________________
ગાથા૨૦૭
૨૪૩ સૂક્ષ્મ તીણ તત્ત્વદૃષ્ટિવાસ્તવિક તત્ત્વ છે તેની દૃષ્ટિ. આહાહા...! “આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું “સ્વ” નથી,...” કોણ? રાગાદિ, ભેદાદિ મારું સ્વ નથી. હું આનો સ્વામી નથી” આહાહા.! મારા સિવાય જે ચીજ છે, રાગાદિ, પર આદિ, એ મારું સ્વ નહિ, મારું ધન નહિ, મારી ચીજ નહિ. અરે! દયા, દાનનો વિકલ્પ પણ મારી ચીજ નહિ, એ મારું સ્વ નહિ, મારું ધન નહિ, મારી મિલકત નહિ. આહાહા... તેનો સ્વામી નથી. “એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી...” સ્વદ્રવ્યનો પરિગ્રહ કરે છે, પરદ્રવ્યનો પરિગ્રહ કરતો નથી. આહાહા...! “પદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી. તેને નિર્જરા થાય છે. આહાહા...! તેને અશુદ્ધતા ટળે છે અને શુદ્ધતા વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. (વિશેષ કહેશે.)
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૨૮૮ ગાથા–૨૦૭, ૨૦૮ રવિવાર, શ્રાવણ વદ ૧૨, તા. ૧૯-૦૮-૧૯૭૯
સમયસાર ૨૦૭ (ગાથાનો) ભાવાર્થ. લોકમાં એવી રીત છે.” ભાવાર્થ છે ને ? ‘લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી... દૃષ્ટાંત આપ્યો. લોકરીતિ એવી છે કે સમજદાર ડાહ્યો લૌકિક માણસ પુરુષ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ દૃષ્યત. આહાહા.! ઝીણી વાત બહુ, બાપા! ‘તેવી જ રીતે પરમાર્થજ્ઞાની..જેને ધર્મનું જ્ઞાન, આત્મજ્ઞાની (છે). આત્મા પુણ્ય-પાપના રાગથી ભિન્ન છે એવું જેને અંતરજ્ઞાન થયું એ જ્ઞાની, પરમાર્થજ્ઞાની. એકલા શાસ્ત્રના જ્ઞાની એમ નહિ. આહાહા...! પરમ પદાર્થ ભગવાનઆત્મા, તેના અવલંબને જે જ્ઞાન થયું એ પરમાર્થજ્ઞાની (છે). ઝીણી વાત બહુ, બાપુ! તે પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે....” સાચા જ્ઞાની અને સાચા ધર્મી, નિજ આનંદ અને જ્ઞાનાદિ પોતાની ચીજ છે, તેને પોતાનું ધન માને છે. આહાહા...!
પરના ભાવને પોતાનો જાણતો નથી,...” પરના ભાવ. એ પુણ્ય ને પાપના ભાવ એ તો પરના છે. આહાહા! અત્યારે રાડ નાખી જાય છે ને! દયા, દાન, વ્રત, ભક્તિ કરો (તો) કલ્યાણ થશે. અહીં કહે છે કે, એ તો પરભાવ અજ્ઞાનભાવ છે. આહાહા...! ઇન્દુભાઈ આવ્યા હતા, ગયા? છે? ઠીક! એવા પાણીના જોરમાં માથે ચડી ગયા. બહુ માણસ. “રતિભાઈ શું નામ? તેનો દીકરો. જ્ઞાયક. જ્ઞાયક. જ્ઞાયક. ધુન લગાવી હતી. પાણી માથે. ૨૫-૨૫, ૩૦ ફૂટ. મડદાં મરીને ચાલ્યા જાય. પોતે માથે. કહેતા હતા. આહાહા..! આત્મા તો જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપ છે. તેમાં પુણ્ય અને પાપના ભાવ પણ અન્ય છે. તે પોતાનું સ્વરૂપ નહિ. અરે...! આ વાત જગતને બેસવી (કઠણ પડે). એ કહ્યું ને?
પરના ભાવને પોતાનો જાણતો નથી” એ પુણ્ય ને પાપના ભાવ તો વિકારી અજીવ