કરવો અને વ્યવહા૨મોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી...' પોતાનો શુભરાગ. ‘તે ઉપગ્રહન અથવા ઉપબૃહણ છે.' એ પાંચ કહ્યા. વિશેષ કહેશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૩૧૧ ગાથા-૨૩૬, શ્લોક-૧૬૨ શનિવા૨, ભાદરવા વદ ૧૦, તા. ૧૫-૦૯-૧૯૭૯
‘સમયસાર’ નિશ્ચય સમ્યગ્દર્શનના આઠ અંગો કહ્યા. એ સ્વરૂપને આશ્રયે અહીંયાં વાત છે અને આ છે એ પરની અપેક્ષાની વાત છે. પરાશ્રિત વ્યવહાર. આહાહા..! આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહા૨મોક્ષમાર્ગ પર... વ્યવહાર મોક્ષમાર્ગ એટલે દયા, દાન, વ્રત પરિણામ એને વ્યવહા૨ મોક્ષમાર્ગ કહેવો, છે રાગ, મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો અંત૨માં શુદ્ધ સ્વરૂપ, તેની દૃષ્ટિ, જ્ઞાન ને રમણતા થાય) તે એનો નિશ્ચય મોક્ષમાર્ગ છે. એ નિશ્ચય મોક્ષમાર્ગના કાળમાં પૂર્ણ વીતરાગતા નથી તેથી એને પરદ્રવ્ય પ્રત્યે વ્યવહા૨થી ‘જિનવચનમાં સંદેહ...' નહિ. ઓલામાં સ્વરૂપમાં સંદેહ નહિ. આહાહા..! સમ્યગ્દર્શન એટલે ભાઈ એ તો કોઈ અલૌકિક (ચીજ છે). આનંદ સ્વરૂપ ભગવાન એની અંતરમાં વેદન થઈને પ્રતીતિ થાય, આહાહા..! એવા જે સ્વરૂપને સમ્યગ્દર્શનમાં જાણ્યું–માન્યું, તે સ્વરૂપમાં શંકા કાંક્ષા નહિ એ નિશ્ચય છે અને જિનવચનમાં શંકા નહિ એ વ્યવહાર વિકલ્પ છે. આહાહા..!
વીતરાગ ત્રણલોકના નાથ, એની જે વાણી એ પદ્રવ્ય છે ને? એમાં સંદેહ ન કરવો. ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ,...' વ્યવહાર. વ્યવહા૨ દર્શન-જ્ઞાનચારિત્ર એટલે શુભરાગ. એને ભય આવતા ડગવું નહિ. આહા..! તે નિઃશંકિત છે. નિશ્ચયમાં સ્વરૂપની નિઃશંકતા છે એની સાથે કર્મના ફળની કાંક્ષા નથી, સ્વરૂપમાં નિ:કાંક્ષ છે એ ૫૨માં કાંક્ષ નથી. એ નિશ્ચય છે. એ નિશ્ચયની સાથે આવો વ્યવહાર, પૂર્ણ (વીતરાગતા) ન હોય