________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
અહીંયાં તો જીવને પદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું.’ આહાહા..! સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે...' આહાહા..! સ્વચ્છંદી થઈને રાગને અને પરને પોતાના માનવા તે તો મિથ્યાષ્ટિ છે. એમ આગળ કહેશે.' હવેની ગાથાઓમાં કહેશે.
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
૩૭૬
અધ્યાત્મની વાત અહીંથી ખૂબ ચાલી તેથી જૈનના નામે કેટલાક એવા નિશ્ચયાભાસી થઈ ગયા છે કે નિશ્ચયથી બધા એક જ છે પણ સમજ્યા વિના શું બધા એક જ છે ! છએ દર્શનને ઘણાં એક માને છે. એક સાધુ અહીં આવેલાં તે કહે, આત્મા નિશ્ચયથી ખાતો નથી પછી દારૂ કે માંસ ખાય તોપણ શું થઈ ગયું! અરે! નિશ્ચયનો અર્થ એવો નથી! જેમાં જેટલી ભિન્નતા છે તેનો વિવેક જ્ઞાનમાં બરાબર આવવો જોઈએ. પોતાની પર્યાયને યોગ્ય તેને આહાર આદિનો વિકલ્પ આવે છે. દારૂ અને માંસ પણ ચાલે–એવું માનીશ તો મરી જઈશ. નિશ્ચયાભાસ કરવા જઈશ તો નિશ્ચય અને વ્યવહાર બંનેને ચૂકી જઈશ. વ્યવહાર આશ્રય કરવા લાયક નથી પણ વ્યવહા૨ જ નથી એમ માનીશ તો એકાંત થઈ જશે. શાસ્ત્રના બહાને આવા ઊંધા અર્થ કરીને મરી જઈશ. પહેલાં ક્રિયાકાંડનો પક્ષ હતો ત્યારે ક્રિયા કરવી... ક્રિયા કરવી એ જ મુખ્ય હતું અને હવે જ્યાં નિશ્ચયનો પક્ષ આવ્યો ત્યાં ગમે તેવી ક્રિયા ચાલે” એમ ન હોય. ક્રિયા તેવી ન હોય. મુનિને યોગ્ય જ ક્રિયાનો વિકલ્પ આવે તેમ દરેકને ભૂમિકા અનુસાર જ ભાવ હોય.
આત્મધર્મ અંક-૭, માર્ચ-૨૦૦૭