________________
૨૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરિગ્રહ છે. અનંત ગુણનો નાથ એ મારો પરિગ્રહ છે. પરિ નામ સમસ્ત પ્રકારે પકડ્યું. પરિગ્રહ. સમસ્ત પ્રકારે મારો શુદ્ધ સ્વભાવ એ મારો, એમ પકડી લીધું, સમ્યગ્દર્શનમાં. આહાહા...! લોકોને ક્રિયાકાંડની પ્રવૃત્તિ આડે આ સત્ શું છે એ વિચારવાને વખત લેતા નથી. ત્યાંને ત્યાં પડ્યો રહે).
એક બિચારો કહેતો હતો, સાધુ આવ્યો હતો. દક્ષિણી સાધુ હતો. ૯૫ વર્ષની ઉંમર કહેતા, પણ ૯૫ તો નહિ, ૮૫ તો હશે. પાલિતાણાથી આવ્યા. ચોમાસુ “ઇન્દોર’ હતું.
ત્યાં આપણા એક નેમિચંદજી પંડિત છે. એની પાસેથી અહીંનું વાંચ્યું અને પછી અહીં કહેતા, મહારાજ ! અમે સાધુ નથી, હોં ! સાધુ તો અમે નથી પણ હું તો એમ માનું છું કે હિન્દુસ્તાનમાં કોઈ ભાવલિંગી સાધુ નથી. અહીં આવ્યા હતા. પણ અરે..! અમારા પાપના ઉદય, અમને આ લિંગ આવી ગયા બહાર, હવે અમારે કરવું શું? દ્રવ્યલિંગ આવ્યું, હવે એ પ્રમાણે વ્હોરવા (જઈએ), એમાં ફેરફાર થાય તો લોકો... શું કરીએ? અમારા પાપના ઉદય. દ્રવ્યલિંગ હાથ આવ્યું, દર્શન વિના. એમ ત્યારે કહેતા હતા. છે. “ઋષભસાગર ને?
ઋષભસાગર' દક્ષિણમાં છે. ઇન્દોરમાં ચોમાસુ હતું ત્યારે આવ્યા હતા. ઇન્દોરમાં આપણા એક નેમિચંદ પંડિત છે. એને અહીંનું “સમકિત” પુસ્તક વંચાવ્યું. પુસ્તક વાંચ્યું. ઓહોહો...! વાત તો અલૌકિક વાત છે.
એક “ભવ્યસાગર દિગંબર સાધુ છે. ૧૮-૧૯ વર્ષની દીક્ષા. એ મળ્યા નથી પણ કાગળ બહુ આવે. તમારું વાંચન કરીને અમને એમ થયું છે કે, અમે સાધુ નથી. અમે સમકિત વિના દીક્ષા લઈ લીધી. હવે અમારે કરવું શું? અમને ત્યાં બોલાવો, હોં! એમ કહે. અમને સોનગઢ' બોલાવો. પણ અહીં તો બોલાવવાનો પત્ર-ફત્ર (કાંઈ નહિ). અહીં નાખવા ક્યાં? અહીં રાખવા ક્યાં? છતાં નીકળ્યા હતા ગિરનારને નામે. કીધું, શું થયું? અરે! બાપુ! બાહ્યના ત્યાગમાં ત્યાં રોકાવું પડે અને અંતરના તત્ત્વના વિચાર સાંભળવા મળે નહિ. એણે તો ત્યાં સુધી લખ્યું છે. અરે.! ધન્ય કાળ જે દિ' તમારી સભામાં હું આ વ્યાખ્યાન સાંભળું, અમારો ધન્ય કાળ. એમ લખ્યું છે, “ભવસાગર' સાધુ છે. આહા.! અરે.! બાપુ! ભગવાન! આ તો અંતરના ભગવાનની વાતું છે. આહાહા.!
અહીં તો પ્રભુ તારો સ્વભાવ જે સ્વ-ભાવ, સ્વ પોતાનો ભાવ, આનંદ, જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા એવો ભાવવાન પ્રભુ, તેનો સ્વભાવભાવ એ તેનું ધન છે, એ તેની માલિકીની મિલકત છે. આહાહા...! એ ધર્માએ પોતાના આત્માની પકડ કરી લીધી તો એ માલિકીની ચીજને પરિગ્રહ બનાવ્યો. આહાહા...! બહુ ફેરફાર, ભાઈ! દુનિયાથી આખો... ઓહોહો...! ‘હસમુખભાઈ આ દુનિયાની હોંશું તો ઊડી જાય એવું છે. આહાહા! શેના હરખ? ભાઈ! પરમાં શેના તને હરખના હડકા આવે? ભાઈ! એ પાપના હડકા છે. અંતર અનંત આનંદનો નાથ, એને સૂક્ષ્મ દૃષ્ટિથી પકડ. એ તારો પરિગ્રહ છે. છે ને? ટીકા છે કે નહિ?