________________
ગાથા-૨૧૨
૩૦૫
તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો.' એ અનુરાગ. આ ઇચ્છા સદા રહો એમ છે જ્ઞાનીને? આહાહા..! માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.’ આહાહા..! આવી વાત. અને ન્યાયથી સિદ્ધ કર્યું છે, હોં! આહાહા..! ૫રમાત્મા પોતે અનંત પવિત્રતાનો પિંડ, એની પર્યાય પણ નિરોગ પવિત્ર છે. પવિત્રતામાં આ અપવિત્રતા તે તો રોગ છે. આહાહા..! માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.’ માટે ધર્મીને અજ્ઞાનમય રોગ સમાન વસ્તુનો અભાવ છે. સ્વરૂપમાં નથી, પર્યાયમાં નથી. એ પર્યાય ૫૨નું કાર્ય છે એને એ જાણે છે. આહાહા..! આવી વાતું. ભારે આકરું કામ. આહાહા..!
પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી...' ઇ ચોથો બોલ. ૫૨જન્ય ઇચ્છા, ભાષા દેખો! પરજન્ય છે, સ્વભાવજન્ય નથી. મારો પ્રભુ અનંત પવિત્રતાના અનંતના પાર વિનાના ગુણો, પણ કોઈ ગુણ એવો નથી કે જે અપવિત્રતપણે પરિણમે. પવિત્ર અપવિત્રપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. આહાહા..! પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી...' આહાહા..! કો'કનો છોકરો કો'કને આવ્યો હોય તો એ એમ માને કે, આ મારો છોકરો છે? આહાહા..! એમ રાગની પ્રજા કર્મની છે, મારી નહિ. આહાહા..! આવું સ્વરૂપ છે. અરે..! સાંભળવા મળે નહિ, તત્ત્વની વાતનો પ્રયોગ ક્યારે કરે ઇ? આહાહા..!
પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ શાયક જ છે.' પણ કેમ કીધું? કે, ઓલા પુણ્યનો પણ જ્ઞાયક છે, પાપનો પણ જ્ઞાયક છે અને અશનનો પણ શાયક છે. ‘પણ’ શબ્દ એટલે બીજું કાંઈક થઈ ગયું છે એનો અર્થ થઈ ગયો છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.' શુદ્ધનયની દૃષ્ટિની પ્રધાનતાથી આ કથન જાણવું. પર્યાયનયે જ્યારે જાણે ત્યારે પર્યાય પોતામાં છે તેને જાણે. સમજાય છે કાંઈ? આહાહા..! કેમકે શુદ્ધ-અશુદ્ધ પર્યાયનો પિંડ છે દ્રવ્ય તો. મોક્ષમાર્ગ પ્રકાશક’માં બે ઠેકાણે આવે છે. કેમકે અનંતી જે અશુદ્ધ પર્યાય થઈ એની યોગ્યતા તો અંદર છે ને? અને એ અશુદ્ધ પર્યાય અને શુદ્ધ બધી પર્યાયનો પિંડ તે આત્મા છે. એમાંથી એક અશુદ્ધ પર્યાય કાઢી નાખો તો દ્રવ્ય સિદ્ધ નહિ થાય. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! હવે આ તો કેટલી અપેક્ષાઓ લાગુ પડે. જ્ઞાનનો પાર નથી, પ્રભુ! અનેકાંત જ્ઞાનનો પાર નથી. આહાહા..! આ પ્રમાણે શુદ્ઘનયની મુખ્યતાથી કથન જાણવું.’ અશુદ્ઘનયનું કથન ચાલતું હોય ત્યારે પર્યાય એની છે, એનું કાર્ય છે એમ જાણે. બે નયનું કથન છે ને ભગવાનનું? કાંઈ એક જ નયનું નથી. આહાહા..!
ဒီ