________________
શ્લોક–૧૩૭
૧૦૭. આહાહા..“તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભભાવો....” જુઓ! દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, શુભભાવ (છે). તેનાથી) પોતાનો મોક્ષ માને છે. તેમાં ધર્મ માને છે. આહાહા...આ તો પંડિતે ખુલાસો કર્યો છે. “જયચંદ્રજી પંડિત'. આહાહા...!
“અને પર જીવોનો ઘાત થવો... પહેલી રક્ષાની વાત કરી હતી. પરદ્રવ્યની ક્રિયા છે તેને પોતાની માને છે એ મિથ્યાત્વ છે. અને પર જીવોનો ઘાત થવો એ તો તેને કારણે થાય છે. “અત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભભાવોથી જ પોતાને બંધ થતો માને છે... આહાહા....તેનાથી પોતાનો બંધ માને છે, અશુભથી બંધ માને છે અને શુભથી ધર્મ માને છે. આહાહા..બન્ને બંધના કારણ છે. શુભ અને અશુભભાવ બેય બંધના કારણ છે. આહાહા.“ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું...” શુભથી બંધ થાય છે. તેને પોતાનો માને અને અશુભથી પણ બંધ થાય છે અને અશુભથી જ બંધ માને છે અને શુભથી નહિ, તો તેને સ્વપરનું જ્ઞાન નથી, મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...!
કરુણા કરવી એ મિથ્યાત્વ ભાવ છે. એવો પાઠ છે. કુંદકુંદાચાર્યનો શ્લોક છે. પર તિર્યંચ અને મનુષ્ય દુઃખી થાય છે તો અર.૨.૨! એ દુઃખી છે એવી મમતા કરીને, મારા છે અને મને દુઃખ થાય છે, તેને દુઃખ થાય છે એવી કરુણા કરવી, પરની મમતા કરીને કરુણા કરવી એ મિથ્યાત્વનું લક્ષણ છે. આહાહા...! “પ્રવચનસાર' ૮૫ ગાથામાં છે. સમજાણું? આ તો ‘સમયસાર” છે. આહા.! ઘણો ફેર, બહુ ફેર. જન્મ, જરા, મરણ રહિત થવું, બાપુ! એક જ્ઞાયક સ્વરૂપ પ્રભુ... આહાહા.એનાથી જો શુભ-અશુભભાવ બને બંધનું કારણ છે. છતાં એક ભાવથી રક્ષા કરું તેનાથી મને કલ્યાણ થશે અને પરને મારું એવો અશુભભાવ બંધનું કારણ (છે). બન્ને બંધના કારણ છે. (તેમાં) એકને બંધનું કારણ માનવું અને એકને બંધનું કારણ નહિ માનવું (એ) મિથ્યાત્વ છે. આહાહા.!
મુમુક્ષુ – અનુકંપા એ શું સમજવું?
ઉત્તર – અનુકંપા ક્યાં છે? પોતાના રાગની મંદતા થવી. નિશ્ચયથી અનુકંપા તો વીતરાગી પરિણતિ છે તે અનુકંપા છે. ભગવાનને કરુણાવંત કહ્યા છે. ઉપખંડાગમમાં કરુણાવંત કહ્યા છે. એ કરુણા અકષાય છે, વીતરાગી કરુણા છે, રાગ નહિ. ‘ષખંડાગમમાં છે. પ્રભુને કરુણાવંત કહ્યા છે, દયાવંત કહ્યા છે. ૧૦૦૮ નામ છે ને? ભગવાનના ૧૦૦૮ નામ છે. બનારસીદાસનું છે. એમાં કહ્યું છે, પ્રભુ કૃપાવંત છે, કરુણાવંત છે, દયાવંત છે, એમ કહ્યું છે. ૧૦૦૮ નામ છે એમાં (આવા) નામ આવ્યા છે. એ તો વીતરાગી પર્યાયના નામ છે. દયાવંત ને કરુણાનો રાગ છે એ છે જ નહિ. આહાહા...!
મુમુક્ષુ :- ભગવાનનો તો સંદેશ છે કે, જીવો અને જીવવા દયો. ઉત્તર :- એ વાત વીતરાગની છે જ નહિ.