________________
૫૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
મુમુક્ષુ :- તો પછી દેવ, ગુરુની શ્રદ્ધા કેવી રીતે?
ઉત્તર :– એ વ્યવહારે કહ્યું છે ને કહ્યું છે. બંધ અધિકા૨’માં કહ્યું છે. વ્યવહાર, અવિને પણ વ્યવહાર હોય છે. એ અપેક્ષાથી કહ્યું છે. એ અપેક્ષા છે. નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી પણ વ્યવહારાભાસને પણ મિથ્યાદષ્ટિને પણ એ વ્યવહાર કહેવામાં આવ્યો છે. ‘બંધ અધિકા૨’ છે ને? મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન છે, આહાહા..! પણ એને દેવ, ગુરુની વ્યવહા૨ શ્રદ્ધા બરાબર છે એ અપેક્ષાએ તેને વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહાહા..! છે તો એ બંધનું કારણ, પણ એને વ્યવહા૨ કહેવામાં આવ્યો છે. અહીંયાં તો નિશ્ચય સહિત હોય તેને વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહાહા..! સમજાય છે કાંઈ? આ તો સમયસાર’ છે ને? પ્રભુ! સમય એટલે આત્મા અને તેનો સાર. વીતરાગમૂર્તિ પ્રભુ, પૂર્ણ અતીન્દ્રિય આનંદનું દળ, કંદ પ્રભુ એમાં જરી મુંઝવણ ન થવી તે અમૂઢદૃષ્ટિ નિશ્ચય છે અને દેવ, ગુરુ, શાસ્ત્રમાં મૂઢતા ન થવી તે વ્યવહાર છે. આહાહા..! અહીં તો કહે, દેવ, ગુરુ, શાસ્ત્રને બરાબર માને ને ઓળખે તો સમકિત છે, એ વાત ખોટી છે. આહાહા..! આત્માનો અનુભવ સ્વભાવનો આશ્રય કરીને અનુભવે તો સમિકત છે. આહા..! જુઓને! ખુલાસો.
દેવ, ગુરુ ને શાસ્ત્ર. જે સમકિતના નિમિત્ત કારણો (છે). આહાહા..! તેના પ્રત્યે.. પર છે ને ઇ? એક. અને લોકની પ્રવૃત્તિ...’ દુનિયાની પ્રવૃત્તિ એવી દેખાય, ઓહો..! જાણે ધર્મની પ્રવૃત્તિ ઘણી એટલે એને મુંઝવણ આવી જાય કે આ શું? મુંઝાય નહિ વ્યવહારે. મિથ્યાદૃષ્ટિઓની ધર્મની પ્રવૃત્તિ બહાર દેખીને કરોડો રૂપિયા ખર્ચતા હોય, હાથીને હોદ્દે ગજરથ કાઢતા હોય પણ એથી લોકની પ્રવૃત્તિ દેખીને એ મુંઝાય નહિ. એમાં શુભભાવમાં મુંઝવણ ન આવે, એમ કહે છે. શુદ્ધમાં તો ન જ આવે. આહાહા..! અરે.....! આ ધર્મ તો સમજ્યા નથી અને આ લોકો કરોડો રૂપિયાના ગજરથ કાઢે, રથયાત્રા કાઢે ને પંડિતો બધા ભેગા થાય, હો..હા, હો..હા (કરે) એ પ્રવૃત્તિથી સમકિતી વ્યવહારથી મુંઝાય નહિ. નિશ્ચયથી તો મુંઝાય નહિ. સ્વભાવ (છે). આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! શું થાય?
વીતરાગ સર્વજ્ઞ ૫રમાત્મા, એના વિરહ પડ્યા. આહાહા..! અને પાછળ વાણીમાં માર્ગ રહ્યો. ઇ જેને અંદર સમજવામાં આવ્યો, આહાહા..! એને કહે છે કે વ્યવહા૨ દેવ, ગુરુ, શાસ્ત્રમાં... ઇ દેવ, ગુરુ, શાસ્ત્રમાં મુંઝાય નહિ માટે એ નિશ્ચય ધર્મ છે એમ નહિ. સમજાણું કાંઈ? પોતાનો નાથ ભગવાન સ્વરૂપ આનંદનો સ્વઆશ્રય તેમાં જે અમૂઢ દૃષ્ટિ પ્રગટી છે તે નિશ્ચય છે, તે નિર્જરાનું કારણ છે. એ નિર્જરાનું કારણ છે. આહાહા..! અને દેવ, ગુરુ, શાસ્ત્રમાં મુંઝવણ નહિ, એ સમકિતીને, હોં! એ પુણ્યબંધનું કારણ છે. અરે..! આવી વાતું છે. મુમુક્ષુ :– પરંપરા મોક્ષનું કારણ છે.
ઉત્તર ઃપરંપરા એ તો આનો અભાવ કરશે એ અપેક્ષાએ. આહા..! બંધભાવ એ કંઈ પરંપરા મોક્ષનું કારણ હોય? પણ અત્યારે નિશ્ચયમાં આવ્યો છે અને અશુભના ઓલાથી છૂટ્યો છે પછી શુભથી છૂટશે એથી એને પરંપરા કારણનો આરોપ આપ્યો છે. આહાહા..!