________________
૧૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ થાય? આહાહા..!સમજાણું કાંઈ? તો એ પુણ્યતત્ત્વ છે એ આત્મા નહિ. આહાહા..! અને આત્મા જે શાયક સ્વરૂપ છે એ પુણ્યતત્ત્વ નથી. આહાહા..!આવી દૃષ્ટિ થયા વિના રાગ કરીને ધર્મ માને છે એ સ્વચ્છંદી મિથ્યાસૃષ્ટિ છે. આહાહા..!આકરી વાત છે.
‘સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી—ભેદજ્ઞાન નથી એમ સમજવું.’ રાગના કણથી પોતાપણું માનવું તેને સ્વપરનું ભેદજ્ઞાન છે નહિ. નાનામાં નાનો રાગનો કણ, જેનાથી મહાવ્રત પાળે, તીર્થંકગોત્ર બંધાય એ તો સમિકતીને થાય છે, પણ મહાવ્રતાદિ પાળે એ તો રાગ, નાનામાં નાનો સૂક્ષ્મ રાગ, આહાહા..!એને પોતાનો માને તેને સ્વપરનું ભેદજ્ઞાન નથી. ભગવાનઆત્મા જ્ઞાયક છે અને મહાવ્રતના પરિણામ રાગ છે, એ સ્વ ને પરની ભિન્નતાનો વિવેક છે નહિ. આહાહા..!આ તો બહુ સ્થૂળ વાત ચાલે છે. એમાં ઘણી ગડબડ થઈ ગઈ છે. આહાહા...!
જે ‘જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે... આહાહા..!મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો' મુનિ કોણ? દિગંબર મુનિ. શ્વેતાંબર મુનિને તો શાસ્ત્ર મુનિ માનતા જ નથી. કપડાસહિત જે મુનિપણું માને છે એ તો મિથ્યાષ્ટિ છે. તેના શાસ્ત્રમાં પણ કપડા રાખીને મુનિપણું મનાવ્યું છે. એ શાસ્ત્ર પણ મિથ્યાસૃષ્ટિના કહેલા છે. આહાહા..!આવી વાત છે. એ..ઇ...! શ્વેતાંબર શાસ્ત્રમાં મુનિએ આટલા કપડા લેવા ને આટલા ખપે, એને ધોવા.. બધી કલ્પના. મિથ્યાદૃષ્ટિએ શાસ્ત્ર બનાવ્યા છે. એ વાત ક્યાંય રહી ગઈ. અહીંયાં તો દિગંબર ધર્મમાં આવ્યો અને પંચ મહાવ્રત પાળે છે, તો પંચ મહાવ્રત છે એ તો રાગ છે અને આત્મા તો ભિન્ન જ્ઞાયક છે. તો બેનું ભેદજ્ઞાન નથી તો એ તો મિથ્યાષ્ટિ છે. આહાહા..!આકરું કામ છે. છે?
(જીવ) મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી વ્રત-સમિતિ પાળતાં) પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી...’ જોયું? પરજીવોની રક્ષામાં ધર્મ માનવો, ૫૨ જીવની રક્ષા હું કરી શકું છું એમ માનવું, ત્યાં સુધી મિથ્યાદૃષ્ટિ છે. ૫૨ જીવની રક્ષા કરી શકું છું તો એ તો પદ્રવ્ય છે. તેની પર્યાય તો તેનાથી થાય છે. તેનું આયુષ્ય છે અને તેની યોગ્યતા, શરીરમાં રહેવાની લાયકાત છે ત્યાં સુધી રહે છે. આયુષ્યથી રહે છે એ પણ નિમિત્તથી (કથન) છે. શરીરમાં રહેવાની પોતાની યોગ્યતાને કારણે ત્યાં સુધી રહે છે. શરીરમાં રહેવાની યોગ્યતા છૂટી ગઈ તો દેહ છૂટી જાય છે. આહા..! આયુષ્યને લઈને રહે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. બાકી તો પોતાની યોગ્યતા જ ત્યાં સુધી રહેવાની છે. આહાહા..!તો એની દયા પાળું, તેની રક્ષા કરું. તેની યોગ્યતા છે ત્યાં સુધી તો રહે છે, તું ક્યાં રક્ષા કરી શકે છે? સમજાણું? કોઈ જીવની રક્ષા કરું.
શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું...' જોઈને ચાલવું, પગમાં (કોઈ જીવ) નીચે ન આવી જાય એમ પગ મૂકવા (એવી) શરીરની પ્રવૃત્તિ કરવી. ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી...