________________
૫૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આપણને કાંઈ ભય-ડર કાંઈ કરતા કાંઈ (નહિ), મોટા ત્રણ હજારના પગારદાર હોય અને ઓલી ભાઈ હોય ને શું માથે? પંખો મોટો. આ પંખો ન હોય. મોટી કોર્ટ. મહિનાનો ત્રણ હજારનો પગા૨, ૧૯૬૩ની સાલ એટલે? અહીં અમારે કાંઈ નથી. ત્રણ કલાક કોર્ટમાં (હતા). એ લોકોને એવું લાગ્યું કે આ વાત, કેસ તદ્દન ખોટો છે.
મુમુક્ષુ :– ઇ વાત સાચી પણ આપનું દૃષ્ટાંત બધાને લાગુ ન પડે.
ઉત્તર :– પણ આ તો થયું એની વાત છે. બિલકુલ કેસ ખોટો છે. મોટો ત્રણ હજારનો પગારદાર અને કારકુન. જ્યાં કેસ થયો ત્યાં અમે કોર્ટ લાવીએ. પાલેજ’ કોર્ટ લાવ્યા. ન્યાથી ‘વડોદરા’થી ‘પાલેજ’. જે ઠેકાણે ખુરશી નાખી ને પ્રેસિડેન્ટ બેઠો, કારકુન બેઠો. પૂછવા માંડ્યો સૌને, પોલીસને ને બધાને. બિલકુલ કેસ ખોટો, જૂઠો, શૂન્ય છે એમ લખ્યું. એ..ઇ..! અને ત્યાં સુધી એ લોકોએ કહ્યું કે, આ પોલીસે તમને ગુનો કરીને પકડ્યા ને તમને ખર્ચ થયો હોય તે એની પાસેથી લ્યો. ખોટી વાત કેમ કરી આવી? હવે, કીધું રહેવા દે ને, ભઈ! અમારા પિતાજીને બધાએ (કહ્યું). અને કુદરતે એવું થયું કોઈ કે, કોઈ માણસે એને મારી નાખ્યો. અહીંથી તો બિલકુલ કીધું, બિચારા ગરીબ માણસ, એણે આમ કર્યું, જતું કર્યું, સાતસો રૂપિયાનો અહીં અમારે તૂટો નથી. ૧૯૬૩ની વાત છે. સત્યને શું છે?
એમ જ્યાં આ સત્ય જ વસ્તુ આવી છે. આહાહા..! પૂર્ણાનંદનો નાથ ભગવાન જ્યાં પ્રતીતમાં, અનુભવમાં આવ્યો કહે છે, એને મૂઢતા કેવી અંદરના સ્વરૂપ માટે? કે આવું સ્વરૂપ આવડું મોટું હશે કે નહિ? એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવી શક્તિ અંદરમાં પડી છે, એવો એ આત્મા. અનંત અનંત આનંદ પડ્યો છે, અનંત અનંત વીર્ય પડ્યું છે, અનંત અનંત શાંતિ પડી છે. શાંત.. શાંત.. આવડો આત્મા હશે? એમ સ્વરૂપ પ્રત્યે તેને મૂઢતા હોતી નથી. એને વ્યવહાર પ્રત્યે, દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે મૂઢતા હોતી નથી, વિકલ્પ છે. આહાહા..! શું વીતરાગનો માર્ગ! આહાહા..! દેવ, ગુરુ ને શાસ્ત્ર એ ત્રણ (અને) બહારની ‘લોકની પ્રવૃત્તિ,...’ એમાં મુંઝાય નહિ. અજ્ઞાનીઓના મોટા ઠાઠમાઠ દેખે, ગજરથ હોય ને, છે મિથ્યાદૃષ્ટિ. અને બધા સાધુ ભેગા થઈને.. ઓહોહો..! એનાથી મુંઝાય નહિ. એ તો પુણ્યનો ઉદય હોય તો એવું હોય છે. આહા..! બે.
‘અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ...’ અન્યમતિ આદિ જે અજ્ઞાનીના કથન, વેદાંતના, ઈશ્વર કર્તા આદિના મતના. ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી...' આ વ્યવહાર, હોં! આહાહા..! આ મૂઢતા ન રાખી માટે ધર્મ છે એમ નહિ. આહાહા..! અરે..! પ્રભુ! માર્ગ બહુ જુદો, ભાઈ! આહાહા..! સ્વરૂપમાં મૂઢતા નહિ. આવડો ભગવાન મોટો પરમાત્મા અસંખ્ય પ્રદેશી, આ શરી૨ પ્રમાણે અને અનંત અનંત ગુણનો પુંજ, જેની સંખ્યાનો પાર નહિ અને જે અનંત અનંત અનંત અનંત અનંત અનંત જ્ઞાન, દર્શનની શક્તિનો સાગર, જ્ઞાનીને તેમાં મૂઢતા નથી આવતી. નિઃશંક છે, વસ્તુ જ એવી છે. આહાહા..! તે જીવને વ્યવહા૨માં દેવ, ગુરુ, શાસ્ત્રની લોકપ્રવૃત્તિની અન્યમતિની વાંછા નહિ, મૂઢતા નહિ એ વ્યવહા૨ મોક્ષમાર્ગ છે, એ