________________
૨૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરભાવ છે અને તેના ફળરૂપ જે સંયોગ, એ તો પરભાવ તદ્દન ભિન્ન છે. આહાહા...! પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આહાહા.! ધર્મી તો શુભભાવને પણ પોતાપણે ગ્રહણ કરતો નથી. એ ભાવ મારો નહિ. અર.૨.! આવી વાત છે. ઝીણી વાત, ભાઈ! જેને પુણ્ય ભાવને તો પ્રભુએ અજીવ કહ્યો. ‘જીવ અધિકાર”માં. એ જીવ ભગવાન જ્ઞાનસ્વરૂપનું જેને ભાન થયું એ પુણ્ય એવા અજીવને કેમ ગ્રહણ કરે? આહાહા.! એ અજીવ મારા છે, પુણ્ય મારા છે, (એમ શા માટે ગ્રહણ કરે)? ઓલા વિદ્યાનંદજી' કહે છે કે, પુણ્યને અધર્મ ક્યાં કહ્યો છે? પણ આ કુશીલ કહ્યો, અન્ય ભાવ કહ્યો, એ શું છે? આહાહા...!
પુણ્યને જે ધર્મ' શબ્દ વાપર્યો છે તેનું કારણ છે. વ્યવહારધર્મની ઉપમા આપી. પોતાના નિશ્ચય સ્વભાવનો અનુભવ થયો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ થયા, તેમાં જે શુભ ભાવ છે તેને ધર્મનો-વ્યવહારધર્મનો આરોપ કર્યો. નિશ્ચયધર્મનો વ્યવહારધર્મમાં આરોપ કર્યો, એ ધર્મ છે નહિ. તો તેને વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહા...! બહુ આકરું કામ, ભાઈ!
ભગવાન ચૈતન્યસ્વરૂપ, એકલો જ્ઞાનરસનો આનંદકંદ પ્રભુ, તેને જેણે પોતાનો જાણ્યો, એ પોતાના સ્વભાવ સિવાય દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આવે છે પણ તેને પોતાના નથી માનતો. આહાહા...! એ તો પરના છે. લૌકિકમાં ડાહ્યો પુરુષ કોઈ પરની ચીજને પોતાની નથી માનતો. એમ અહીંયાં લોકોત્તરમાં... આહાહા...! આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાયક, તેનું જેને અંતરમાં ભાન થયું, એ જ્ઞાની પોતાનો સ્વભાવ નિજ ધન છે, એ રાગાદિ પોતાનું સ્વધન નહિ, એ તો પારકી ચીજ છે તેમ માને છે). આહાહા...! આવો માર્ગ લોકોને કઠણ લાગે). દિગંબર ધર્મ આ પોકાર કરે છે. હવે દિગંબરમાં જન્મ્યા એને ખબરું ન મળે. આહા.! વ્યવહાર કરો ને આ કરો ને એ કરતા કરતા થાશે.
અહીં તો કહે છે કે, ધર્મીજીવને વ્યવહાર આવે છે પણ તેને પોતાનો માનીને ગ્રહણ નથી કરતા. આહાહા.! છે? તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કિરતો નથી.” આહાહા...! ધર્માજીવ સમ્યગ્દષ્ટિ વાસ્તવિક ધર્મી, એ પુણ્યના પરિણામને પોતાના નથી માનતો, પોતાનું માનીને ગ્રહણ નથી કરતો. ભિન્ન કરીને તેનો જ્ઞાતા રહે છે. આહાહા...! કહો, હસમુખભાઈ! આવી વાત છે. આહાહા...!
કાલે ઇન્દુભાઈ “મોરબીની વાત કરતા હતા. આહાહા...! પાણીના ધોધમાં મડદાં ચાલ્યા જાય. માથે જોવે કે. આહાહા...! આ પાણી ક્યાં ચડી જશે? બાપુ એ બધા સંસારના માર્ગ છે. આહાહા! રાગનો વેગ આવ્યો એ પાણીનું પૂર આવ્યું પણ એ આત્માનું નહિ. આહાહા.! હૈ? એ પુણ્યના પરિણામનો પ્રભુ વેગ આવ્યો, એ પાણીનો પ્રવાહ છે, એ તારું સ્વરૂપ નહિ. આહાહા...! એ અજીવનો પ્રવાહ છે, પ્રભુ! એ જીવનો પ્રવાહ નહિ. આહાહા...! એ અહીં કહે છે, “આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ–સેવન કરતો નથી.”