________________
૩૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એમેય નથી. એ તો પરમાણુની પર્યાયનો કાળ જ એ પ્રમાણે પરિણમવાનો છે. આહાહા...! સમજાય છે કાંઈ? પરમાણુઓમાં તે સમયે તે જ પ્રકારની પર્યાયપણે થવાનો સ્વભાવ છે. એને રોગ કહો, પણ એ તો પરમાણુની કમબદ્ધમાં આવતી પર્યાય છે. આહાહા! સમજાય છે કાંઈ? ‘કિશોરભાઈ! થોડું થોડું સમજવું, બાકી આમાં તો ઢગલા આવે છે. “અજીતભાઈ તો અહીં બહુ રહેતા. એને તો, આહાહા...! પૈસાની પાયું પ્રમાણે રૂપિયાની પાયું ગણે ને પાયુંના પાછા... શું કહેવાય ઓલા? બદામ ને અડવોક ને કાંઈક એવા. એના આવે ને? એક પાયના ઘણા આવે. એની કાંઈ કિંમત નથી અહીં આહાહા...!
આ તો અનંત ગુણનો નાથ... ઉત્તર તો કેવો, પંડિતજીએ ખુલાસો કર્યા છે. હૈ? આહાહા.! પ્રભુ! તારામાં તો અનંત પવિત્ર ગુણના પિંડ પડ્યા છે ને! દળના દળ પડ્યા છે ને! આહાહા...!
ઓલા લાડુ નથી થાતા, દળના? દળલાડુ થાતા, દળ(ના). ઘઉના દળના લાડુ ઘી નાખીને (બનાવે). જેમ એક શેર ચણાના લોટમાં ચાર શેર ઘી નાખીને બનાવે) એને મેસૂબ કહે અને ઘઉંના એક શેરના શક્કરપારો અથવા દળ કહે. પહેલા લાડવા થાતા દળના. હમણા તો હવે ક્યાં? એમ આત્મા આનંદનું દળ અને અનંત ગુણનું દળ છે પ્રભુ અંદર આ દળ, પણ નજરું નથી એટલે દેખાતું નથી. નજર બહારમાં રોકાઈ ગઈ. હૈ? આહાહા...!
જે નજરની પર્યાય છે એ પર્યાય રોકાઈ ગઈ બહારમાં. એ પર્યાયને અંદરમાં રોકે તો અનંત ગુણનું દળ તેની દૃષ્ટિમાં આવે. આહાહા...! તેની અપેક્ષાએ ઇચ્છાને રોગ કહેવામાં આવે છે. મારું સ્વરૂપ તો નિરોગ છે. અનંત અનંત પવિત્રતાના પરિણમનવાળું મારું સ્વરૂપ તો નિરોગ છે. આહાહા...! તેમાં આ રાગ રોગ છે. આહાહા.! બે (વાત થઈ. એક તો ઇચ્છા કર્મનું કાર્ય (કહ્યું). પેલામાં ત્રણ આવ્યા હતા. અશાતાને લઈને જઠરાગ્નિનું ઉત્પન થવું, વીતરાયને લઈને સહનશક્તિનો અભાવ, ચારિત્રમોહને લઈને ઇચ્છાનું થવું. (એમ) ત્રણ આવ્યા હતા. હવે એ ઇચ્છાના સમાધાન કહે છે.
એ ઇચ્છા, પ્રભુ આત્મા એનું કાર્ય નહિ, ભાઈ! એના પવિત્ર ગુણોનું પરિણમન પવિત્ર જ હોય. એ અપવિત્રનું કાર્ય ક્યાં આત્માનું છે? આહાહા...! ઇચ્છામાત્ર રોગ છે. ઓલા લોગસ્સમાં નથી આવતું? ‘આરુગ્ગોહિલાભ લોગસ્સમાં આવે છે, શ્વેતાંબરમાં. આપણેય લોગસ્સ છે. દિગંબરમાં. ‘આરુગ્ગોહિલાભ નિરોગતામાં સમ્યગ્દર્શનનો લાભ. આહાહા...! સમાવિવરમુત્તમ દિતુ' નથી આવતું? લોગસ્સમાં આવે છે, “શાંતિભાઈ'! ગડિયા કર્યા છે કે નહિ પહેલા? આહાહા...! રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. આહાહા.! ધર્મીને તો જ્ઞાનાનંદ અનંત ગુણનું કાર્ય છે તેમાં રાગને રોગ સમાન જાણી એ તો મટાડવા ચાહે છે, રાખવા ચાહતો નથી. આહાહા.!
“ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી....” શું કીધું? ઇચ્છા પ્રત્યેની ઈચ્છા નથી. ઇચ્છાની ઇચ્છા નથી. ઇચ્છા પ્રત્યે અનુરાગ, પ્રેમરૂપ ઇચ્છા નથી, એમ કહે છે. આહાહા...!