________________
૧૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પુણ્યભાવનો લાભ એ અહીં નહિ. પુણ્ય ભાવ તો અનાત્મા છે. આહાહા...! સમજાણું? હવે આવો ઉપદેશ. માણસને નવરાશ-ફૂરસદ નહિ, ધંધા આડે નવરાશ નહિ. અરે! પોતાનું હિત કેમ થાય? આહાહા...! એ જુવાન છોકરાઓ ને છોકરાની વહુ પાણીમાં તણાતા હોય ને પોતે જરીક ઊંચે બેઠા હોય, તો રહી ગયો હોય... આહાહા...! આંસુની ધારા ચાલી જાય. બાપુ! એ તો તારા ખેદ છે, દુઃખ છે અને એને દેખીને તને આમ થયું એ તો મિથ્યાત્વ ભાવ છે. આહાહા.! ત્યાં તો મિથ્યાત્વની પુષ્ટિ થઈ છે. આહાહા...! આ ભગવાનને તરતો અંદર જુદો દેખ. આવે છે ને? વિશ્વ ઉપર તરતો. ૧૪૪ માં વિશ્વ ઉપર તરતો. “સમયસારમાં આવે છે. યાદ ન હોય કયે ઠેકાણે છે? ભાવ મગજમાં રહી ગયો હોય. વિશ્વ ઉપર તરતો ત્યાં ૧૪૪ માં આવે છે. કર્તા-કર્મમાં નહિ? આહા! ઘણે ઠેકાણે આવે છે.
ભગવાન આમ રાગ ને પર્યાયથી ભિન્ન તરતો. પર્યાયનો પણ જેમાં પ્રવેશ નથી. એવો ભગવાન આત્મા, જો તું આ ત્રિકાળીનું અવલંબન લે તો તને આત્મલાભ થશે. ભ્રાંતિનો નાશ થશે, આત્મલાભ થશે, અનાત્માનો પરિહાર સિદ્ધ થશે. પુણ્ય ભાવ એ અનાત્મા છે. અરર...! અહીં આત્મા, એ અનાત્મા છે. તો અહીં ધર્મ તો એ અધર્મ છે. અહીં પવિત્રતા, તો એ અપવિત્રતા છે. આહાહા...! આકરું કામ, ભાઈ! અને તે ચંડાળણીના પુત્ર કહ્યા છે. બેય – પુષ્ય ને પાપ. બ્રાહ્મણને ત્યાં ઉછર્યો ઈ કહે આ મને ખપે નહિ, આ મને ખપે નહિ, આ મને ખપે નહિ. પણ કોણ છો તું? મૂળ તો ચંડાળણીનો દીકરો. એમ પુણ્ય ભાવવાળો એમ કહે કે, મને આ પાપ ખપે નહિ, ભોગ ખપે નહિ, ફલાણું ખપે નહિ. પણ હવે તારો પુણ્ય ભાવ એ ચંડાળનો પુત્ર છે, વિભાવનો પુત્ર છે. એમ કળશટીકા'માં લખ્યું છે. પુણ્યવાળા, શુભભાવવાળા એમ માને, આ મારે ખપે નહિ, આ મારે ખપે નહિ. એ ચંડાળણીનો પુત્ર બ્રાહ્મણ જેવું છે એને. આહાહા...! અમારે બહુ વિષય હોય નહિ, અમારે સ્ત્રીનો સંગ હોય નહિ. સંગ ન હોય એ તારો ભાવ ક્યો છે? ભાવ તો શુભ છે, રાગ છે. એ રાગ તો ચંડાળણીનો પુત્ર છે, ચંડાળણીનો દીકરો કહે કે મારે ખપે છે અને આ ચંડાળણીનો દીકરો કહે કે મારે ખપતું નથી. આહાહા.! શું કહ્યું? ચંડાળણીના બે દીકરા. એક દીકરો કહે કે આ મારે ખપે નહિ, આ ખપે નહિ, અમારે માંસ ખપે નહિ, ઢીકણું ખપે નહિ.
મુમુક્ષુ :- મહાવ્રત છે ઈ ચંડાળણીનો પુત્ર છે.
ઉત્તર :- મહાવ્રતના પરિણામ ચંડાળણીનો પુત્ર છે. મહાવ્રતના પરિણામવાળો કહે કે, આ મને ખપે નહિ, ભોગ ખપે નહિ, અવ્રત ખપે નહિ, સ્ત્રીનો સંગ ખપે નહિ. પણ ભાવ તારો છે એ તો પુણ્ય છે, એ ચંડાળણીનો પુત્ર છે. આહા...! એ...ઈ... આહાહા...!
મુમુક્ષુ :- આકરું પડે. ઉત્તર :- આકરું પડે, વાત સાચી. મુમુક્ષુ :- મુશ્કેલીથી ગળે ઉતરે.