________________
૧૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
મુમુક્ષુ :- બધા લોકો કહે છે.
ઉત્તર :- ઇ તો અંગ્રેજીની વાત છે. જીવો અને જીવવા દ્યો, એ વીતરાગની વાત જ નથી. અંગ્રેજની વાત છે. આયુષ્યથી જીવે? એ તો અત્યારે એ વિરોધ કરે છે ને? કે, ‘સોનગઢ’વાળા ‘જીવો અને જીવવા દ્યો'નો વિરોધ કરે છે. પણ એ વાણી વીતરાગની છે જ નહિ. આયુષ્યથી જીવે અને આયુષ્યથી જીવવા ક્યો, એ વાત વીતરાગની છે નહિ. વીતરાગની તો જીવત્વશક્તિ છે, પ્રથમ. ૪૭ શક્તિ છે. હેં? જીવતર શક્તિથી જીવવું. આહાહા..! જીવતરમાં જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તા, તેનાથી જીવવું એ જીવનું જીવન છે. એ જીવનું જીવવું છે. આ આયુષ્યથી, શરીરથી જીવવું એ કંઈ આત્માનું છે નહિ. આહાહા..... કરે છે. લોકો દિગંબરમાં બોલે છે, ૨થ નીકળે ને? જીવો અને જીવવા દો, મહાવીરનો સંદેશ, જીવો ને જીવવા દ્યો’ કેમ ‘માણેકચંદભાઈ’ સાંભળ્યું છે કે નહિ? રથયાત્રામાં નીકળે ને? (ત્યારે બોલે) મહાવીરનો સંદેશ, જીવો જીવવા દ્યો' એ વાત જ ખોટી. એ..ઇ...! કોણ જીવે ને કોણ જીવવા દરે? જીવે તો ઇ. પોતાના જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તાથી જીવવું એ જીવન છે. એ પોતાનું જીવન છે અને ૫૨નું જીવન પણ એ છે.
૪૭ શક્તિ છે ને? (એમાં) પહેલી શક્તિ, પહેલો ગુણ જ એ લીધો છે. કેમ? કે, ‘સમયસાર’ની બીજી ગાથામાં એમ ચાલ્યું કે, નીવો ચરિત્તવંસળબાળતિવો તું હિ સસમયં બાળ’ એ જીવતર છે. બીજી ગાથા. પહેલી વંવિત્તુ સસિદ્ધે’, (બીજીમાં એમ કહ્યું), ‘નીવો વૃત્તિવંશળબાળનિવો તં ત્તિ સસમયે નાળા' આહાહા..! જો તમ્મદ્રેસહિતં = તં નાળ પરસમય।।' રાગમાં સ્થિત છે તે મિથ્યાષ્ટિ ૫૨સમય છે અને આત્મામાં સ્થિત છે તે સ્વસમય છે. એ જીવનું જીવન છે. નીવો ચરિત્તવંસળબાળવિવો એ ગાથામાંથી જીવતર શક્તિ કાઢી છે. ‘અમૃતચંદ્રાચાર્યે’ ૪૭ શક્તિમાં જે પહેલી જીવતર શક્તિ કહી એ બીજી ગાથાનો પહેલો શબ્દ ‘નીવો ચરિત્તવંસળબાળત્તિવો ત્યાંથી કાઢી છે. ત્યાંથી પહેલી જીવતર શક્તિ કાઢી છે. આહાહા..દિગંબર સંતોની વાણી કોઈ જુદી જાત છે. એ ક્યાંય દુનિયામાં છે નહિ. આહાહા..! શ્વેતાંબરના પંથમાં છે નહિ ને. જૈન નામ ધરાવે છે એમાં આ છે નહિ. તેમાં પણ કર્મથી વિકાર થાય છે ને વિકાર, શુભભાવથી ધર્મ થાય છે (એમ માને છે). આહાહા..! આ તો વીતરાગ સર્વજ્ઞદેવ પરમેશ્વર, એમનો આ હુકમ, આજ્ઞા આ છે, દિવ્યધ્વનિ એ છે. પ્રવચનસાર’! આહા..હા...!
અજ્ઞાની જીવરક્ષા આદિમાં શુભ બંધ નથી માનતો અને અશુભને બંધ માને છે તો એ મિથ્યાદૃષ્ટિ છે. બેય બંધના કારણ છે. મહાવ્રતના પરિણામ એ બંધનું કારણ, અવ્રતના પરિણામ એ બંધનું કારણ. આહાહા..!ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું;...’ શુભથી બંધ નથી માનતો અને અશુભથી જ (બંધ) માને છે તો સ્વપરનું જ્ઞાન તેને છે નહિ. આહાહા..! ઝીણી વાત બહુ.