________________
૧૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ (માં વધારે). “ભગવાનદાસ ખરા ને? પંદર પંદર હજાર માણસ. “ભોપાલમાં તો ચાલીસ હજાર! આ પંચ કલ્યાણક થયા હતા, નહિ? છેલ્લો કલ્યાણક. ચાલીસ હજાર! સાંભળે. અંદર ખળભળ તો થતું હતું માણસને, પણ આકરું પડે. એક કોર લાખોના, દસ દસ લાખ, પાંચ લાખના મંદિર બનાવે અને એને કહેવું કે એ તમે બનાવ્યા નથી, ફક્ત તમારો ભાવ શુભ હોય તો એ પુણ્ય છે, એ પુણ્ય અનાત્મા છે.
મુમુક્ષુ :- પુણ્ય કહેવું, અનાત્મા તો ન કહેવું.
ઉત્તર :- કોણ પણ કરે છે? એ તો થવાનું હોય ત્યારે થાય. એમાં ભાવ શુભ કર્યા માટે થાય છે? મંદિર તો મંદિરની પરમાણુની પર્યાયનો કાળ એ રીતે રચાવાનો હોય છે ત્યારે તે રચાય છે.
મુમુક્ષુ :- આ પાટિયા-બાટિયા કરે.
ઉત્તર:- કોણ કરે પાટિયા? એ પરમાણુએ પરમાણુ તે સમયે તે પર્યાય થવાના પરિણામ, તે પરિણામીના પરિણામનો કર્તા તે પરિણામી પદાર્થ છે. એ પર્યાયનું પરિણામ છે તે પરિણામનો કિર્તા પરિણામી છે. કડિયા ને ફલાણું એ કોઈ કર્તા છે નહિ એનો. અરે! આવી વાતું.
આ તમારી લાદીમાં નાખે છે ને? છાંટે. જોયું હતું, જામનગર'. “વઢવાણવાળા' છે ને? ‘લાદીવાળા' ત્યાં દૂધ પીધું હતું ત્યાં બધી લાદી આમ હતી. આ છંટાય ને છંટાય ને આ છંટાય. જામનગરના ગામ બહાર. આહા.!
અહીં કહે છે કે, અનાત્માનો પરિહાર થાય છે. આહાહા...! “(એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી...' ઓલા કર્મ બળવાન થતા હતા, પોતાની પર્યાયના જોરમાં, વિકારમાં કર્મનું નિમિત્ત બળવાન છે, એમ કહેવામાં આવે છે. આહા.! એ “સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ આવે છે. કછવી જીવો બળિયો, કછવી કમ્મ બળિયો'. ત્યાં નાખે, જુઓ! કર્મનું બળ. અરે...! પણ વિકારી પરિણામનું બળવાન(પણું) એ કર્મના નિમિત્તમાં બળવાન કહેવામાં આવ્યા.
જ્યાં વિકારી પરિણામ જે બળવાન છે એ કારણે અંદર અવિકારી પરિણામ પ્રગટ થતા નથી. આહાહા.! પરદ્રવ્યને લઈને પોતાની પર્યાયમાં કોઈ વધઘટ થાય એ બિલકુલ ખોટી વાત છે. માને ન માને જગત સ્વતંત્ર છે.
અહીં તો એ કહ્યું, ‘કર્મ જોરાવર થઈ શકતું નથી... એ ભાવકર્મનું જોર હતું, અનાત્માનું (જોર હતું) એ પછી આત્માનો લાભ થયો, અનાત્મા બળવાન થયો નહિ તો એ કર્મ બળવાન નથી એમ કહેવામાં આવ્યું. “રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી,” એ કારણે, અવલંબનથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે એ કારણે “રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી... આહાહા.! થોડી વિશેષ વાત છે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)