________________
૨૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કુરુમતિ સ્ત્રી હતી. હજાર દેવ સેવા કરે. ‘કુરુમતિ. કરમતિ આહાહા.. એ મરીને સાતમી નરકે ગયો. આ કુરુમતિને યાદ કરી, ભગવાનને યાદ ન કર્યો. આહાહા! અત્યારે પણ એવું થાય છે ને? મરવા ટાણે નાની ઉંમરનો મરતો હોય તો એની વહુને એની પાસે છેલ્લે મોકલે. શું એમાં?
અમારો નાનો ભાઈ હતો ને? “મગન. મગન”. તારા જમ્યા પહેલા મરી ગયેલો. (સંવત) ૧૯૭૧માં લગન (થયેલા). નાની ઉંમરનો, વીસ વર્ષનો. શરીર મોટું જુવાન લઠ્ઠ જેવું. ખાધે, પીધેલું શરીર. વીસ વર્ષની ઉંમરે લગન (થયા). મારી દીક્ષા પછી. સગપણ તો મારી દીક્ષા પહેલા (થઈ ગયેલું). એના સગપણમાં હું ગયો હતો, સાથે હતા. અને ૧૯૭૧માં લગન અને ૧૯૭૩માં ગુજરી ગયો. બે વર્ષ. આહાહા... લોકોને એવી ટેવ છે માળાને, વહુને એની પાસે મોકલી. મરવાનું ટાણું હવે. ‘નર્મદા' હતી, રૂપાળી બહુ હતી, બહુ રૂપાળી છોડી હતી. એની પાસે મોકલી. બધા બહાર નીકળી ગયા. એવું કાંઈક સાંભળ્યું હતું કે, એણે હાથ મૂક્યો. પછી છ મહિને એ ઝરીને પાછળ મરી ગઈ. આહા...! આ લેખ સંસારના, જુઓ દશા. આહાહા.! એને યાદ કરવા ગયા, પરને બાપા ! શું છે પણ હવે? સગાવ્હાલા એવા. કે એને હવે છેલ્લો મેળાપ કરવા દ્યો. શું છે પણ હવે આ? આહા...!
અહીં હમણા નહિ, ડૉક્ટર ગુજરી ગયા? “દસ્તુર' ડૉક્ટર મોટો હતોને? ૬૧ વર્ષની ઉંમરે. અહીંથી ગયા કેમ્પમાં. અને છેલ્લે એવું થઈ ગયું કે હું નહિ બચું. છતાં સ્ત્રીને બોલાવો. એવું છાપામાં આવ્યું હતું. સ્ત્રીને બોલાવી, ઓલી સ્ત્રી આવીને રોવા મંડી. હવે રોવે શું? છેલ્લે ટાણું. આ ભગવાનને યાદ કરને! આહાહા...! ક્યાં જાવું છે?
હમણા ભાઈના કાલે સમાચાર હતા ને? ભાઈ કહેતો હતો. “સુગધરાજ ભભુતમલ”. બે કરોડ રૂપિયાની ઉપજ છે. કાલે કાગળ હતો. મહારાજ એમ કહેતા હતા કે ક્યાં જઈશ અહીંથી તું? એ મને ભણકાર વાગે છે. ક્યાં જઈશ? બાપુ ! તારી દેહની સ્થિતિ તો પૂરી થઈ જશે. આહાહા.! આ દેહની સ્થિતિ તો પૂરી થઈ જશે પછી કયાં જઈશ? પ્રભુ ! આહાહા....! ચોરાશી લાખના અવતાર પડ્યા છે, પ્રભુ ! જો આત્માનું જ્ઞાન અને આત્માનું ભાન ન કર્યું, કયાં જઈશ? પ્રભુ ! તું ક્યાં જઈશ? આહા.! કાલે “ભભુતમલ'ના સમાચાર હતા. ભાઈ કહેતા હતા, “શુકનલાલજી'. કાગળમાં આવ્યું હતું. આહા.! નહિતર એની પાસે પૈસા ઘણા છે, અત્યારે બે કરોડ ઉપર પૈસા (છે). પોતે ધંધો બંધ કર્યો છે, છોકરાઓ કરે. એવું સાંભળેલું. સાંભળ્યું હોય છે કહીએ, આપણને ક્યાં ખબર હોય? પણ તોય માણસને આ પ્રેમ ઘણો છે. આહા.! અરે.રે.! મહારાજ એમ કહે છે કે, આ દેહ છૂટીને જાઈશ ક્યાં? તું તો રહેવાનો છો. હૈ? દેહનો નાશ થશે, તારો નાશ થશે? હવે તું ક્યાં જઈશ? પ્રભુ ! આહાહા.! કયે ઠેકાણે જઈશ? ક્યાં તારે અવતરવું છે? અરે.રે.! એવા જેને અંદરમાં ઘા, ઘા લાગે ને ભવના ડરનો એવો પાઠ છે ને? “ભવભયથી ડરી ચિત્ત યોગસારમાં છે. ભવ ભવ ભવ અરે...!