________________
શ્લોક–૧૫૦
૩૭૫
આપે છે. આહા.! પર મારા છે ઈ વાત એના જ્ઞાનપ્રમાણમાં નથી. તેમ પરનો ઘણો સંયોગ થયો માટે પ્રમાણ, એ પ્રમાણ તો એનું જ્ઞાન કરે, સમજાય છે? પણ એ સંયોગો ઘણા થયા માટે તેને કંઈક નુકસાન છે અને જેને સંયોગો ઘણા છૂટી ગયા માટે તેને ધર્મનો લાભ છે, (એમ) રહેવા દે. આહાહા...! આવી વાતું છે. હેં? આહાહા...!
જો એવી શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે એવું માનવાનો પ્રસંગ આવે છે. આહાહા... કરોડો અપ્સરાઓ છે માટે મને બંધનું કારણ છે એમ રહેવા દે, એમ છે નહિ. આહાહા.! અને બિલકુલ અમે બાળબ્રહ્મચારી (છીએ), સ્ત્રીનો ત્યાગ કર્યો, પરનો બધો ત્યાગ કર્યો છે માટે મને ધર્મ થયો, એમ રહેવા દે. સમજાણું કાંઈ? આહાહા....! શું શૈલી! ગજબ વાત છે. આ વાત બેસવી, બાપુ વીતરાગ ત્રિલોકના નાથની. આહાહા...! ભગવાન હીરલો ચૈતન્યનાથ, જેને જાગ્યો ને માન્યો ને અનુભવ્યો, કહે છે કે, તેને સંયોગો ગમે તેટલા હોય, તું શંકા ન કરીશ કે આને લઈને મને નુકસાન થશે. આહાહા...! જરી આજનો વિષય ઝીણો છે. ગાથા આવી છે ને! આહા...!
આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું માનવાની શંકા મટાડી છે; પરનો સંયોગ કર અને સંયોગમાં તને વાંધો નથી, ભોગવ, એમ કહેવાનો આશય નથી. સમજાણું કાંઈ? પરદ્રવ્યથી જીવને બૂરું થતું માનવાની શંકા મટાડી છે. પરદ્રવ્ય ઝાઝા માટે મને નુકસાન થશે, એ વાત રહેવા દે. તારી દૃષ્ટિ જો દ્રવ્ય ઉપરથી ખસી ગઈ અને રાગને પોતાનો માન્યો તો તને નુકસાન છે. પછી ભલે સંયોગો બિલકુલ ન હોય અને સંયોગોના ઢગલા હોય. આહાહા...! કીધું હતું ને? એ “લાલન” એમ કહેતા કે, અમારો બાદશાહ આવડો મોટો, હિન્દુસ્તાનનો રાજા (હોય તોપણ એને એક સ્ત્રી અને તમે કહો કે, અમારા તીર્થકર ચક્રવર્તીને છ— હજાર સ્ત્રી. તે શું છે? કીધું. આંકડો ઝાઝો માટે શું?
મુમુક્ષુ :- એકને માને તોય મારી માને છે.
ઉત્તર :- પણ એક છે એ પણ એનો ક્યાં છે ઇ? એક ને કરોડ, એની કયાં છે? એ તો સંખ્યા બહારની છે. અને બહારની સંખ્યાને આધારે આત્માને નુકશાન કે અનુકશાન છે, એમ છે? આહાહા! ભલે સંયોગો કાંઈ ન હોય પણ અંતરમાં જેણે ભગવાન ચિદાનંદને રાગસહિત ને રાગવાળો માન્યો, આહાહા.! ભલે એ દિગંબર મુનિ હોય તોપણ એ મિથ્યાષ્ટિ છે. આહાહા...! અને છ– કરોડ પાયદળની વચ્ચે ભોગમાં પડ્યો હોય), “ભરત ચક્રવર્તી હંમેશાં સેંકડો કન્યાઓ પરણતો, રાજકન્યા. છ– કરોડ એટલે? “ભરતેશ વૈભવમાં આવે છે. “ભરતેશ વૈભવ’ છે ને? હેં? “ભરતેશ વૈભવ’. વાંચ્યું છે, એમાં શું આવે છે કે, હંમેશાં સેંકડો રાજકન્યા પરણે. તે તો સંયોગ છે. સંયોગને એ અડે છે કે દિ? દૃષ્ટિમાં તો તેનો ત્યાગ છે. દૃષ્ટિમાં તો રાગનો ત્યાગ છે તો વળી પરવસ્તુનો ત્યાગ, એ તો પ્રશ્ન શું? એ તો પહેલેથી જ પરવસ્તુનો ત્યાગ તો એના સ્વભાવમાં જ છે. સમજાણું કાંઈ? આહાહા.!