________________
ગાથા– ૨૦૪
૧૮૭ જે મિથ્યાત્વ એ નિજ પદના અવલંબનથી જ થાય છે). નિજ પદની પ્રાપ્તિ થાય છે એ પહેલા અસ્તિ લીધી, પછી ભ્રાંતિનો નાશ થાય છે (એમ નાસ્તિથી વાત કરી). પણ નિજ પદના અવલંબનથી મિથ્યાત્વનો નાશ થાય છે. આહાહા.! આવી તો ચોખ્ખી વાત (કરી છે).
અરે..! દિગંબર શાસ્ત્રો ને દિગંબર મુનિઓ તો અલૌકિક વાત છે, બાપુ! આહા.! મુનિપણું કોઈ અલૌકિક વાતું છે. આહાહા...! જેને અંતર અનંત અનંત આનંદનો પર્યાયમાં, સમુદ્રને કાંઠે જેમ ભરતી આવે છે, એમ મુનિઓને અંતરમાં સાચા સંત હોય તો પર્યાયમાં અનંત આનંદની ભરતી આવે છે. એ અતીન્દ્રિય આનંદની વિશેષ વિશેષ દશા પ્રગટ થાય છે). એ વિશેષ વિશેષ ઉપર લક્ષ નહિ, સામાન્ય ઉપર લક્ષ, દૃષ્ટિ છે લક્ષ છે તો એ કારણે વિશેષ વિશેષ આનંદ થાય, પણ એકાગ્રતામાં પુષ્ટિ થાય છે. આનંદની વૃદ્ધિ થાય છે. આહાહા.! સમજાણું?
ભ્રાંતિનો નાશ થાય છે,” એ તો આમ અસ્તિપણે જ્યાં પ્રાપ્તિ થઈ, સમ્યગ્દર્શનપણે, ત્યાં ભ્રાંતિનો નાશ થઈ ગયો. નિજ અવલંબનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું તો પર્યાયમાં એ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. એ વખતે ભ્રાંતિનો નાશ થાય છે. આહાહા...! “આત્માનો લાભ થાય છે,...” પહેલી સાધારણ વાત કરી કે નિજ પદની પ્રાપ્તિ થાય છે. તો હવે કહે છે કે, આત્માનો લાભ થાય છે. ભ્રાંતિનો નાશ થવાથી ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, એનો લાભ થાય છે. આ વાણિયા લાભ સવાયા નથી મૂકતા? દિવાળી ઉપર. લક્ષ્મીચંદભાઈ! લાભ સવાયા નામામાં લખે. બાપા! એ લાભ નથી, એ તો નુકશાન સવાયા છે. આહાહા.! પ્રભુ! આ લાભ, આત્મલાભ તને મળશે. આહાહા.! આત્મલાભ. આહાહા...!
આત્માનો લાભ થાય છે... આહાહા...! હવે જુઓ! “અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે....... હવે અહીં તો પુણ્યના પરિણામને અનાત્મા કહ્યા. “ચેતનજી'! અહીં તો અનાત્મા કહ્યા. અનાત્મા કહો, અહીં ધર્મથી વિરુદ્ધ અનાત્મા. અનાત્મા કહો કે પુણ્ય કહો. પુણ્ય અનાત્મા છે, આહાહા...! આત્મા નહિ. આહાહા...! હવે આ કહે છે કે, પુણ્યને અધર્મ કયાં કહ્યો છે? અરે. પ્રભુ! તને શું કહીએ? અરેરે...! આવું શું છે? ભાઈ! પુણ્ય છે એ અનાત્મા છે. આત્માનો લાભ થયો તો અનાત્માનો નાશ થયો, પરિહાર થયો. એ પુણ્ય અનાત્મા છે. પુણ્યને તો પહેલા અધિકારમાં–જીવ અધિકારમાં અજીવ કહ્યું છે. આહાહા...! એ અજીવથી જીવને લાભ થાય? અને અજીવને ધર્મ કહ્યો તો એ નિશ્ચય ધર્મ છે? એ તો ઉપચારથી કથન કર્યું. આહાહા...!
આત્માનો લાભ થાય છે. આહાહા.! પૂર્ણ સ્વરૂપ, ધ્રુવ, તેનો આશ્રય લેવાથી નિરપદ, નિજ સ્વરૂપ, રાગપદ એ નિજપદ નહિ. નિજપદની પ્રાપ્તિ થાય છે એટલી સામાન્ય વાત કરી. ભ્રાંતિનો નાશ થાય છે. નિજ પદ એટલે આત્મલાભ પ્રાપ્ત થાય છે, એમ. ત્યાં આત્માનો લાભ મળે, આત્મલાભ. આ લક્ષ્મીનો લાભ અને ધૂળનો (લાભ નહિ). આહાહા...! એ