________________
ગાથા- ૨૩૬
એવું સ્વરૂપ છે, ભાઈ! આહાહા..!
અહીં તો પ્રશ્ન મગજમાં એમ ઉઠ્યો કે, દેવ, ગુરુ ને શાસ્ત્રમાં મુંઝવણ નહિ એ વ્યવહાર માર્ગ (છે). આહાહા..! એ એક વિકલ્પ છે, એ ધર્મ નથી. વ્યવહાર વિકલ્પને, વ્યવહાર પુણ્યને વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે. વ્યવહાર ધર્મ એટલે પુણ્ય, એમ. એટલે કે બંધનું કારણ. આહા..! પણ જેને આત્માના જ્ઞાનનો અનુભવ હોય, શાયકનો જેને સ્વાદ આવ્યો છે, આહાહા..! એ સ્વાદને અંશેથી આખો આત્મા આનંદમય છે એવી જેને અંત૨માં અનુભવમાં પ્રતીતિ આવી છે તેની દશાને અમૂઢ દશા કહે છે. એ મુંઝાતો નથી આમાં કે આ દુનિયામાં શું છે? પ્રભુ! પૂર્ણાનંદનો નાથ જ છે. આહા..!
મુમુક્ષુ :– કોર્ટમાં જાય તો મુંઝાય જાય.
ઉત્તર = કોર્ટમાં જાય તોય મુંઝાય નહિ, કીધું નહોતું? તે દિ’ એ (સંવત) ૧૯૬૩ની સાલ છે, સત્તર વર્ષની ઉંમર હતી. સત્તર વર્ષની. મોટી કોર્ટ, ‘વડોદરા’. તે દિ’ ત્રણ હજારનો મહિને પગા૨! શું કહે છે? ભાઈ! પ્રેસિડેન્ટ શું કહે છે? પ્રેસિડેન્ટ. તે દિ', હોં! ૧૯૬૩ની સાલમાં મહિનાનો ત્રણ હજારનો પગા૨. મોટી કોર્ટ છે વડોદરા’ બહા૨. અમારે માથે અફીણનો ખોટો કેસ આવ્યો હતો. દુકાન ઉપર પોલીસ (બક્ષીસ) લેવા આવ્યો, પિતાજીએ કહ્યું કે તું ભઈ! તું આઠ આના લે. એ કહે કે નહિ, રૂપિયો લઉં. એમાં થઈ તક૨ા૨. આહા..! એમાં કોર્ટે ચડતા સાતસોનો ખર્ચ થયો. તે દિ' તો મારી નાની ઉંમર, સત્ત૨ વર્ષ અને પોલીસે મારું નામ નાખેલું કે આ અફીણની પોટલી લઈને આવ્યો હતો અને છોકરાએ આમ કર્યું ને તેમ કર્યું એમ કંઈક કહ્યું. ૧૯૬૩ની વાત. ખોટી, તદ્દન ખોટી (વાત). ત્રણ કલાક કોર્ટમાં કેસ ચાલ્યો. ‘વડોદરા' બહા૨ મોટી કોર્ટ (છે). તે દિ' ત્રણ હજારનો પગા૨ તે દિ' એટલે! અત્યારે ત્રીસ ગુણો લાખનો (પગાર) થયો. ત્રણ કલાક (દલીલ ચાલી) અને સત્તર વર્ષની ઉંમર. મારા ભાઈ સાથે ‘ગાંડાભાઈ’, આ મનહ૨’ નહોતો આવ્યો, કરોડપતિ છે, એના બાપનો બાપ અમારી સાથે હતો, કેસમાં હતા. પાંચને પકડ્યા હતા. ત્રણ કલાક, ભાઈ હોં! બહાર નીકળીને ભાઈએ પૂછ્યું, ભાઈ! કેમ થયું? કીધું, કાંઈ થયું નથી. શું થાય? જે સત્ય હતું (તે કહ્યું).
૫૬૧
મુમુક્ષુ :- આપ તો અપવાદ છો.
ઉત્તર :- આ તો સત્ય છે, બિલકુલ ધ્રુજ્યા વિના (કહ્યું). સત્તર વર્ષની ઉંમર. એનો ભૂરાનો એક કારકુન હતો, બહુ મધ્યસ્થ. આમ જોઈને (કહ્યું), કોણ છે આ વાણિયા? આ અફીણના ગુનેગા૨? બિલકુલ એના મોઢામાં દેખાતા નથી, એમ કહ્યું. ૧૯૬૩ની સાલની વાત છે. તમારા જન્મ પહેલા. બોંત્તેર વર્ષ (થયા). એમને લાકડાના ઓલામાં ન ઉભા રાખો. પાંજરામાં (ઉભા) રાખે ને? નહિ, ખુલ્લામાં ઉભા રહેવા ક્યો. વાણિયા છે, એના મોઢા તો દેખો! અફીણના ગુનેગાર આ વાણિયા? કચાં દેખાય છે? વાત સાચી, ખોટેખોટો કેસ હતો. ત્રણ કલાક મને કોર્ટમાં પૂછ્યું કે, આનું કેમ છે? મેં ત્રણ કલાક જવાબ બરાબર આપ્યો.