________________
ગાથા-૨૦૦
ગાથા-૨૦૭ ઉપર પ્રવચન
૨૩૯
હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી?” જેને આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ દૃષ્ટિમાં આવ્યો, પર્યાયમાં આખા જ્ઞેયનું જ્ઞાન થયું, પર્યાયમાં આખા શેય જ્ઞાયક આત્માનું જ્ઞાન થયું, પર્યાયમાં આખી ચીજની પ્રતીતિ જ્ઞાનપૂર્વક થઈ અને તેમાં લીનતાનો અંશ પણ થયો, એ પરને કેમ ગ્રહતો નથી? પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છે :–' ૨૦૭. को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं । अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो ।। २०७ ।। પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય' એવું કોણ શાની કહે અરે! નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭. ‘જાણતો જે નિશ્ચયે’‘ળિયવં” છે ને પાઠમાં? ‘ળિયવં વિયાગંતો” ચોથું પદ. ઓહોહો..! ‘અમૃતચંદ્રાચાર્ય’ એની તો શું વાતું! એના શ્લોકમાં તો અમૃતના નાથને જગાડવા અમૃત ભર્યાં છે. જાગ રે જાગ હવે, બાપુ! તને સૂવું ન પાલવે. આહાહા..! એ રાગમાં જાગવું ન પાલવે, પ્રભુ! એમ કહે છે. આહાહા..! તારી ચીજમાં જાગૃત થા, એમ કહે છે. આહા..! ટીકા :– જે જેનો સ્વભાવ છે તે તેનું ‘સ્વ’ છે...' સ્વનો અર્થ નીચે. ધન, મિલકત, માલિકીની ચીજ. જેનો સ્વભાવ છે...' આહાહા..! અરે.....! આવા અવતાર. શું કહે છે? જે જેનો સ્વભાવ છે તે તેનું.' ધન છે, તે તેની મિલકત છે. જે જેનો સ્વભાવ છે તે તેનું..’ ધન, મિલકત છે અને પોતાના સ્વામીત્વની એ ચીજ છે. સમજાણું? જે જેનો સ્વભાવ છે, સ્વભાવ છે. ભાવવાનનો, સ્વભાવવાનનો સ્વભાવ છે, સ્વભાવવાનનો સ્વભાવ છે તે તેનું ધન છે, તે તેની લક્ષ્મી છે, તેના સ્વામીત્વની એ ચીજ છે, તેની મિલકત છે. આહાહા..!
તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે...' નીચે અર્થ આવ્યો હતો ને? એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી...' આહાહા..! સૂક્ષ્મ મતિ અને શ્રુતજ્ઞાનના ઉપયોગથી. સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી જ્ઞાની...’ આહાહા..! ‘જ્ઞાની પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે,...' આહાહા..! ધૂળના પરિગ્રહ મારા, એ તો મૂઢ માને, કહે છે. આહાહા..! મુમુક્ષુ :– ચક્રવર્તીને મૂઢ કહેવો?
=
ઉત્તર મોટો મૂઢ. ‘બ્રહ્મદત્ત’ મરીને નરકે ગયો, ભાઈ ! આહા..! બાપુ ! એ ભાષા ઠીક પણ મોટો સોળ હજાર દેવ સેવા કરે, છન્નુ હજાર સ્ત્રીઓ, છન્નુ કરોડ પાયદળ, અડતાળીસ હજાર પાટણ, બોંત્તેર હજાર નગર. આહાહા..! હીરાના ઢોલિયે સૂતો (હોય).