________________
ગાથા-૨૦૪
૧૮૯
ઉત્ત૨ :– સંસારની વાત કેમ ગળે ઉતરી જાય છે ઝટ? આ તો અંતરની વાત છે, પ્રભુ! આહાહા..! આ સાધુઓએ બહારમાં બધું મનાવી દીધું. વ્રત કરો ને અપવાસ કરો ને સેવા કરો ને સાધર્મીને મદદ કરો. આહાહા..!
મુમુક્ષુ :– બહારમાં તો એનું માહાત્મ્ય છે.
ઉત્તર :– છે, દુનિયાને બહારનું માહાત્મ્ય છે એ તો મિથ્યાત્વ છે.
દરબારને નામથી બોલાવે, ફલાણો સિંહ, ફલાણા દરબાર, એમ. આહાહા..! મારી નાખ્યા. ગરાસિયાને એક નામે ન બોલાવાય. ‘હિરસંઘ’ એમ ન બોલાવાય. ‘હસિંઘજી”, ‘હરિસિંહ’. મૂળ તો ‘સિંહ’ શબ્દનો ‘સંઘ’ થઈ ગયો. મૂળ તો ‘હરિસિંહ’, ભાવસંઘ ને રિસંઘ’. દરબાર! દુનિયાની બધી ખબર છે, હોં! એ સંઘ કેમ થયો? મૂળ તો ‘સિંહ’ (શબ્દ) છે. ‘હરિસિંહ’, ‘ભાવસિંહ’ દરબારના નામ. પણ પછી સાધારણમાં થઈ ગયા, ‘હિરસંઘ’ ને ‘ભાવસંઘ’ થઈ ગયું. ‘સિંહ’નું ‘સંઘ’ થઈ ગયું. આ જુઓને મોટા.. ‘ઇન્દોર’. એ બધા વાણિયા છે તોય નામ ‘સિંહ’. ‘રાજકુમારસિંહ', ફલાણાસિંહ. એના નામ ‘સિંહ’ અને આ ગરાસિયાના નામ થઈ ગયા ‘સંઘ’. હેઠે ઉતરી ગયા, પુણ્ય ઓછા. અને વાણિયા કરોડપતિઓ, વીસ કરોડ, ચાલીસ કરોડ. આમાં ‘સિંહ’ છે ને. ‘શાંતિપ્રસાદ'માં એ નથી. ત્યાં ‘શાંતિપ્રસાદ' ને ‘શ્રેયાંસપ્રસાદ’ ને એ છે અને આ ઇન્દોરમાં બધા ‘સિંહ’, ‘રાજકુમારસિંહ’, ‘રાજા બહાદુરસિંહ' છે ને? ખબર છે.
મુમુક્ષુ :– એની પત્નીને ૨મા ન કહેવાય, ૨મા૨ાણી કહેવાય.
ઉત્તર ઃ૨મા૨ાણી કહેવાય છે, એમ કહેવાય છે. ‘૨મા૨ાણી શાંતિપ્રસાદ’. ધૂળેય નથી ૨મા૨ાણો. આહાહા..! એ તો આનંદની સાથે પિરણિત રમે એ રમારાણી છે. આહાહા..!
એ અહીં કહે છે કે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે,..' અનાત્મા કોણ? પુણ્ય. પાપ તો ઠીક પણ પુણ્ય છે એ અનાત્મા છે, અજીવ છે. આહાહા..! અજીવનો પરિહાર થાય છે. આહાહા..! જીવ ભગવાનઆત્મા પૂર્ણાનંદ પ્રભુ, તેના અવલંબનથી નિજ પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, આત્મલાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. આહાહા..! બહુ સરસ! ઓલા કહે છે કે, એ અનાત્મા રાગ છે, વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે. અહીં તો કહે છે કે, આત્માના સ્વભાવનો લાભ થાય છે તો અનાત્માનો પરિહાર થાય છે. અરેરે..! જે વ્યવહાર અનાત્મા છે તેનાથી આત્માનો લાભ થશે! અહીં કહે છે કે, આત્માનો જે લાભ અંતરથી થાય છે ત્યારે અનાત્માનો પરિહાર થાય છે. આહાહા..! અનાત્માનો ત્યાગ થાય છે. આહાહા..! લોકરંજન કરવાની વાત. આહાહા..! દુનિયા આમાં લોકરંજન થાય નહિ. પકડાય નહિ, માંડ-માંડ ત્યાં.. તોય હવે માણસ આવે છે. મુંબઈ’માં પંદર પંદર હજાર માણસ, દસ દસ હજાર માણસ સાંભળવા આવે છે. શું કહે છે, સાંભળો તો ખરા. ઇન્દોર’માં પંદર પંદર હજાર માણસ, ‘સાગર’માં વધારે. ઇન્દોર’ કરતાં ‘સાગર’