________________
ગાથા- ૨૦૭
૨૪૧ આહાહા..! એનાથી ડરીને ચિત્તને આત્મા ઉપર (વાળ), પ્રભુ ! આહાહા. જ્યાં ભવ અને ભવના ભાવનો અભાવ છે), એવા ભગવાન પાસે જા, તને ભવ નહિ રહે. આહાહા...! અને એકાદ-બે ભવ રહેશે તોપણ હવે ત્યાં સાધકપણે રહેશે. સમજાય છે? પૂરું કરવાને વાર લાગે એટલે રહેશે, બાકી બીજું નહિ રહે હવે. આહાહા...!
દેહ છૂટીને જવાનું તો છે કે નહિ? ક્યાંક તો જાણે કે નહિ? તો ક્યાં જશે? બાપા ! અરે.રે...! સ્વરૂપનું ભાન નહિ કર્યું ને રાગની રુચિના પ્રેમમાં પડ્યો. પ્રભુ ! ક્યાં અવતરીશ તું? આહાહા...! આ એકેય રજકણ, કોઈ સાથે નહિ આવે. જેને માટે મમતા કરી છે. આ મારા દીકરા ને આ મારી દીકરી ને મારી બાયડી. અરે.! પ્રભુ ! શું કર્યું તે આ? આહાહા...! પ્રભુ ! તારે કયાં જાવું છે? શેમાં અવતરવું છે? એવી મમતાવાળી ચીજમાં જવું છે ? એમાં અવતરવું છે? આહાહા..!
અહીં એ કહે છે, આહાહા.! જેને સ્વસ્વભાવ તે જેનું ધન છે, સ્વસ્વભાવ જેની મિલકત છે, સ્વસ્વભાવ જેની સ્વામિત્વની ચીજ છે, ધણીપત્તાની ચીજ છે ઈ. આહાહા.! એ “સૂક્ષ્મ તીર્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી.. આહાહા...! સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિ – બે શબ્દ (છે). એવી દૃષ્ટિના આલંબનથી “જ્ઞાની પોતાના) આત્માને જ આત્માનો... આહાહા...! ધર્મી જીવ તો પોતાના આત્માને જ સૂક્ષ્મ, તીક્ષ્ણ ઝીણી તત્ત્વદૃષ્ટિના આલંબનથી. આહાહા.... પોતાના આત્માને જ, પરને નહિ. આહાહા...! નિયમથી, પાછું. નિશ્ચયથી આત્માનો પરિગ્રહ જાણે છે. મારી ચીજ તો આ છે, એ મારો પરિગ્રહ છે. આહાહા. તો પૂર્ણાનંદનો નાથ એ મારો પરિગ્રહ છે, એ મારી ચીજ છે, એ મારો સ્વભાવ, મારી સ્વામીત્વની ચીજ એ છે, એ મારું ધન છે, એ મારી મિલકત છે. આહાહા...!
અહીં અબજો રૂપિયા આવે ને થાય. મરીને ચાલ્યા જાય, બાપા! ક્યાંય પત્તો નહિ, મરીને ક્યાં જશે? આહાહા...! ઘણા તો મમતામાં મરે, ઢોરમાં અવતરે. આહાહા.. જે એના નિયમ છે એ પ્રમાણે થશે. કષાય તીવ્ર કર્યા હોય, માંસાદિ ન હોય. આપણે વાણિયાને કિંઈ એવું ન હોય. એને ધર્મની ખબર નથી. આહાહા..! ઘણા પશુમાં (જવાના). આહાહા...! અરે.! પ્રભુ! તારા મકાન ને મહેલમાંથી છૂટી ઢેઢગરોળીને કુંખે કે બકરીને કુંખે કે ભુંડને કુંખે (અવતરે). આહાહા...! પ્રભુ! આ શું છે તને આ? આહાહા...! એકવાર દૃષ્ટિની ગુલાંટ માર, કહે છે.
જેનો સ્વભાવ તે તેનું ધન ને મિલકત, માલિકીની ચીજ છે). મારો ભગવાન તો પૂર્ણાનંદનો નાથ, એ મારો સ્વભાવ છે). આહાહા.! એવી ચીજની જેણે તીક્ષ્ણ દૃષ્ટિથી આલંબન લીધું એ “આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે... આહાહા...! ઉઠાવી દીધો બધેથી. પર્યાયના અંશથી ઉઠાવ્યો, વિકલ્પથી ઉઠાવ્યો, નિમિત્તથી ઉઠાવ્યો. આહાહા.! “આત્માને જન્મ એમ શબ્દ છે ને? નિયમથી.” નિશ્ચયથી આત્માનો પરિગ્રહ જાણે છે. મારો પ્રભુ એ મારો